SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પક ઃઅપેક્ષાથી; કારણને લઇને; નિમિત્તને લઇને (૨)....ને લઇને... ને કારણે; અપેક્ષાથી પકીય પારકું. પરખે જાણે ; જુએ પરખવું ખબર પડવી; પરીક્ષા કરવી; ઓળખવું (૨) પરીક્ષા કરવી; કસોટી કરવી; ઓળખવું; પિછાણવું (૩) જાણવું; જોવું; પરકખાણ જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શુદ્ધ ચૈતન્યના લો જે સ્વરૂપનાં શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થયાં અને જે અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ એ જ વાસ્તવિક પરચકખાણ છે. સમ્યક્ત્વ થતાં મિથ્યાત્વ સંબંધીનો અને અનંતાનુબંધીનો બંધ તો એને થતો જ નથી. અને જે અલ્પબંધ થાય છે તે ગૌણ છે. ભેદજ્ઞાનના બળે સ્વરૂપસ્થિરતા વધારતાં તેનો પણ અલ્પ કાળમાં નાશ થઈ જાય છે. અજ્ઞાની બાહ્ય ત્યાગસંબંધી શુભભાવને પરચકખાણ માને છે. પરંતુ ભાઈ! શુભભાવ તો ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે, અચેતન છે, બંધરૂપ છે. એનાથી બંધન કેમ અટકે ? (ન અટકે). માટે શુદ્ધ ચૈતન્યના લક્ષે થતું જ્ઞાનમાત્ર પરિણમન એ જ બંધન અટકાવવાનો-મુક્તિનો ઉપાય છે. એ જ સાચું પરચકખાણ છે. (૨) ત્યાગ. પરચય ઃપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ. પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે ઃઅહીં ખરેખર શુભોપરક્ત ભાવ (શુભરૂપ વિકારી ભાવ) તે પુણ્યાસવ છે અને અશુભોપરક્ત ભાવ (અશુભરૂપ વિકારી ભાવ) પાપાસવ છે. ત્યાં, પુણ્ય અથવા પાપ જે ભાવથી આસ્રવે છે, તે ભાવ જ્યારે જે જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ વડે પરચારિત્ર છે-એમ (જિનેન્દ્રો દ્વારા) પ્રરૂપવામાં આવે છે, તેથી (એમ નક્કી થાય છે કે) પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી. પરચારિત્રમાં પ્રવર્તનારનું સ્વરૂપ જે (જીવ) ખરેખર મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિવશાત્ (અર્થાત્ મોહનીયના ઉદયને અનુસરીને પરિણમવાને લીધે) રંજિત ઉપયોગવાળો (ઉપરક્ત ઉપયોગવાળો) વર્તતો થકો . પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવને ધારણ કરે છે, તે (જીવ) સ્વચારિત્રથી ભ્રષ્ટ એવો ૫૨ પરચારિત્રનો આચરનાર કહેવામાં આવે છે; કારણકે ખરેખર સ્વદ્રવ્યને વિષે શુદ્ધ-ઉપયોગરૂપ પરિણતિ તે સ્વચારિત્ર છે અને પરદ્રવ્યને વિષે ઓપરાગઉપયોગરૂપ પરિણતિ તે પરચારિત્ર છે. પરથીજ :સંયોગ પરકાળ દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાન્તર ભેદરૂપ કલ્પનાથી પરકાશ કહેવાય છે પરદ્રવ્ય અને પરભાવ પરદ્રવ્ય, તે નિમિત્ત છે અને આત્માના રાગાદિક ભાવ, તે નૈમિતિક છે. નૈમિતિક એટલે પરને આધીન થયેલો, પોતાનો ભાવ; આને નિમિત્તને, નૈમિતિક સંબંધ કહેવાય છે. નિમિત્તના કર્તાપણાની દૃષ્ટિ છોડ અને આત્માના અકારક સ્વભાવની દૃષ્ટિ કર, એ વાત સમજાવવા માટે, આચાર્ય દવે આ વાત કરી છે. પદ્રવ્ય પ્રતિબંધ :પર દ્રવ્યોમાં રાગાદિપૂર્વક સંબંધી કરવો તે; પર દ્રવ્યોમાં બંધાવુંરોકાવું-લીન થવું તે; પર દ્રવ્યોમાં રુકાવટ પરદ્રવ્ય પ્રવૃત્તિ ઃપર દ્રવ્યમાં, પ્રવર્તવું, તે પરદ્ધા પરિણાત્મક :પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ પરદ્રયનું કર્તાપણું ઃપરદ્રવ્યના કર્તાપણાનાં અભિમાન કર્યા હોય ને એમાં જયાં ધાર્યું ન થાય ત્યાં એવો કષાય ચડે કે મરણ કરે પાંચ લાખની મૂડી કહેવાતી હોય ને એમાં જયાં ખોટ જયાં ત્યાં તો શરમ શરમ થઇ પડે અને વિચારે કે આના કરતાં તો મરી જઇએ તો નિરાંત થાય. તો શું ! ત્યાં માશીબા બેઠાં છે ? કે આવો ભાણેજ ! તમારા માટે અહીં પલંગ પાથર્યા છે. તેમ કહેનારો કોઇ પરભવમાં બેઠું નથી. જેવા પરિણામ કર્યા હશે તેવી ગતિમાં ચાલ્યો જઇશ. કયાંય કાગડે, કૂતરે, નરક, નિગોદમાં ચાલ્યો જઇશ. આબરૂ સરખી રહેવી કે ન રહેવી એ પુદ્ગલની ક્રિયા છે. તેમાં તારા આત્માનું કોઇ કાર્ય નથી. ઘટ, પટ,કર્મ, નોકર્મ, આબરૂ, કીર્તિ, લક્ષમી વગેરે પરદ્રવ્યનો હું રખોપિયો છું અને હું એનો નાશક છું એમ માનવું તે વ્યવહારી લોકોનું અજ્ઞાન છે. પરદ્રવ્યના સંપર્ક વડે ઈન્દ્રિયાદિ સંબંધ વડે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy