SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ મળે નહિ તે વખતે કષાયકંદતા કરે તો પુણ્ય થાય. નાની ઉંમરમાં કોઇ બાળ વિધવા થાય; ત્યાં કાયમંદતા વડે બ્રહ્મચર્ય પાળે તે પુણ્ય છે. તેને અકામ નિર્જરા થાય છે. સકામ નિર્જરા=આત્મા શુધ્ધ ચિદાનંદ સ્વરૂપ છે, તેવા સકષાય સ્વભાવનું લક્ષ હોય; દેહાદિની ક્રિયા જડથી થાય છે, પુણ્ય પાપના ભાવ બન્ને બંધ છે. બંધ રહિત શુધ્ધ સ્વભાવનું ભાન હોય તેને સકામનિર્જરા થાય છે.. સવિપાક નિર્જરા= વળી લોભ આદિના પરિણામ સમયે સમયે કરે છે, ત્યારે જે કર્મના પરમાણુ ખરી જાય છે તેને સવિપાક નિર્જરા કહે છે. અજ્ઞાનીને નવા બંધ સહિત આ નિર્જરા થાય છે. આ સવિપાક નિર્જરા ચારે ગતિના જીવોને થાય છે. અવિપાકનિર્જરા=હું જ્ઞાતા છું, દેહથી ક્રિયા મારી નથી, પર વસ્તુનો ત્યાગ કરી શકતો નથી, એવી સાચી દ્રષ્ટિ થયા પછી કર્મ ખરે છે તે અવિપાક નિર્જરા છે. આત્માની ભાવના સહિત એવો સકામ શબ્દનો અર્થ થાય છે. હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું, રાગ કરવો કે દેહની ક્રિયા કરવી તે મારા સ્વભાવમાં નથી; એવા જ્ઞાનીને અકામ, સકામ, સવિપાક ને અવિપાક-એમ ચાર પ્રકારની નિર્જરા હોય છે. કર્મ પાક વિના ખર્ચા માટે અવિપાક કહેલ છે. આત્માનો પુરુષાર્થ બતાવવા તેને જ સકામ નિર્જરા કહે છે. સકામ અને અવિપાક નિર્જરા જ્ઞાનીને જ હોય છે. તે ઉપરાંત જ્ઞાનીને અકામ ને સવિપાક નિર્જરા પણ હોય છે. અજ્ઞાનીને અકામ ને સવિપાક બે જ પ્રકારની નિર્જરા હોય છે. નિર્જરા તત્ત્વમાં ભલ :આત્મામાં આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ થવી, તેને સંવરપૂર્વક નિર્જરા કહેવામાં આવે છે. તે નિશ્ચય, સમ્યગ્દર્શનપૂર્વક જ હોઇ શકે છે. જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી, શુભ-અશુભ ઇચ્છાનો નિરોધ થાય, તે તપ છે. તપ બે પ્રકારનાં છે (૧) બાળતપ, (૨) સમ્યક્તપ. અજ્ઞાનદશામાં જે તપ કરવામાં આવે છે, તે બાળતપ છે, તેનાથી કદી, સાચી નિર્જરા થતી નથી. પણ આત્મસ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર, ૫૩૬ જેટલો શુભ-અશુભ ઇચ્છાનો અભાવ થાય છે, તે સાચી નિર્જરા છે. સમ્યકતા છે. પણ મિથ્યાષ્ટિ જીવ, એમ માનતો નથી. પોતાની અનંત જ્ઞાનાદિ શકિતને ભૂલે છે, પરાશ્રયમાં સુખ માને છે, શુભાશુભ ઇચછા અને પાંચ ઇન્દ્રિયોના વિષયોની, ચાહને રોકતો નથી. આ નિર્જરાતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. નિર્જરાતત્ત્વ અખંડાનંદ શુધ્ધ આત્મ સ્વભાવના બળે આંશિક શુધ્ધિની વૃદ્ધિ અને અશુધ્ધ (શુભાશુભ ઇચ્છારૂ૫) અવસ્થાની આંશિક હાનિ કરવી તે ભાવનિર્જરા છે; અને તેનું નિમિત્ત પામીને જડ કર્મનું અંશે ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. નિર્જરાનું કારણ સંવરથી અર્થાત શુભાશુભ પરિણામના પરમ નિરોધથી યુકત એવો જે જીવ, વસ્તુસ્વરૂપને હેય-ઉપાદેય તત્ત્વને બરાબર જાણતો થકો પર પ્રયોજનથી જેની બુધ્ધિ નિવૃત્ત થઇ છે. અને કેવળ સ્વપ્રયોજન સાધવામાં જેની બુધ્ધિ તત્પર થઇ છે. એવો વર્તતો થકો આત્માને પોતાને સ્વાનુભવ વડે અનુભવીને, ગુણ-ગુણીને વસ્તુપણે અભેદ હોવાથી તે જ જ્ઞાનનેસ્વ-સ્વ વડે અવિચળ પરિણતિવાળો થઇને સંવેદે છે, તે જીવ ખરેખર અત્યંત મોહરાગદ્વેષ રહિત વર્તતો થકો -જેને ચીકાશના લેપનો સંગ પ્રક્ષીણ થયો છે એવા શુધ્ધ સ્ફટીકના સ્તંભની માફક-પૂર્વોપાર્જિત કર્મરજને ખેરવી નાખે છે. આથી એમ દર્શાવ્યું કે નિર્જરાનો મુખ્ય હેતુ ધ્યાન છે. આ ધ્યાન શુધ્ધ ભાવરૂપ છે. નિર્જરાનું મુખ્ય કારણ સંવરથી અર્થાત શુભાશુભ પરિણામના પરમ નિરોધથી યુકત એવો જે જીવ, વસ્તુસ્વરૂપને (હેય-ઉપાદેય તત્ત્વને) બરાબર જાણતો થકો પર પ્રયોજનોથી જેની બુદ્ધિ વ્યાવૃત્ત થઇ છે અને કેવળ સ્વપ્રયોજન સાધવામાં જેનું મન ઉદ્યત થયું છે. એવો વર્તતો થકો, આત્માને સ્વપલબ્ધિથી ઉપલબ્ધ કરીને. (-પોતાને સ્વાનુભવ વડે અનુભવીને), ગુણ-ગુણીનો વસ્તુપણે અભેદ હોવાથી તે જ જ્ઞહનને-સ્વને સ્વ વડે અવિચળ પરિણતિવાળો થઇને સંચેતે છે, તે જીવ ખરેખર અત્યંત નિઃસ્નેહ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy