SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૫ નિર્જરામાં પાકેલાં-નહિ પાકેલાં, બન્ને પ્રકારના કર્મોનો વિનાશ થાય છે. (૧૯) પૂર્વોપાર્જિત કર્મોનો એકદેશ વિનાશ. જ્યાં સુધી નવાં કર્મોનો આસવ રોકાતો નથી, અને બંધ-હેતુઓનો અભાવ થતો નથી, ત્યાં સુધી નિર્જરા થતી જ નથી. (૨૦) અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના અવલંબનના બળથી સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ વડે, અશુદ્ધ શુભાશુભ) અવસ્થાનો અંશે નાશ કરવો, તે ભાવ નિર્જરા છે અને તે સમયે ખરવા યોગ્ય જડ કર્મોનું અંશે ખરી જવું, દ્રવ્ય નિર્જરા છે. (૨૧) જડકર્મ સાથેના બંધનો, અંશે અંશે અભાવ થાય છે, તેનું નામ નિર્જરા છે; ક્રમે ક્રમે શુદ્ધિ વધતાં વિકાર ટળે છે, તે નિર્જરા છે. (૨૨) અંશે અંશે કર્મોનું, આત્માથી છૂટા પડવું. (૨૩) પોતે રાગના ઉદયમાં ન જોડાણો અને હું જ્ઞાન છું, એમ સ્વલક્ષે સ્થિર રહયો ત્યાં પૂર્વ કર્મનો ઉદય, સ્વભાવરૂપ નિર્જરામાં નિમિત્ત કહેવાય છે. વિકારનો અભાવ કરી, શુદ્ધિની વૃદ્ધિ કરી, તે ભાવનિર્જરા છે. અને કર્મનો અંશે અભાવ થયો, તે દ્રવ્યનિર્જરા છે. અંદર કર્મમાં કેવું જોડાણ થાય છે, તે દેખાય નહિ, પણ નિમિત્ત કર્મમાં જેટલું જોડાણ હોય, તેટલી રાગદેષની આકુળતારૂપ લાગણીનો અનુભવ થતાં, જ્ઞાનથી માની શકાય છે.જેમ પરમાં સુખ માન્યું છે, એકલ્પના અરૂપી છે, તે સુખપરમાં જોઇને માન્યું નથી, છતાં તે તેમાં નિઃસંદેહતા માની બેઠો છે. તેમાં સુખ છે તે નજરે જોઉં, તે જ માનું એવો સંદેહ તે કરતો નથી. કપટનો આકુળતાનો અભાવ આંખે ન દેખાય, છતાં માને છે. જે પરમાં જોયા વિના, નિઃસંદેહ પણે, માને છે. જે માન્યતાનો ભાવ, પોતાનો છે, તે માન્યતાને ફેરવી, સ્વમાં જોડે તો આત્મામાં અરૂપી ભાવને માની શકે કે, પરલક્ષમાં વર્તમાન અવસ્થાથી રોકાણો ન હોંઉ, તો રાગની ઉત્પત્તિ ન થાય. પરમાં નિઃસંદેહપણે સુખ માન્યું છે, તે માન્યતા પલટીને અવિરોધી સ્વભાવને માને, તો ત્રિકાળ સ્વાધીન છું, પૂર્ણ છું, એમ જાતે નિઃસંદેહ થઇ શકે છે. નિર્જરા પ્રત્યક્ષ જોઇ, શકાય નહિ પણ અનુભવમાં નિરાકુળ શાંતિની વૃદ્ધિ થાય છે, તેટલું તો જાતે નકકી થાય છે, અને તેથી તેના વિરોધી તત્ત્વ નિમિત્ત કારણનો અભાવ થયો છે, એમ અનુમાન થઇ શકે છે. પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાનમાં દેખાય છે. અંદરમાં સૂક્ષ્મકર્મ ટળ્યાં, તે ઉપર જોવાનું મારું કામ નથી, પણ પુરુષાર્થથી મારો ધ્રુવ સ્વભાવ કબૂલીને, જેટલું સ્વભાવ તરફ એકાગ્રતાનું જોર કરું, તેટલું વર્તમાનમાં ફળ આવે છે. જે નિઃસંદેહતા સ્વભાવના આશ્રયથી આવે છે. (૨૪) બંધ પ્રદેશોનું ગલન, તે નિર્જરા છે- એમ શ્રી જિનોએ કહ્યું છે. જે વડે સંવર થાય તે વડે નિર્જરા, પણ થાય છે. વળી તે નિર્જરા બે પ્રકારની જાણવી. એક તો સ્વકાળ પાકતાં, અને બીજી તપ વડે કરવામાં આવતાં. તેમાં પહેલી ચારે ગતિવાળા જીવોને, અને બીજી વતીઓને હોય છે. (૨૫) નવકારમંત્ર, અનાનુપૂર્વી, સામાયિક એ બધામાં, નિર્જરા થાય છે. (૨૬) નિર્જરાના ચાર ભેદ છેઃ અહામ, સવિપાક, કામ અને અવિપાક. (૨૭) પોતે રાગના ઉદયમાં ન જોડાણો અને હું જ્ઞાન છું, એમ સ્વલક્ષે સ્થિર રહ્યો ત્યાં પૂર્વ કર્મનો ઉદય, અભાવ રૂપ નિર્જરામાં નિમિત્ત કહેવાય છે. વિકારનો અભાવ કરી, શુધ્ધિની વૃદ્ધિ કરી તે ભાવ નિર્જરા છે અને કર્મનો અંશે અભાવ થયો, તે દ્રવ્ય નિર્ભર છે. (૨૮) પોતપોતાની સ્થિતિપૂર્ણ થતાં કર્મોનું ખરી જવું તે દરેક સમયે અજ્ઞાનીને પણ થાય છે, તે કાંઈ શુદ્ધિનુઃ કારણ થતું નથી, પરંતુ સમ્યગ્દર્શન જ્ઞાન- ચારિત્ર અને આત્માના શુદ્ધ પ્રતપન વડે જે કર્મો ખરી જાય છે, તે અવિપાક અથવા સકામ નિર્જરા કહેવાય છે. (૨૯) જે સમયે શુદ્ધપર્યાય (શુદ્ધોપયોગ) પ્રગટે, તે જ સમયે નવો અશુદ્ધ પર્યાય (શુભાશુભપયોગ) અટકે, તે સંવર છે અને તે જ સમયે, જૂની અશુદ્ધિ ટળે અને શુદ્ધતા વધે, તે નિર્જરા છે, શુદ્ધિની વૃદ્ધિ, તે નિર્જરા. (૩૦) ચાર ભેદ છેઃ અકામ, સવિપાક, સકામ, અવિપાક. (૩૧) અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના અવલંબનના બળથી, સ્વરૂપસ્થિરતાની વૃદ્ધિ વડે અશુધ્ધ (શુભાશુભ) અવસ્થાનો અંશે કરવો, તે ભાવ-નિર્જરા અને તેનું નિમિત્ત પામીને, જડ કર્મનું અંશે ખરી જવું, તે દ્રવ્ય-નિર્જરા છે. (૩૨) નિર્જરા ચાર પ્રકારની છે. (૧) અકામ નિર્જરા (૨) સકામ નિર્જરા (૩) સવિપાક નિર્જર અને (૪) અવિપાક નિર્જરા (૧) અકામ નિર્જરા=બાહ્યથી પ્રતિકૂળ સંયોગ હોય ને તે વખતે કષાય મંદતા કરે તો અકામ નિર્જરા થાય છે. ગરીબ લોકોને અનાજ વગેરે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy