SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ શુભાશુભ પરિણામનો નિરોધ, અને યોગ એટલે શુધ્ધ ઉપયોગ; તેમનાથી (-સંવર અને યોગથી) યુકત એવો જે (પુરુષ), અનશન, અવમૌદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિકત શય્યાસન અને કાયકલેશાદિ ભેદોવાળાં બહિરંગ તપો સહિત તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ, અને ધ્યાન એવા ભેદોવાળાં અંતરંગ તપો સહિત એમ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, તે (પુરુષ) ખરેખર ઘણાં કર્મોની નિર્જરા કરે છે. તેથી કર્મના વીર્યનું (-કર્મની શક્તિનું) શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ તપો વડે વૃધ્ધિ પામેલો શુધ્ધોપયોગ તે ભાવનિર્જરા છે અને તેના પ્રભાવથી (-વૃધ્ધિ પામેલા શુધ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો એક દેશ સંાય તે દ્રવ્ય નિર્જરા છે. (૧૧) સમ્યક્ત્વ પ્રગટે, તો નિર્જરા થાય. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ બધાં, નિર્જરાના કારણ છે. (૧૨) આત્માના ભાવ અનુક્રમે શુદ્ધ થવા, તે નિર્જરાતત્ત્વ છે. (૧૩) અખંડાનંદ નિજશુદ્ધાત્માના, લક્ષ્યના બળથી, અંશે શુદ્ધિની અને તે સમયે ખરવા યોગ્ય કર્મોનું અંશે છૂટી જવું, તે દ્રવ્યનિર્જરા છે. (૧૪) જેવી રીતે વહાણમાં આવેલા પાણીમાંથી થોડું (કોઇ વાસણમાં ભરી) ફેંકી દેવામાં આવે છે, તેવી રીતે નિર્જરા દ્વારા થોડાં કર્મ, આત્માથી અલગ કથઇ જાય, તે નિર્જરા. (૧૫) અશુદ્ધતાનું ગળવું, શુદ્ધતાનું વધવું ને કર્મનું ખરી જવું, એમ નિર્જરા ત્રણ પ્રકારે છે. એમાં અશુદ્ધતાનું ગળવું, એ વ્યવહારનયથી છે, કર્મનું ટળવું, એ અસદ્ભૂત વ્યવહારનયથી છે. શુદ્ધતાનું વધવું, એ વાસ્તવિક નિર્જરા છે. એક સમયમાં, એ ત્રણેય છે. હવે એ છે એને કરવું શું? અહાહા..... ! શુદ્ધતાનું વધવું, એ એક સમયનું તે-તે સમયે સત્ છે, હવે એ પર્યાય સત્-વિદ્યમાન છે, તેને કરવી શું ? અહાહા....! શુદ્ધાપયોગની સ્થિરતા થતાં, ત્યાં શુદ્ધતાનું વધવું હોય છે. હવે છે, ઉપજે છે, એને કરવું શું? જેમ મોક્ષ ઉપજે છે તેમ નિર્જરા પણ ઉપજે છે. હવે હયાતી લઇને જે ઉપજે છે, છે એને કરવું છે, એ વાત ક્યાં છે ? નથી. તેથી નિર્જરાનેય એ કરતો નથી, કેવળ જાણે જ છે. ૫૩૪ અહાહા....! પર્યાયના ક્રમબદ્ધ પ્રવાહમાં, એનાકાળે નિર્જરાય થાય છે. તેને કરવી શું ? હવે આવી વાત સમજમાં બેસે નહિ, એટલે એને ઠેકાણે કોઇ લોકો કહે કે, પરને સહાય કરવી, ગરીબોનાં આંસુ લૂંછવા, એકબીજાને મદદ કરવી- અન્ન, વસ્ત્ર, ઔષધિ આપવાં - ઇત્યાદિ કરે, તે ધર્મ, જનસેવા તે પ્રભુ સેવા, લ્યો આવું કહે. અનંતકાળથી ઓશિયાળી દષ્ટિ ખરી ને ! પણ બાપુ, એ તો વિપરીત દદિષ્ટ છે. ભાઇ! એ વીતરાગનો મારગ નહિ પ્રભુ! (૧૬) સંચિત કર્મોનું ખરીજવું, છૂટા પડી જવું. (૧૭) નિર્જરાના બે પ્રકાર છેઃ સવિપાક (પાકજા) નિર્જરા અને અવિપાક (અપાકજા) નિર્જરા. પાકજા નિર્જરા તે છે જેમાં, પાકેલા ફળ દેવોને તૈયાર કર્મોનો જ વિનાશ થાય છે. અને અપાકજા નિર્જરા તે કહેવાય છે કે જેમાં પાકેલા (કાળપ્રાપ્ત) તથા નહિ પાકેલા (અકાળપ્રાપ્ત) બન્ને પ્રકારનાં કર્મોનો, વિનાશ થાય છે. જેવી રીતે દાવાનળ દ્વારા સૂકાં અને લીલાં વૃક્ષો બળી જાય છે તેવી જ, રીતે એકાગ્ર ચિંતનરૂપ ઘ્યાનપણ અવી જ પ્રબળ અગ્નિ છે. જેની ઝાળમાં આવેલું કોઇપણ કર્મ, ચાહે તે ઉદયને યોગ્ય હોય કે ન હોય તોપણ બાળીને રાખ, અથવા શકિતક્ષીણ થઇ જાય છે. અહીં અપાકજા નિર્જરાની શકિતને દાવાનળના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે. (૧૮) પૂર્વોપાર્જિત કર્મોનો એકદેશ વિનાશ. પૂર્વોપાર્જિત કર્મોમાં, પૂર્વ જન્મમાં કરેલાં તથા આત્માની સાથે બંધાયેલાં, કર્મ જ નહિ, પરંતુ આ જન્મમાં પણ વર્તમાન કાળથી પૂર્વે કરેલાં તથા બંધાયેલા, કર્મ પણ સામેલ છે. અને એક દેશ સંક્ષયનો અર્થ છે. આંશિક વિનાશ, પૂર્ણતા વિનાશ નહિ. કારણ કે કર્મોના પૂર્ણપણે વિનાશ થવાનું નામ તો છે, મોક્ષ-નિર્જરા નહિ. જયાં સુધી નવા કર્મોનો આસવ રોકાતો નથી, અને બંધ-હેતુઓનો અભાવ થતો નથી, ત્યાં સુધી નિર્જરા થતી જ નથી. ઉપર કહેલ નિર્જરાના બે ભેદ છેઃ એક પાકજા(સવિપાક) અને બીજો અપાકજા (અવિપાક). એકાગ્ર ચિંતરૂપ ઘ્યાન પણ આવી જ, પ્રબળ અગ્નિ છે. જેની ઝાળમાં આવેલું કોઇ પણ કર્મ, ચાહે તે ઉદયને યોગ્ય હોય કે ન હોય, બળીને રાખ અથવા શકિતક્ષીણ થઇ જાય છે. પાકજા નિર્જરામાં પાકેલાં કર્મોનો જ, વિનાશ થાય છે. અપાકજા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy