SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ નિયત અને અનિયત પર્યાય શુદ્ધ પયાર્ય અને વિકારી પર્યાય એ બન્ને, ક્રમસર | પ્રગટ થાય છે. નિયત એ શુદ્ધ અને અનિયત એ શુભ-અશુભ, અને વિકારી છે. પરંતુ બંને નિયત કે અનિયત પર્યાય, ક્રમસર જ થાય છે. સ્વભાવ અને સ્વભાવલીન નિર્મળ પર્યાય પ્રગટ થાય, તેને નિયત કહેલ છે. અને વિભાવ પર્યાય પ્રગટ થાય, તેને અનિયત કહેલ છે. અનિયત પર્યાય એટલે, તે આગળ-પાછળ કે આડી-અવળી થાય, એવો ત્યાં અર્થ નથી. અનિયત એટલે, સ્વભાવમાં અનવસ્થિત, અનેકરૂ૫ વિકારી, પર્યાય, તે પણ જે સમયે પ્રગટ થાય, તે નિયત ક્રમબદ્ધ જ, પ્રગટ થાય છે. પંચાસ્તિકાય ગાથા ૧૫૫ માં અને ટીકામાં પણ, ગુણસ્વભાવ અને નિર્મળ પર્યાયને, નિયત કહેલ છે અને વિકારી વિભાવ પર્યાયને, અનિયત કહેલ છે. અહીં અનિયતનો અર્થ, પર્યાય આકડી-અવળી થાય છે, એમ છે નહિ. પાણીનો શીતલ સ્વભાવ, તે નિયત છે. સ્વભાવલીન શીતલદશાને નિયત છે, અને અગ્નિના નિમિત્તે તેની ઉષણ દશા, તે અનિયત છે. નિયત પ્રદેશે :અમુક મર્યાદા-ભાગમાં નિયત વૃત્તિરૂષ :નિશ્ચયરમણતારૂપ-ટકવારૂપ વર્તવું; અસ્તિત્વરૂપ નિયતત્વષ નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ નિયતપણે અવશ્ય નિયતપ્રદેશ :અમુક મર્યાદા ભાગ નિયતવૃતિ રૂપ નિશ્ચય રમણતારૂપ; ટકવારૂપ વર્તવું, ત્રિકાળધ્રુવનો આત્મતત્વ, તેની સાથે એકત્વગતપણે વર્તે છે, નિશ્ચય રત્નત્રયરૂપ પરિણતિથી વર્તે છે. (૨) અસ્તિત્વ રૂપ, નિશ્ચય રમણતા રૂપ, દર્શન જ્ઞાન સ્વભાવમાં, ટકાવારૂપ. નિયતવૃતિ :ત્રિકાળધ્રુવ નિયતવાદ :નિયતિવાદ=બધું જ કુદરતના ક્રમ પ્રમાણે થયા રે છે એ પ્રમાણેનો મત સિધ્ધાંત; દેવ-વાદ; કર્મ-વાદ; પ્રારબ્ધ-વાદ (૨) નિશ્ચિતપણું નિયતસ્વરૂપ:નિશ્ચિતપણે નિયંતા :નિયમમાં રાખનાર; કાબૂમાં રાખનાર; પરમેશ્વર; પરમાત્મા. ૫૩૧ નિયતિ નિયમ; ઇશ્વરી કાયદો;કુદરત; પ્રકૃતિ; ભાગ્ય; નસીબ (૨) નિયમ, ભાગ્ય, નશીબ, ઇશ્વરી કાયદો, કુદરતી નિયમ, પ્રકૃતિ (૩) ભાગ્ય, નિયમ (૪) ભાગ્ય, જે થવાનું છે તે , નિયમ, ઇશ્વરી કાયદો, નસીબ, કુદરત, પ્રકૃત્તિ. (૫) નિશ્ચિત ક્રમ (૬) નિયમ, ભાગ્ય, જે થવાનું છે, તે. નિયતિવાદ :બધું જ કુદરતના ક્રમ પ્રમાણે થયા કરે છે, એ પ્રમાણેનો સિદ્ધાંત, દેવવાદ, કર્મવાદ, પ્રારબ્ધવાદ. નિષેધ નકાર; મનાઇ નિષપન્ન થવું નીપજવું; ફળરૂપ થવું; સિધ્ધ થવું. (શુધ્ધપયોગથી નિષ્પન્ન થયેલા એટલે શુધ્ધોપયોગરૂપ કારણથી કાર્યરૂપ થયેલા) નિયમ નિશ્ચય (૨) આત્માને વિશેષરૂપે વિશુધ્ધ અને નિયમિત કરનાર પાંચ નિયમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વર પ્રણિધાન- (ધ્યાન) અથવા ત્યાગ, મૌન ઉપવાસ વગેરે અમુક થોડા વખત માટે લેવાય તે પણ નિયમ જણાય છે. (૩) ચોકકસ (૪) અમુક વખત માટે અમુક, ત્યાગ ઉપવાસ મૌન આદિ કરવાં, તે નિયમ. (૫) નિયમ કોઇ કાળે ફરે નહિ, કરે તો, નિયમ કહેવાય નહિ. (૬) આ નિયમ, તે કારણ નિયમ છે, કેમ કે, તે સમ્યજ્ઞાન- દર્શન ચારિત્રરૂપ કાર્ય, નિયમનું કારણ છે.(કારણનિયમના આશ્રયે કાર્યનિયમ પ્રગટે છે.) (૭) નિયમથી (નકકી) જે કરવા યોગ્ય હોય તે. શું કરવા યોગ્ય છે? પર્યાય, જુઓ, પર્યાય નકકી- નિયમથી કરવા યોગ્ય છે. કઇ પર્યાય? તો કહે છે. જ્ઞાનને આદિમાં લઇને, જ્ઞાન- દર્શન ચારિત્રની પર્યાય કરવા યોગ્ય છે. તે નિશ્ચયથી, જ્ઞાન-દર્શન- ચારિત્રની પર્યાય કરવા યોગ્ય છે. નિશ્ચયથી આ જ કરવા યોગ્ય છે. પણ વ્યવહાર રત્નત્રયનો પર્યાય, કર્તવ્ય છે, એમ નથી. પરમાં તો આત્માને, કંઇ કર્તવ્ય છે જ નહિ, કેમ કે પરનું તો આત્મા, કંઇકરી શકતો જ નથી, એ તો ફકત જૂઠું માને છે, કે હું કરું છું. (બાકી શું કરે? પરમાં એનો પ્રવેશ જ નથી .) અને અશુભભાવ, પણ કરવા લાયક નથી. અરે ખરેખર તો વ્યવહાર રત્નત્રયના શુભભાવ પણ કરવાલાયક નથી, એમ કહે છે. આ સત્ય છે. નિશ્ચયથી, બસ જ્ઞાન-દર્શનચારિત્ર કરવા લાયક છે. તે કોના આશ્રયે થાય છે? તે દ્રવ્યના આશ્રયે થાય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy