SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ છે. નિશ્ચય કરવા યોગ્ય જ્ઞાન-દર્શન-ચારિત્ર, એ ત્રિકાળીધુવ એક જ્ઞાયક સ્વરૂપ, આત્મદ્રવ્યના આશ્રયે થાય છે. એ કંઇ પર્યાયના આશ્રયે થતા નથી; કેમ કે એ (પર્યાય) તો કરવા યોગ્ય છે. પૂર્ણાનંદ નો નાથ પ્રભુ, અંદર પોતે આત્મા છે, તેને આશ્રય લઇને નિયમથી કરવાયોગ્ય હોય તો, બસ સમ્યગ્દર્શન- જ્ઞાન- ચારિત્ર છે. અર્થાત્ આત્માનું જ્ઞાન, તેનું શ્રદ્ધાન અને તેનું જ, આચરણ કરવા લાયક છે. હવે “સાર” શબ્દ (પદ) જોડેલ છે. તેનું પ્રયોજન બતાવે છે. વિપરીતના પરિહાર અર્થે-જ્ઞાન- દર્શન- ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે ખરેખર ‘સાર એવું વચન કહ્યું છે. લ્યો, નિશ્ચય રત્નત્રયથી વિરુદ્ધભાવોના ત્યાગ માટે, “સાદ” પદ જોડેલ છે. (૮) અમુક વખત માટે અમુક ત્યાગ, ઉપવાસ, મૌન આદિ કરવાં, તે નિયમ (૯) નિયમ કોઇ કાળે ફરે નહિ, કરે, તો નિયમ કહેવાય નહિ. નિયમથી :ચોકકસ નિયમસાર એ નામનો ગ્રંથ છે. તેના રચયિતા શ્રી કુંદકુંદાચાર્યદેવ છે. નિયમસાર :મોક્ષમાર્ગ. (૨) “નિયમ શબ્દ' પ્રથમતો, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર માટે છે. ‘નિયમસાર' (નિયમનો સારો એમ કહેતાં, શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું ૫૩૨ નિર અતિયાચાર :દોષ રહિત નિરક્ત નિર્વચન; વ્યુત્પત્તિ; સંસ્કૃત વ્યુત્પતિશાસ્ત્ર (યાસ્કની રચના) નિતિ :વ્યુત્પત્તિ; સારી રીતે જાણવું એ; સમઝવા જેટલું જ્ઞાન; શબ્દના અર્થનો બોધ કરનાર શક્તિ; શબ્દોનો ક્રમિક વિકાસ (૨) વ્યુત્પત્તિ, સારી રીતે જાવ્યું એ, સમઝવા જેટલું જ્ઞાન. (૩) કહેવાય છે. (૪) વ્યુત્પત્તિ (૫) વ્યુત્પત્તિ; શબ્દના અર્થનો બોધ કરનાર શક્તિ; સારી રીતે જાણવું એ; સમજવા જેટલું જ્ઞાન. નિશ્ક :અંકુશ વિનાની; વિરુધ્ધ પક્ષ વિનાની; નિઃપ્રતિપક્ષ. (સામાન્ય વિશેષાત્મક સતા ઉપર વર્ણવી તેવી હોવા છતાં સર્વથા તેવી નથી, કથંચિત્ (સામાન્ય-અપેક્ષાએ) તેવી છે, અને કથંચિત્ (વિશેષ-અપેક્ષાએ) વિરુધ્ધ પ્રકારની છે.) (૨) અંકુશ વિનાની; વિરુધ્ધ પક્ષ વિનાની; નિ:પ્રતિપક્ષ નિરંગ નીરાગ, નિર્વિકાર. નિર્ગળ અકુંશ વિનાની, બેહદ. (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે. તેમને બેહદ એકાંતદષ્ટિ ઊછળે છે. (૨) નિરંકુશ; અમર્યાદ નિરંજન અંજન દોષ મલીનતા રહિત; કર્મમલરહિત નિર્દોષ આત્મા તે નિરંજન જડના ગુણોથી રહિત ચૈતન્ય સ્વરૂપ છે. (૨) આ શુદ્ધ ચૈતન્ય ભગવાન, નિત્ય નિરંજન છે. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયમાં, નિરંજન છે. અંજન કહેતાં મેલ જેમાં નથી, તે નિરંજન કહેવાય છે. (૩) દોષ વિનાનું, મલિનતા રહિત. (૪) દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જે નિત્ય અવિનશ્વર છે, રાગાદિ કર્મમળરૂપ અંજનથી રહિત હોવાને લીધે, જે નિરંજન છે, કેવલજ્ઞાનથી પૂર્ણ છે, પરમાનંદ સ્વભાવવાળા છે, એવા જે પરમાત્મા છે, તે શાંત અને શિવસ્વરૂપ છે, તે પરમાત્માના શુદ્ધ-બુદ્ધ સ્વભાવને તું જાણ, તથા તેનું ધ્યાન કર. તે પરમાત્મા વીતરાગ સ્વભાવને લીધે, શાંત અને પરમાનંદ સુખ સ્વભાવને લીધે નિરંજન કહેવાય છે. જે શુદ્ધ પરમાત્મ સ્વભાવની ભાવના કર. (૫) કર્મકાલિમા, રહિત. (૬) નિકલંક (૭) કર્મરૂપ અંજન, મેશ, મલિનતા, અશુદ્ધિરહિત દેવ, સ્વરૂપાનંદમાં રમણ કરતા, કર્મમુકત, શુદ્ધ સહજાત્મા (૮) રાગાદિ કર્મ- મલરૂપ અંજનથી રહિત હોવાને લીધે, જે નિરંજન છે. (૯) નિયમો :ચોકકસ નિયમિત :નિશ્ચિત નિયય :આધાર નિયાણું મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળે કે વૈભવ મળે કે અમુક ઇચ્છિત થાઓ એવી ઇચ્છાને નિયાણું, નિદાન દોષ કહે છે. (૨) આ લોક પરલોકની વાંછા (૩) મને આ તપશ્ચર્યાથી ઋધ્ધિ મળો કે અમુક ઇચ્છિત થાઓ એવી ઇચછાને નિયાણું નિદાન દોષ કહે છે. (૪) સકામ ધર્માચારણ; ઉત્તમ કાર્ય કરવાની પાછળ રહેલી સ્વાર્થભાવના; ફળ મળે એ માટે કર્મ કરવાં એ. (૫) નિદાન (૬) મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વૈભવ મળો, કે અમુક ઇચ્છિત થાઓ, એવી ઇચ્છાને, નિયાણું-નિદાનદોષ કહે છે. નિયોગ :સંબંધ, મેળ (૨) નિયુકત કર્તવ્ય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy