SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ. (નિમિત્તે સાચું કારણ નથી.- અહેતુવત્ (અકારણવત્) છે, કારણ કે, | તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર માત્ર કારણ છે. નિમિત્ત = નૈમિત્તિક વસ્તુની વિકારી પર્યાય, તે નૈમિત્તિક અને કર્મ નિમિત્ત એવો વ્યવહાર સંબંધ, પર્યાયમાં છે, કર્મ, તે નિમિત્ત અને રાગાદિનું થવું, તે નૈમિત્તિક, એમ નિમિત્ત-નૈમિત્તિક ભાવની દષ્ટિથી જોવામાં આવે, તો તે વ્યવહાર, કથંચિત સત્યાર્થ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધનાં દાંત : (૧) કેવળજ્ઞાન નૈમિત્તિક છે, અને લોકાલોકરૂપ સર્વ જોયો, નિમિત્ત છે. (પ્રવચનસાર ગાથા ૨૬ની ટીકા) (૨) સમ્યગ્દર્શન નૈમિત્તિક છે, અને સમ્યજ્ઞાનીના ઉપદેશાદિ, નિમિત્ત છે. (આત્માનુશાસન ગા. ૧૦ની ટીકા) (૩) સિદ્ધ દશા નૈમિત્તિક છે, અને પુદ્ગલ કર્મનો અભાવ, નિમિત્ત છે. (સમયસાર ગા. ૮૩ની ટીકા.) (૪) જેવી રીતે અધઃકર્મથી ઉત્પન્ન, અને ઉદ્દેશથી ઉત્પન્ન થયેલ, નિમિત્તભૂત(આહારાદિ. પુદ્ગલ દ્રવ્યોનો ત્યાગ ન કરતો, આત્મા (મુનિ) નૈમિત્તિકભૂત બંધ, સાધકભાવનું પ્રત્યાખ્યાન (ત્યાગ) કરતો નથી, તેવી જ રીતે, સમસ્ત પરવ્યનું પ્રત્યાખ્યાન ન કરતો, આત્મા તેના નિમિત્તથી થવાવાળા ભાવને ત્યાગતો નથી, આમાં જીવનો બંધસાધક ભાવ નૈમિત્તિક છે, અને તે પદ્રવ્ય નિમિત્ત છે. (સમયસાર ગા. ૨૮૬-૮૭ની ટીકા). નિમિત્ત પરક નિમિત્તને લઇને, નિમિત્તના કારણે, અપેક્ષાથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નિમિત્ત એટલે પર અને નૈમિત્તિક એટલે ઉપાદાન પોતે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધના કારણે જ, સંસાર-મોક્ષ બન્ને ઊભા છે. નિમિત-નૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ, કર્તાકર્મપણું નથી. નિમિત્તનૈમિત્તિક સંબંધ હોવા છતાં પણ, કર્તાકર્મપણું નથી. નિમિત્ત નૈમિત્તિક પણું છે, અને કર્તાકર્મપણું નથી એવું ચારે પડખાનું બધું સ્વરૂપ સમજ્ય જ, સંસારના નાશનો ઉપાય હાથમાં આવે, અને તે પ્રમાણે પુરુષાર્થ કરવાથી તત્કાળ મોક્ષ થાય. નિમિત્તપણું :કારણપણું નિમિત્તમાત્ર ઉપસ્થિતિમાત્ર ૫૩૦ નિમિત્તરૂપ હાજરી રૂપ નિમિત્તા સામગ્રી નિયત :અવસ્થિત; સ્થિત; સ્થિર; દૃઢપણે રહેલું, નિશ્ચળપણે રહેલો; નિશ્ચિત; એકરૂપ અમુક; એક જ પ્રકારના. (૨) નિશ્ચિત; એકરૂપ; અમુક એક જ પ્રકારના; નિશ્ચયચળપણે રહેલો. (૩) વ્યવસ્થિત; નિશ્ચિત; દૃઢપણે રહેવું. (૪) સ્વભાવલીના પરિણામને નિયત કહેલ છે. (૫) અવસ્થિત; સ્થિત; સ્થિર; દૃઢપણે રહેલું (૬) સ્વભાવલીન પરણામને નિયત કહેલ છે. (૭) નિશ્ચિત રહેલાં, વ્યવસ્થિત; દૃઢપણે રહેલાં (૮) ચળાચળતા રહિત; જ્ઞાન અને બીજા અનંત ગુણોની પર્યાયોમાં હીનાધિકપણું થાય છે એ અનિયત છે. એનાથી રહિત ભગવાન આત્મા નિયત છે. (૯) અવસ્થિત; સ્થિત;સ્થિર; દઢપણે રહેલું; નિશ્ચિત; એકરૂપ; અમુક એક જ પ્રકારના. (૧૦) નિશ્ચિત રહેલાં, વ્યવસ્થિત, દૃઢપણે વહેલાં (૧૧) સ્વકાળથી અભેદ. વર્તમાન ક્ષણે ક્ષણે અવસ્થા બદલાય તેટલો નથી, પણ ત્રિકાળ ટકનાર હોવાથી ત્રિકાળી શક્તિથી નિત્ય, સ્થિર, નિશ્ચલ, એકરૂપ જ્ઞાયક ભાવે છે. અવસ્થાભેદ ઉપર જોયા કરે તો વિકલ્પ તૂટતો નથી, પણ રાગનો ઉત્પાદ થાય છે. તેમાં સમુદ્રનું દષ્ટાંત છે. (૧૨) નિશ્ચિત, નકકી કરેલું કે કરેલું (૧૩) નિશ્ચિત (૧૪) નિશ્ચિત, સ્વભાવ અને સ્વભાવલીન, નિર્મળ પર્યાય પ્રગટ થાય, તેને નિયત કહેલ છે, પાણીનો શીતલ સ્વભાવ છે, તે નિયત છે, સ્વભાવલીન શીતળદશા, તે નિયત છે. નિયત અને અનિયત ધર્મો વસ્તુમાં એક સાથે છે એટલે શું? :નિયત અને તેની સાથે નિયત સિવાયના બીજા અનિયત (એટલે કે, પુરુષાર્થ, કાળ, સ્વભાવ, જ્ઞાન, શ્રદ્ધા,નિમિત્ત વગેરેને) પણ જ્ઞાની સ્વીકારે છે, માટે તેને નિયત અનિયતનો મેળ થયો. (અહીં અનિયતનો અર્થ અક્રમબદ્ધ એમને સમજવો, પણ નિયતની સાથે રહેલા, નિયત સિવાયના પુરુષાર્થ વગેરે ધર્મોને અહીં અનિયત કહ્યા છે, એમ સમજવું). એ રીતે વસ્તુમાં નિયત અનિયત બન્ને ધર્મો એક સમયે એક સાથે છે, એટલે અનેકાન્ત સ્વભાવ છે. ને તેની શ્રદ્ધામાં અનેકાન્ત વાદ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy