SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભભાવ-તે સર્વ પર્યાયમાં થતા ચૈતન્યના સ્વભાવ કે સ્વભાવના પરિણામ નથી. તેઓ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને ચૈતન્ય જેવા દેખાય છે. ચૈતન્યમય તો નથી, પણ જાણે ચૈતન્ય કેમ ન હોય એવા દેખાય છે. તો પણ તે દ્વિચવિકારો ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશન્ય છે, જડ છે. (૫) સંયોગરૂપ કારણ. (૬) ઉપસ્થિતિ, હાજરી,અસ્તિત્વ; સહચર (૭) કારણ; પ્રયોજન; હેતુ; સબબ; બહાનું (૮) હાજરરૂપ અનુકુળ પર વસ્તુ (૯) પર સંયોગની હાજરી (૧૦) સંયોગ રૂપ કારણ ઉપાદાન= વસ્તુની સહજ શક્તિ (૧૧) પર સંયોગની હાજરી (૧૨) નિમિત્ત શરૂઆતમાં હાજર હોય, અને પરિણતિ વખતે, જેનો અભાવ થાય તે. (૧૨) પર સંયોગની હાજરી. (૧૩) સંયોગરૂપ કારણ. (૧૪) કર્મ (૧૫) પર (૧૬) પરદ્રવ્ય (૧૭) નૈમિત્તિક સંબંધ કોને કહે છે ? = ઉપાદાન સ્વતઃ, કાર્યરૂપે પરિણમે છે. વખતે ભાવરૂપ કે અભાવરૂપ, કયા ઉચિત (યોગ્ય) નિમિત્ત કારણોનો, તેને સાથ-સંબંધ છે, એ બતાવવાને માટે તે કાર્યને નૈમિત્તિક કહે છે. આ રીતે ભિન્ન પદાર્થોના સ્વતંત્ર સંબંધને, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહે છે. (નિમિત્ત નૈમિત્તિક સંબંધ, પરતંત્રતાનો સૂચક નથી. પરંતુ નૈમિત્તિકની સાથે કયો નિમિત્તરૂપ પદાર્થ છે, તેનું જ્ઞાન કરાવે છે. જે કાર્યને નૈમિત્તિક કહ્યું છે, તેને જ ઉપાદાનની અપેક્ષાએ, ઉપાદેય પણ કહે છે.) (૧૮) સંયોગરૂપ પર વસ્તુ, ઉપસ્થિતિ, ઉપચાર કારણ, અહેતુવત્ (૧૯) કારણ, પ્રયોજન, હેતુ, બહાનું (૨૦) હાજરરૂપ અનુકૂળ પરવસ્તુ. (૨૧) સંયોગરૂપ કારણ. (૨૨) પર સંયોગની હાજરી. (૨૩) હાજરરૂપ અનુકૂળ પરવસ્તુ (૨૪) સામી વસ્તુની હાજરી (૨૫) સંયોગરૂપ વસ્તુ. (૨૬) હાજરરૂપ, અનુકૂળ પરવસ્તુ, ઉપસ્થિત, વિદ્યમાન (૨૭) સંયોગરૂપ કારણ. (૨૮) સાનુકુળ યોગ. પ્રશ્ન : ઉપદેશમાત્રથી લાભ ન થાય એમ આપ કહો છો અને હિતનો ઉપદેશ તો આપ આપો છો ? ૫૯ સમાધાન :-ભાઇ, વાણીના કાળે વાણી નીકળે છે અને સાંભળનારને પણ તેની યોગ્યતાના કાળે એવું નિમિત્ત હોય છે. પણ સાંભળે છે તેથી તથા સંભળાવનાર નિમિત્ત છે. તેથી જ્ઞાન થાય છે એમ નથી. ત્યાં તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થવાની અ જન્મક્ષણ જ છે. સ્વસન્મુખ થઇને નિર્મળ પર્યાય થાય તે કાળે તેવી નિર્મળતા થવાનો સ્વકાળ જ છે. અને નિમિત્તાદિ પણ એમ જ છે. છતાં રાગ કે નિમિત્ત છે માટે નિર્મળતા થાય છે એમ નથી. નિર્મળ પર્યાય થવાની યોગ્યતાનતા કાળે યથાર્થ ઉપદેશનું નિમિત્ત હોય અને ઉપદેશ સાંભળવાનો વિકલ્પ પણ હોય તેથી એ નિમિત્ત કે વિકલ્પ જ્ઞાન કરી દે છે એમ નથી. નિમિત્તાદિ, વસ્તુની જન્મક્ષણ નીપજાવનાર નથી. વસ્તુની જે જન્મક્ષણ છે તે (જન્મથી વ્યાપ્ત છે, ઉત્પાદથી વ્યાપ્ત છે, વ્યય વ્યયથી વ્યાપ્ત છે અને ધ્રુવ ધ્રુવથી વ્યાપ્ત છે. પ્રવચનસારમાં આ વાત લીધી છે. આ પ્રવચન સાર તો દિવ્ય ધ્વનિનો સાર છે. ભગવાન એમ કહે છે કે-તું અમારી દિવ્ય ધ્વનિ સાંભળે છે એથી તેને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. પરંતુ જ્ઞાનની પર્યાયનો જન્મક્ષણ છે તેથી ઉત્પન્ન થાય છે. નિમિત્ત કારણ ઃકોઇ પણ કાર્ય રૂપ પરિણામ માટેનું અલગ સાધનરૂપ કારણ (૨) સંયોગરૂપ વસ્તુ (૩) જે પદાર્થ પરમાં સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ ઉપાદાન કાર્યની ઉત્પત્તિમાં, અનુકુળ હાજરીરૂપ હોય, તેને નિમિત્ત કારણ કહે છે. (૪) જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકુળ હોવાનો જેના ઉપર આરોપ આવી શકે, તે પદાર્થને નિમિત્તકારણ કહે છે. જેમ કે, ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર, આદિ ( નિમિત્ત સાચું કારણ નથી. અહેતુવત્ (અકારણવત) છે, કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર માત્ર કારણ છે. (૫) નિમિત્તદષ્ટિ તે સંસાર છે. (૬) પરવસ્તુ-બીજી ચીજ, આરોપિત કારણ. (૭) જે પોતે કાર્યરૂપ ન થાય પણ, કાર્યની ઉત્પત્તિ વખતે હાજરરૂપ, ઉપસ્થિત કારણ. (૮) જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો, જેના ઉપર આરોપ આવી શકે, તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જેમ કે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy