SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ નોકર્મઃ ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ, એ બણ શલ્પ આદિ સર્વ વિભાવપરિણામોથી રહિત, શૂન્ય હું છું. ઊર્વ જીવો પણ આવા જ છે. એવી નિરંતર ભાવના કરવી. જુઓ આ ધર્મીની ભાવના-એકરસ-સમરસભાવના. ધર્મનો ધર્મ : જો તારે હિત કરવું હોય, ધર્મ કરવો હોય અને ભવનો અંત લાવવો હોય, તો સહજ જ્ઞાનને આનંદ સ્વરૂપ, પૂર્ણ પ્રભુત્વમય, સહજ પરમ ઐશ્વર્યસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ, નિજ જ્ઞાયકતત્ત્વને અનુસરીને પરિણમન કરવું, એ જ તારું કાર્ય છે. પુય-પાપરૂપ વિકારી ભાવો, અનાદિકાળથી કરતો આવ્યો છે, પણ તે સંસાર છે, દુઃખમય છે અને પરિભ્રમણનું કારણ છે. હવે જો તારે ધર્મકાર્ય કરવું હોય, તો શાકભાવ કોણ છે. અને આ પુણ્યપાપમય વિકારી પરિણમન શું, છે એનું ભેદજ્ઞાન કરી, ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકતત્ત્વ અનુસાર નિર્મળ દશા પ્રગટ કરવી, એ જ તારું કર્તવ્ય છે. સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનને સમ્યક્રમણતાએ, તત્ત્વના અનુસારે થતી, સાધક દશા છે. ધર્મીનો ધર્મ છે. ધ્યાતા : ધ્યાન કરનાર ધ્યાન ધ્યેયમાં વિશેષ એકાગ્રતા, ધ્યેયમાં એકાગ્રતા અમુક કાળ ચાલુ રહે તે ધ્યાન. ધ્યાન ચાર પ્રકારનાં છે. પ્રથમ બે આર્ય અને ચંદ્ર ધ્યાન તજવા યોગ્ય છે. અને ધર્મ અને શુકલ ધ્યાન ઉપાદેય છે. (૨) (૧) પદસ્થ ધ્યાન=પવિત્ર મંત્રાક્ષરાદિ પદોનું અવલંબન લઇ જે ધ્યાનમાં એકાગ્રતા કરવી તે પદસ્થ ધ્યાન છે. (૨) પિંડWધ્યાન=પાર્થિવી, આગ્નેયી,મારુતી, વાણી અને તત્વભૂત આ પાંચ ધારણાઓ વડે ચિત્તને એકાગ્ર કરી દેવેન્દ્રોના પ્રભાવથી પણ જેનો અધિક પ્રભાવ છે એવા સર્વજ્ઞ પરમાત્મા સમાન પોતાન આત્માને ચિંતતવો તે પિંડWદયાન છે. રૂપસ્થ ધ્યાન= સર્વ અતિશયોથી પરિપૂર્ણ, કેવળ જ્ઞાનથી શોભતા સમવસરણ (દિવ્યસભા)માં વિરાજેલાં સર્વજ્ઞ ભગવાનનારૂપનું આલંબન લઇ જે આત્મદયાનમાં એકાગ્રતા કરવી તે રૂપસ્થ ધ્યાન છે. ૪૮૮ (૪) રૂપાતીત ધ્યાન=આકૃતિ રહિત જ્ઞાનાનંદ સ્વરૂપ નિરંજન (કર્મરહિત) સિધ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. ચિંતન, ઇંદ્રિયોની બધી વૃત્તિઓની એકાગ્રતા મુનિને જ શુધ્ધાત્મ સ્વરૂપનું નિશ્ચળ ઉગ્ર આલંબન વર્તે તેને અહીં મુખ્યપણે ધ્યાન કહ્યું છે. (શુધ્ધાત્મા લંબનની ઉગ્રતાને મુખ્ય ન કરીએ તો, અવિરત સખ્યદ્ર િટને પણ જઘન્ય ધ્યાન કહેવામાં વિરોધ નથી, કારણ કે તેને પણ શુધ્ધાત્મ સ્વરૂપનું જઘન્ય આલંબન તો હોય છે. ગુણી અને ગુણમાં વસ્તુ અપેક્ષાએ અભેદ છે તેથી આત્મા કહો કે જ્ઞાન કહો-બન્ને એક જ છે. તે જ્ઞાનમાં-નિજાત્મામાં-નિજાત્મા વડે નિશ્ચય પરિણતિ કરીને તેનું સંચેતન-સંવેદન-અનુભવન કરવું તે ધ્યાન છે. ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યા છે, (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છેઃ-(૧) આજ્ઞાવિચય, (૨) સપાયરિચય, (૩) વિપાકવિચય, (૪) સંસ્થાનવિચય. આ ચાર ભેદ છે. ધર્મધ્યાનના ચાર લક્ષણ કહે છેઃ-(૧) આજ્ઞારુચિ, (૨) નિરાગૈરુચિ, (૩) સૂત્રરુચિ, અને (૪) ઉપદેશરુચિ. ધર્મધ્યાનના ચાર અવલંબન છેઃ-(૧) વાંચના, (૨) પૃચ્છના, (૩) પરાવર્તન અને (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છેઃ-(૧) એકત્વાનુપ્રેક્ષા, (૨) અનિત્યાનુપ્રેક્ષા, (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સંસારાનુપ્રેક્ષા. સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતાં હું પોતે સ્વરૂપથી સિદ્ધ છું એમ સ્વરૂપની અંતષ્ટિ થાય ત્યારે આત્મધ્યાન થાય છે. જેને મોહ અને રાગદ્વેષ નથી તથા યોગોનું સેવન નથી. (અર્થાત મનવચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે) તેને શુભાશુભને બાળનારો ધ્યાનમય અગ્નિ પ્રગટે છે. શુધ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્ય પરિણતિ તે ખરેખર ધ્યાન છે. તે ધ્યાન પ્રગટવાની વિધિ હવે કહેવામાં આવે છે -જયારે ખરેખર યોગી, દર્શન
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy