SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીય અને ચારિત્ર મોહનીયનો વિપાક પુદગલકર્મ હોવાથી તે વિપાકને (પોતાથી ભિન્ન એવાં અચેતન) કમોમાં સમેટી દલને, તદનુસાર પરિણતિથી ઉપયોગને વ્યાવૃત્ત કરીને (તે વિપાકને અનુરૂપ પરિણમવામાંથી ઉપયોગને નિવર્તાવીને); મોહી, રાગી અને દ્વેષી નહિ થતા એવા તે ઉપયોગને અત્યંત શુદ્ધ આત્મામાં જ નિષ્ઠાપણે લીન કરે છે ત્યારે તે યોગીને કે જે પોતાના નિષ્ક્રિય ચૈતન્યરૂપ સ્વરૂપમાં વિશ્રાંત છે. મન-વચન-કાયને ભાવતો નથી. અને સ્વકર્મોમાં વ્યાપાર કરતો નથી. તેને સકળ શુભાશુભ કર્મરૂપ ઇંધનને બાળવામાં સમર્થ હોવાથી અગ્નિ સમાન એવું, પરમ પુરુષાર્થ સિધ્ધિના ઉપાયભૂત ધ્યાન પ્રગટે હમણાં પણ ત્રિરત્નશુધ્ધ જીવો (આ કાળે પણ સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ રત્નોથી શુધ્ધ એવા મુનિઓ) આત્માનું ધ્યાન કરીને ઇંદ્રપણું તથા લૌકાંતિક-દેવપણું પામે છે અને ત્યાંથી વીને (મનુષ્યભવ પામી) નિર્વાણને પ્રાપ્ત કરે છે. શ્રુતિઓનો અંત નથી. (-શાસ્ત્રોનો પાર નથી), કાળ થોડો છે, અને આપણે દુમેર્ધ છીએ; માટે તે જ કેવળ શખવા યોગ્ય છે કે જે જરા-મરણનો ક્ષય કરે. ભાવાર્થ-નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્ય ચમત્કારમાં નિશ્ચલ પરિણતિ તે ધ્યાન છે. આ પ્લાન મોક્ષના ઉપાયરૂપ છે. જેમ થોડો પણ અગ્નિ પુષ્કળ ઘાસ અને કાષ્ઠના રાશિને અલ્પ કાળમાં બાળી નાખે છે, તેમ મિથ્યાત્વ-કપાયાદિ વિભાવના પરિત્યાગ સ્વરૂપ મહા પવનથી પ્રજવલિત થયેલો અને અપૂર્વ સદભૂત-પરમ-આલ્હાદકાત્મક સુખસ્વરૂપ ઘીથી સીંચાયેલો નિશ્ચય-આત્મ સંવેદનરૂપ ધ્યાનાગ્નિ મૂલોત્તર પ્રવૃત્તિ ભેદવાળા કર્મરૂપી ઇંધનના રાશિને ક્ષણમાત્રમાં બાળી નાખે છે. આ પંચમકાળમાં પણ યથાશક્તિ ધ્યાન થઇ શકે છે. આ કાળે જે વિચ્છેદ છે તે શુકલ ધ્યાનનો કે, ધર્મ ધ્યાનનો નહિ. આજે પણ અહીંથી જીવો ધર્મ ધ્યાન કરીને દેવનો ભવ અને પછી મનુષ્યનો ભવ-પામી મોક્ષને પ્રાપ્ત કરે છે. ૪૮૯ વળી બહુશ્રુતધરો જ ધ્યાન કરી શકે એમ પણ નથી; સારભૂત અલ્પશ્રુતથી પણ ધ્યાન થઇ શકે છે. માટે મોક્ષાર્થીઓએ શુધ્ધાત્માનો પ્રતિપાદક, સંવર નિર્જરાનો કરનારો અને જરામરણનો હરનારો સારભૂત ઉપદેશ ગ્રહીને ધ્યાન કરવા યોગ્ય છે. (અહીં એ લક્ષમાં રાખવા યોગ્ય છે કે ઉપરોકત ધ્યાનનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વિના ધ્યાન હોતું નથી; કારણ કે નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્ય ચમત્કારની (શુધ્ધાત્માની) સમ્યક પ્રતીતિ વિના તેમાં નિશ્ચળ પરિણતિ કયાંથી થઇ શકે ? માટે મોક્ષના ઉપાયભૂત ધ્યાન કરવા ઇચ્છનારે જીવે પ્રથમ તો જીનોક્ત દ્રવ્યગુણ પર્યાયરૂપ વસ્તુ સ્વરૂપની યર્થાથ સમજણપૂર્વક નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્ય ચમત્કારની સમ્યક પ્રતીતિનો સર્વ પ્રકારે ઉદ્યમ કરવા યોગ્ય છે; ત્યાર પછી જ તે ચૈતન્ય ચમત્કારમાં વિશેષ લીનતાનો યર્થાથ ઉદ્યમ થઇ શકે છે.). અંતટિ સહિત તે ધ્યાન, અતીન્દ્રિય આનઃદરૂપ, અંતદષ્ટિ રાગનું અને પરનું લક્ષ છોડી, ધુવ સ્વભાવમાં લક્ષ કરવું, શુદ્ધાત્મામાં એકપણા રૂપ પરિણમન કરવું. દષ્ટિનો વિષય તો એક ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે. આવા એક ધ્રુવ સ્વભાવને, દૃષ્ટિનો વિષય ન માનતાં દ્રવ્ય-પર્યાય બેને દષ્ટિનો વિષય માને છે, તે ભૂલ છે. અંતઃતત્ત્વ સ્વરૂપ ભગવાન આત્મા અને બહિર્તત્વ, એવી નિર્મળ પર્યાય એ બેની માન્યતા (શ્રદ્ધાન) એ વ્યવહાર સમકિત છે. બેને વિષય કરે, એ રાગ છે. તેથી જીવને રાગ જ ઉત્પન્ન થાય. વ્યવહાર સમકિત, એ રાગરૂપ પરિણામ છે. બેપણું જેનો વિષય છે, તે રાગ છે અને એકપણું (નિજ ધૃવસ્વભાવ), તે સમ્યગ્દર્શનનો વિષય છે. ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે, એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર, એ જ ધ્યાન. ચિત્તની જો સ્થિરતા થઇ હોય, તો તેવા સમય પરત્વે પુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy