SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં, સહકારી નિમિત્ત છે. જેમ માછલાને ગમન કરવામાં જળ નિમિત્ત છે, તેમ. (૩) સ્વયં ગતિરૂ૫ પરિણત જીવ અને પુદગલોને ગમન કરતી વખતે, જે નિમિત્ત (ઉદાસીનપણે હાજર) હોય, તેને ધર્માસ્તિકાય કે ધર્મદ્રવ્ય કહે છે. જેમ કે માછલીને માટે પાણી. (૪) તે અનાદિ અનંત પદાર્થ છે. અરૂપી છે. લોકાકાશ પ્રમાણ, તે એક અખંડ દ્રવ્ય છે. તે દ્રવ્ય પોતે, ગતિ કરતું નથી. પણ જીવ-પુદ્ગલને ગતિ કરવામાં સહકારી નિમિત્ત છે, જેમ માછલાને ગમન કરવામાં જળ નિમિત્ત છે, તેમ. (૫) સકળલોકવ્યાપી, અસંખ્ય પ્રદેશોના પ્રસ્તાર (કુલાવ-વિસ્તાર) રૂપ હોવાથી, ધર્માસ્તિકાય પ્રદેશવાન છે. (૬) અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ છે. સકળલોકપ્રમાણ છે, અખંડિત વિસ્તીર્ણ અને અસંખ્યાતપ્રદેશાત્મક દ્રવ્ય છે. અનંત અગુરુલધુપણે તે નિરંતર પરિણમિત છે. ગતિક્રિયાયુકત જીવાદિને કારણભૂત છે, પોતે અકાર્ય છે, અર્થાત કોઇથી ઉત્પન્ન થયેલું, તે દ્રવ્ય નથી. જેમ મલ્યની ગતિને, જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલ દ્રવ્યની ગતિને, ઉપકાર કરે છે. જે ધર્માસ્તિકાય જાણવો. (૭) જે ગતિપરિણત જીવ તથા પુગલોને, ચાલવામાં સહાય કરે, જેમ પાણી, માછલાંને ચાલવામાં મદદરૂપ છે. ધર્મોનિકાયનું સ્વરૂપ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનો અત્યંત અભાવ હોવાથી ધર્માસ્તિકાય ખરેખર અમૂર્ત સ્વભાવવાળો છે; અને તેથી જ અશબ્દ છે; સમસ્ત લોકાકાશમાં વયાપીને રહેલો હોવાથી લોકવ્યાપક છે; અયુતસિધ્ધ પ્રદેશવાળો હોવાથી અખંડ છે; સ્વભાવથી જ સર્વતઃ વિસ્તૃત હોવાથી વિશાળ છે; નિશ્ચયનયે એક પ્રદેશી હોવા છતાં વ્યવહારનયે અસંખ્યાત પ્રદેશી ૪૮૭ અન્યત્ર લોકના અસંખ્યમા ભાગ-માત્ર હોવાથી તેને તે સંભવતું નથી, લોક ને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી અધર્મને તે સંભવતું નથી. (કાળ ને પુલ એકપ્રદેશી હોવાથી તેઓ લોક સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહિ; જીવ સમુઘાત સિવાયના કાળે લોકના અસંખ્યાતમાં ભાગમાં જ રહેતો હોવાથી તે પણ લોક સુધી ગમનમાં નિમિત્ત થઈ શકે નહિ; આકાશ ગતિમાં નિમિત્ત હોય તો જીવ-પુલોની ગતિ અલોકમાં પણ હોય અને તેથી લોક-અલોકની મર્યાદા રહે નહિ, માટે ગતિતત્વ આકાશનો ગુણ પણ નથી; અધર્મ દ્રવ્ય તો ગતિથી વિરુદ્ધ કાર્ય જે સ્થિત તેમાં નિમિત્તભૂત છે, માટે તે પણ ગતિમાં નિમિત્ત થઈ શકે નહિ. આ રીતે ગતિeતુત્વગુણ ધર્મ નામના દ્રવ્યનું અસ્તિત્વ જણાવે છે.) જીવ-પુલો ગતિ કરતા જણાય છે. તેથી જેમ માછલાંને ગતિમાં નિમિત્તભૂત જળ છે તેમ જીવ-૫ગલોને ગતિમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકવ્યાપી ધર્મદ્રવ્ય છે. ધર્મી અનેક ધર્મોના સમૂહનું નામ જ, ધર્મી છે. ધર્મ અને ગુણ, એ બન્નેય એકાર્થ છે. જ્યારે કોઇ ખાસ ગુણનું વિવેચન કરવામાં આવે છે ત્યારે તે વિવેચનીય ગુણ તો ધર્મ કહેવાય, અને બાકીના અનંત ગુણોનો સમુદાય, તે ધર્મ (પિંડ દ્રવ્ય) કહેવાય છે. ધણ જીવુ ધર્મ જીવ એટલે, ચોથા ગુણસ્થાનવાળો જીવ, ધર્મી જીવ એટલે, પૂર્ણ દશાને પ્રગટ કરનારો જીવ. ધર્મી જીવની ભાવના શુદ્ધ નિશ્ચય નયની શું એક કેવલ ત્રણ લોકમાં ત્રણકાલમાં મન-વચન-કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી ઉદાસીન છે. નિજ નિરંજન શુદ્ધ આત્માનાં સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યઅનુકાનરૂપ, નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન, વીતરાગ સહજાનઃદ સુખાનુભૂતિમાત્ર લક્ષણવાળા સ્વસંવેદનજ્ઞાનથી, સ્વસંવૈદ્ય-ગમ્ય-પ્રાપ્ય એવો પરિપૂર્ણ હું છું, રાગ દ્વેષ,મોહ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્સિયોનો વિષય વ્યાપાર, મન-વચન-કાયાના વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, ધર્માસ્તિકાયનો વિશેષ ગુણ :એકી સાથે સર્વગમનપરિણામી (ગતિરૂપે પરિણમેલાં) જીવ-પુદ્ગલોને ગમનનું હેતુપણું ધર્મનો વિશેષ ગુણ છે. એવી જ રીતે એક જ કાળે ગતિપરિણત (ગતિરૂપે પરિણમેલાં) સમસ્ત જીવ-પુદ્ગલોને લોક સુધી ગમનનું હેતુપણું ધર્મને જણાવે છે, કારણકે કાળ ને પુગલ અપ્રદેશી હોવાથી તેમને તે સંભવતું નથી, જીવ સમુદ્યાત સિવાય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy