SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ તિથwથય પ્રદેશોના સમૂહ તે તિર્થપ્રચય. આકાશ અવસ્થિત (નિશ્ચલ, સ્થિર). અનંત પ્રદેશોવાળું હોવાથી, ધર્મ તથા અધર્મ અવસ્થિત અસંખ્ય પ્રદેશોવાળાં હોવાથી, જીવ અનવસ્થિત (અસ્થિર) અસંખ્ય પ્રદેશો વાળો હોવાથી અને પુદગલ દ્રવ્ય અનેક પ્રદેશી પણાની શકિત સહિત, એક પ્રદેશ વાળું તથા પર્યાયે બે અથવા ઘણા - સંખ્યાત, અસંખ્યાત ને અનંત પ્રદેશો વાળું હોવાથી તેમને તિર્યકપ્રચય છે. પરંતુ કાળ ને તિર્યકપ્રચય નથી. કારણ કે તે શકિતએ તેમજ વ્યકિત એ, એક પ્રદેશોવાળો છે. તિથmના ત્રણ પ્રકાર :તિર્થંકર દેવો ત્રણ પ્રકારના છે. (૧) પંચ કલ્યાણિક, (૨) ત્રણ કલ્યાણિક અને (૩) બે કલ્યાણિક. જેમને પૂર્વભવમાં તીર્થંકરપ્રકૃતિ બંધાયેલી હોય તેઓને તો નિયમથી ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ, એ પાંચ કલ્યાણિક હોય છે. જેઓને વર્તમાન મનુષ્ય પર્યાયના ભવમાં જ ગૃહસ્થા અવસ્થામાં તીર્થકર પ્રકૃતિ બંધાય, તેમને તપ, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણિક હોય છે. અને જેઓ તિયથ:પશુગતિ (૨) પશુ, ઢોર, પક્ષી, આડાં અંગવાળાં પ્રાણી તિય ગતિનાં દુઃખોનું વર્ણન આ જીવનિગોદમાં અનંતકાળ સુધી રહી, ત્યાં એક શ્વાસમાં ૧૮ વાર જન્મધારણ કરીને, જેનું કથન ન થઇ શકે એવું દુઃખ ઉઠાવે છે. ત્યાંથી નીકળીને, બીજા સ્થાવર પર્યાયો પ્રાપ્ત કરે છે. ત્રણ પર્યાય તો, ચિંતામણિરત્ન સમાન ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ વિકલ ત્રયના શરીરો ધારણ કરી, ઘણું દુઃખ પામે છે. કદાચિત અસંજ્ઞી પંચેન્દ્રિય થયો, તો મન વગર દુઃખ પામે છે. સંજ્ઞી થાય, તો પણ ત્યાં કમજોર પ્રાણી, બળવાન પ્રાણી દ્વારા સતાવાય છે. બળવાન પ્રાણી, બીજાને દુઃખ આપી, ઘણાં પાપનો બંધ કરે છે. તથા છેદન, ભેદન, ભૂખ, તરસ, શીત, ગરમી વગેરે, અદશ્ય દુઃખ પામે છે. તિર્યકતીરછો; આડો; ક્ષેત્ર અપેક્ષિત. તિર્થક પ્રચય પ્રદેશોનો પ્રચય સમૂહ) તે તિર્યક પ્રચય. (૨) સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય તે ઊર્ધ્વપ્રચય. ૪૨૦ ત્યાં આકાશ અવસ્થિત (-નિશ્ચળ, સ્થિર) અનંત પ્રદેશોવાળું હોવાથી, ધર્મ તથા અધર્મ અવસ્થિત અસંખ્ય પ્રદેશોવાળાં હોવાથી, જીવ અનવસ્થિત (અસ્થિર) અસંખ્ય પ્રદેશોવાળો હોવાથી અને પુદ્ગલ દ્રવ્ય અનેક પ્રદેશીપણાની શક્તિ સહિત એકપ્રદેશવાળું તથા પર્યાયે બે અથવા ઘણા (સંખ્યાત, અસંખ્યાત ને અનંત) પ્રદેશોવાળું હોવાથી તેમને તિર્યક પ્રચય છે. પરંતુ કાળને તિર્યપ્રચય નથી, કારણકે તે શક્તિએ તેમજ વ્યક્તિએ એક પ્રદેશવાળો છે. (૩) તીરછા-ત્રાંસા સમૂહરૂપ; તીરછા જથ્થારૂપ; અક્રમવર્તી. તિર્યકwથયક્ષ :તિરછા, એક બાજુક વાંકુ, ત્રાંસુ તિર્યથ:૫શુ આદિ (૨) તિર્યંચગતિનામ અને તિર્યંચાયુના ઉદયથી તિર્યંચો હોય છે. તિર્યંચો કેટલાંક પંચેન્દ્રિય હોય છે અને કેટલાંક એકૅન્દ્રિય, દ્વીદ્રિય, ત્રીદિય અને ચતુરિંદ્રિય પણ હોય છે. તેઓ પૃથ્વી, શંબૂક, જૂ, ડાંસ, જળચર, ઉરગ, પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ (ચોપગાં) ઈત્યાદિ ભેદોને લીધે અનેક પ્રકારનાં છે. તિય આયના આરાવનું કારણ :માયા-છળકપટને તિર્યંચાયુના આસનું કારણ છે. ૧) માયાથી, મિથ્યાધર્મનો ઉપદેશ કરવો. ૨) બહુ આરંભ-પરિગ્રહમાં, કપટમય પરિણામ કરવા. ૩) કપટ-કુટિલ કર્મમાં, તત્પરપણું હોવું. ૪) પૃથ્વીભેદ સમાન, ક્રોધીપણું હોવું. ૫) શીલરહિતપણું હોવું. ૬) શબ્દથી ચેષ્ટાથી, તીવ્ર માયાચાર કરવો. ૭) પરના પરિણામમાં, ભેદ ઉપજાવવો. ૮) અતિ, અનર્થ પ્રગટ કરવો. ૯) ગંધ-રસ-સ્પર્શનું, વિપરીત પણું કરવું. ૧૦) જાતિ-કુળ-શીલમાં, દૂષણ લગાડવું ૧૧) વિસંવાદમાં, પ્રીતિ રાખવી. ૧૨) પરના ઉત્તમ ગુણને, છૂપાવવો. ૧૩) પોતામાં ન હોય તેવા ગુણો, કહેવા. ૧૪) નીલ-કાપોત વેશ્યારૂપ, પરિણામ કરવા.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy