SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ અનશનાદિ બાર પ્રકારનાં બાહ્ય તપ કહેવાય છે. અને અંતરંગમાં સમસ્ત પર દ્રવ્યોની ઇચ્છાનો નિરોધ કરીને, આત્મસ્વભાવમાં હેવું તે અત્યંતર તપ છે. તથા તેથી સમસ્ત વિભાવ ભાવ જીતાય છે. તે તપરૂપ આત્મા છે. જ્યાં સુધી યોગી તપસ્વી શુદ્ધ આત્મતત્ત્વને નથી જાણતો- ઓળખતો ત્યાં સુધી, તેનો બાહ્ય તથા અત્યંતર બન્ને પ્રકારના તપમાંથી, કોઇપણ પ્રકારનું તપ કરવા છતાં, કર્મોની નિર્જકરા થતી નથી. સંવરના અધિકારમાં જે રીતે સંવરના અધિકારીને માટે, આત્મતત્વને જાણવા અને તેમાં સ્થિત થવાની વાત કહેવામાં આવી છે, તેવી જ રીતે નિર્જરાના અધિકારી માટે પણ તે સમજવું જોઇએ. જે આત્માને જ નથી સમજતો, તેનું બાહ્ય અત્યંતર બન્ને પ્રકારનું તપ જેમાં ધ્યાન પણ સામેલ છે, એક પ્રકારે નિરર્થક થાય છે. - તેનાથી ન સંવર થાય છે અને ન નિર્જરા. જપશ્ચરણની સાથે આત્માને જાણવો, તે શૂન્ય સાથે અંકની જેમ તેને સાર્થક બનાવે છે. સ્થી કેવળ તપશ્ચરણના મોહમાં જ ગુંચવાઇ રહેવું ન જોઇએ. આત્માને જાણવા તથા ઓઇખવાનો. ઊંથી પ્રથમ પ્રયત્ન કરવો જોઇએ. અનંત વરસ સુધી તું બહારનો તપ કરે, તો પણ આત્મધર્મ ન પ્રગટે, પણ આત્માની ઓળખણ કરીને પર પદાર્થની ઇચ્છાનો નાશ કરવો, તે આત્માનું તપ છે, તેવું તપ કરવાથી આત્મધર્મ પ્રગટે છે. માટે પરનો આશ્રય છોડીને સ્વતત્ત્વની રુચિ કરવી, પ્રેમ કરવો, મનન કરવું તે જ સત્ સ્વભાવને પ્રગટાવવાનો ઉપાય છે. પર પદાર્થના આશ્રયે સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાન થાય, તેમ નથી-એમ પહેલું જાવું જોઇએ. તપ છ પ્રકારે છે. (૧) અંતવૃત્તિ થાય છે. (૨) એક આસને કાયાને બેસાડવી તે. (૩) ઓછો આહાર કરવો તે. (૪) નીરસ આહાર કરવો તે. અને વૃત્તિઓ ઓછી કરવી તે. (૫) સંલીનતા (૬) આહારનો ત્યાગ તે. ગૃહસ્થને નિશ્ચય સાધનામાં બાર પ્રકારનાં તપ હોય છે. બાહ્ય અને અંતરંગ એવા ભેદથી ત૫ બે પ્રકારનું છે. બાહ્ય તપ છ પ્રકારનાં છે. ૧. અનશન, ૨.ઉણોદર ૩. વિવિકત શાસન ૪. રસપરિત્યાગ, ૫. કાયકલેશ અને ૬. વૃત્તિ સંખ્યા. આ છે પ્રકારના તપનું વિવરણ આ પ્રકારે છે. ૪૦૭ (૧) અનશન તપ - અર્થાત્ ઉપવાસ દ્વારા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો. ખાધ, વાઘ, લેહ્ય અને પેય એ રીતે આહાર ચાર પ્રકારનો છે. (૨) અવમોઘ - ઉણોદર તપ - એટલે એકાશન કરવું, ભૂખથી ઓછું ખાવું. એ બેઉ પ્રકારના તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. અને ધ્યાનની પ્રાપ્તિ થાય છે. નિદ્રા મટે છે, દોષ ધટે છે, સંતોષ થાય છે, સ્વાધ્યાય કરવામાં મન લાગે છે. (૩) વિવિકત શવ્યાસન - જ્યાં મનુષ્યોનું આવાગમન-અવરજવર ન હોય એવા એકાંત સ્થાનમાં વાસ કરવો. (૪) રસપરિત્યાગ - દૂધ, દહીં, ઘી, સાકર અને તેલ - આ પાંચ રસનો ત્યાગ અને મીઠાનો તેમજ લીલોતરીનો પણ ત્યાગ કરવો તેને રસ પરિત્યાગ કહે છે. જો કે રસ તો પાંચ જ છે. તો પણ ઇન્દિસંયમની અપેક્ષાએ, સાતેયનો ત્યાગ કરવો જોઇએ. એના ત્યાગનો ક્રમ મીઠું, લીલોતરી, સાકર, ધી, દૂધ, દહીં અને તેલ એ પ્રમાણે છે. અને એ રવિવારના દિવસથી શરૂ કરવું જોઇએ. (૫) કાયકલેશ - શરીરને પરિષહદ ઉપજાવીને પીડા સહન કરવી, તેનું નામ કાયકલેશ છે. આ કાયકલેશનો અભ્યાસ કરવાથી, અનેક કઠોર ઉપસર્ગ સહન કરવાની શકિત ઉત્પન્ન થાય છે, શરીર સાથેનો મમત્વભાવ ધટે છે અને રાગનો અભાવ થાય છે. (૬) વૃનિસંખ્યા - વૃત્તિની મર્યાદા કરી લેવી. જેમ કે આજે મને આવું ભોજન મળે તો હું આહાર કરીશ અથવા આટલાં ઘરે ભોજન માટે જઇશ - વગેરે પ્રકારથી નિયમ કરી લેવો. આ રીતે આ પ્રકારનાં બાહ્ય તપનું વિવરણ કર્યું. અંતરંગ તપના છ ભેદ છે - વિનય, વૈયાવૃત્ય, પ્રાયશ્ચિત અને એવી જ રીતે ઉત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાન એ રીતે અંતરંગ તપ સેવન કરવા યોગ્ય છે. (૧) વિનય - વિનય અંતરંગતપ ચાર પ્રકારનું છે. ૧. દર્શન વિનય, ૨. જ્ઞાન વિનય, ૩. ચારિત્ર વિનય અને ૪. ઉપચાર વિનય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy