SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૧) સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો, સમ્યગ્દર્શનના મહાત્મનો પ્રચાર કરવો, સમ્યગ્દષ્ટિ જીવોની વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા, તથા પોતાનું સમ્યગ્દર્શન સદા નિર્દોષ રાખવું, એ દર્શન વિનય છે. ૨) જ્ઞાનની પ્રાપ્તિ કરવી, જ્ઞાનનો પ્રચાર કરવો, સ્વાધ્યાય શાળા, વિદ્યાલય ખોલાવવાં, શાસ્ત્રો વહેંચવા એ બધો જ્ઞાન વિનય છે. ૩) ચારિત્ર પ્રાપ્ત કરવું, ચારિત્રનો ઉપદેશ દેવો વગેરે, ચારિત્ર વિનય છે. ૪) રત્નત્રય ધારકોનો અને બીજા ધર્માત્મા ભાઇઓનો શારીરિક વિનય કરવો, તે આવે ત્યારે ઊભા થવું, નમસ્કાર કરવા, હાથ જોડવા, પગે પડવું વગેરે – એ બધા ઉપચાર વિનય છે. તીર્થક્ષેત્રની વંદના કરવી, એ પણ ઉપચાર વિનય છે, પૂજા ભકિત કરવી એ પણ ઉપચાર વિનય છે, રત્નત્રયની પ્રાપ્તિ કરવી, એ જ સાચો વિનય છે. આ રીતે વિનયતાનું વર્ણન પૂર્ણ કર્યું. (૨) વૈયાવૃત્ય - પોતાના ગુરૂ વડે આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, અજિંકા, શ્રાવક, શ્રાવિકા, ત્યાગી ઇત્યિાદિ ધર્માત્મા સજજનોની સેવા-સુશ્રુષા કરવી, એને વૈયાવૃત્ય કહે છે. કોઈ વાર કોઇ વ્રતધારીને રોગ થઇ જતાં શુદ્ધ પ્રાસુક ઔષધથી તેમનો રોગ દૂર કરવો. જંગલોમાં વસતિકા, કુટી વગેરે બનાવવાં, એ બધું વૈયાવૃત્ય જ છે. (૩) પ્રાયશ્ચિત - પ્રમાદથી જે કાંઇ દોષ થઇ ગયો હોય, તેને પોતાના ગુરૂ સામે પ્રગટ કરવો, તેમના કહેવા પ્રમાણે તે દોષને દોષ માનીને, તથા આગામી કાળમાં તે પ્રમાણે ન કરવાની પ્રતિજ્ઞા કરીને, જે કાંઇ દંડ દે તે દંડનો સ્વીકાર કરવો, તેને પ્રાયશ્ચિત અંતરંગતપ કહે છે. એનાથી વ્રતચારિત્રની શુદ્ધિ થાય છે. ૧. આલોચન, ૨. પ્રતિક્રમણ, ૩.વિવેક, ૪. વયુત્સર્ગ,૫. તપ, ૬, છેદ, ૭. પરિહાર અને ૮. ઉપસ્થાપના - એ રીતે પ્રાયશ્ચિતના નવ ભેદ છે. (૪) ઉત્સર્ગ - શરીરના મમત્વનો ત્યાગ કરવો, તથા ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરવો, અને સંસારની વસ્તુઓને પોતાની ન માનવી, ઇત્યિાદિ મમત્વ ૪૦૮ - અહંકાર બુદ્ધિનો ત્યાગ કરવો તેને જ ઉત્સર્ગ નામનું અંતરંગ તપ કહે છે. (૫) સ્વાધ્યાય - પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ, અને દ્રવ્યાનુયોગ એ, ચાર પ્રકારના શાસ્ત્રોની સ્વાધ્યાય કરવી, શીખવું, શીખવવું, વિચારવું, મનન કરવું. એ સ્વાધ્યાય કરવાથી, સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અન્ય જીવોને સમ્યજ્ઞાનનો બોધ થાય છે, પરિચય સ્થિર રહે છે. સંસારથી વૈરાગ્ય થાય છે. ધર્મની વૃદ્ધિ થાય છે વગેરે, અનેક ગુણ પ્રગટ થાય છે, તેથી સ્વાધ્યાય કરવી જોઇએ. (૬) ધ્યાન - એકાગ્ર ચિત્ત થઇને સમસ્ત આરંભ - પરિગ્રહથી મુકત થઇ, પંચ પરમેષ્ઠી અને આત્માનું ધ્યાન કરવું તેને જ ધ્યાન કહે છે. એ આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન- એ રીતે ચાર પ્રકારનું છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારના કારણ છે તથા ધર્મધ્યાન અને શુકલધ્યાન મોક્ષનાં કારણ છે. ધ્યાનના સામાન્ય રીતે ત્રણ ભેદ થઇ શકે છે - અશુભધ્યાન, શુભધ્યાન, અને શુદ્ધ ધ્યાન. તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, એ બે અશુભધ્યાન છે. ધર્મધ્યાન શુભ થાન છે, અને શુકલધ્યાન અવશ્ય અપનાવવું જોઇએ. ધ્યાનના અવલંબરૂપે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર ભેદ છે. એનું વિશેષ વર્ણન પણ જ્ઞાનાર્ણવ ગ્રન્થમાંથી જાણી લેવું, અહીં લખવાથી ઘણો વિસ્તાર થઇ જશે. ભાવાર્થ :- અહીં એ વાત જાણી લેવી બહુ જરૂરી છે કે, બાહ્યતા અને અંતરંગ તપમાં શું તફાવત છે. બાહ્યત૫માં કેવળ બાહ્યપદાર્થ તથા શરીરની ક્રિયા જ પ્રધાન કારણ હોય છે, અને અંતરંગ તપમાં આત્મીય ભાવ તથા મનનું અવલંબન જ પ્રધાન કારણ પડે છે. જેમ અગ્નિ સોનાને શુદ્ધ બનાવે છે. તેમ આ બન્ને પ્રકારનાં તપ આત્માને શુદ્ધ બનાવે છે. કારણ કે તપ વિના ચારિત્ર હોતું નથી અને ચારિત્રવિના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy