SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ · (૨) મરણાશંસા-જલદી મરવાની ઈચ્છા કરવી. (૩) મિત્રાનુરાગ-લૌકિક મિત્રો સાથે સાંસારિક રાગ બતાવવો. (૪) સુખાનુબંધ-ભોગવેલાં ઈન્દ્રિયસુખોને યાદ કરવાં. (૫) નિદાન-ભવિષ્યમાં વિષયભોગ મળે એવી ઈચ્છા કરવી. આ સાધારણ તેર વ્રત શ્રાવકનાં છે. વિશેષ એ છે કે દિગંબર જૈન શાસ્ત્રોમાં આવકની અગિયાર પ્રતિમાઓ અથવા શ્રેણીઓ બતાવી છે જેમાં ક્રમથી આગળ વધતાં સાધુપદની યોગ્યતા આવે છે. એ અગિયાર શ્રેણીઓ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનમાં છે. ચોથા અવિરત સમ્યગ્દર્શન ગુણસ્થાનમાં જો કે ચારિત્રનો નિયમ હોતો નથી તો પણ તે સમ્યક્ત્વી અન્યાયથી બચીને ન્યાયરૂપ પ્રવૃત્તિ કરે છે. પાક્ષિક શ્રાવકને યોગ્ય કંઈક સ્થૂલરૂપ નિયમોને પાળે છે તે નિયમ નીચે પ્રકારે છેઃ (૧) માંસ ખાતા નથી. (૨) મદિરા પીતા નથી. (૩) મધ ખાતા નથી. (૪) વડના ટેટા ખાતા નથી. (૫) પીપળના ટેટા ખાતા નથી. (૬) ઉમરડાં ખાતા નથી. (૭) અંજીર ખાતા નથી. (૮) જુગાર રમતા નથી. (૯) ચોરી કરતા નથી. (૧૦) શિકાર કરતા નથી. (૧૧) વેશ્યાનું વ્યસન રાખતા નથી. (૧૨) પરસ્ત્રી સેવનનું વ્યસન રાખતા નથી. (૧૩) પાણી બેવડે કપડે ગાળીને શુદ્ધ પીવે છે. (૧૪) રાત્રિભોજન ત્યાગ કરવાનો યથાશક્તિ ઉદ્યોગ રાખે છે અને ગૃહસ્થનાં આ છ કર્મ સાધે છે= (૧) દેવપૂજા-શ્રી જિનેન્દ્રની ભક્તિ કરે છે. (૨) ગુરુભક્તિ-ગુરુની સેવા કરે છે. (૩) સ્વાધ્યાય-શાસ્ત્ર નિત્ય ભણે છે. (૪) તપ-રોજ સામાયિક પ્રતિક્રમણ કરે છે. (૫) સંયમ-નિયમાદિ લઈને ઈન્દ્રિયદમન કરે છે. (૬) દાન-લક્ષ્મીને આહાર, ઔષધિ, વિદ્યા અને અભયદાનમાં અથવા પરોપકારમાં વાપરે છે, દાન કરીને પછી ભોજન કરે છે. અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ-એ છ પ્રકારના બાહ્ય તપ છે તથા પાયશ્ચિત, વિનય, • • • • ૪૦૬ વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન-એ છ પ્રકારના અંતરંગ તપ મળી કુલ બાર પ્રકારનાં તપ મુનિઓને હોય છે. સ્વરૂપની રમણતાની ઉગ્રતા તે તપ છે. સ્વરૂપની રમણતાનો ઉગ્ર પુરુષાર્થ, કરે ત્યાં ઇચ્છાનો સહેજે અભાવ વર્તે, તેનું નામ તપ છે. અનશનાદિ, બાર પ્રકારનાં બાહ્ય તપ કહેવાય છે, અને અંતરંગમાં સમસ્ત પર દ્રવ્યોની ઇચ્છાનો વિરોધ કરીને, આત્મસ્વભાવમાં રહેવું, તે અત્યંતર તપ છે. તથા તેથી સમસ્ત વિભાવભાવ જીતાય છે, તે તપરૂપ આત્મા છે. સ્વરૂપવિશ્રાંત, નિસ્તરંગપણે, નિજ શુદ્ધતામાં પ્રતાપવંત હોવું-શોભવું તે તેમાં જેટલી શુભાશુભ ઇચ્છાઓ રોકાઇ જાય છે, અને શુદ્ધતા થાય છે, તે તપ છે. (અન્ય બાર પ્રકાર તો વ્યવહાર, (ઉપચાર) તપના ભેદ છે. અનશનાદિ બાર પ્રકારનાં બાહ્ય તપ કહેવાય છે, અને અંતરંગમાં સમસ્ત પર ધોની ઇચ્છાનો નિરોધ કરીને આત્મસ્વભાવમાં રહેવું, તે અત્યંતર તપ છે. તથા તેથી સમસ્ત વિભાવભાવ જીતાય છે, તે તપરૂપ આત્મા છે. ઉપવાસ તથા કાયકલેશાદિ, તે તપ છે. ઇચ્છાને રોકવી તે તપ છે. શુભ-અશુભ ઇચ્છા, તે તપ નથી પણ શુભઅશુભ ઇચ્છા મટતાં, ઉપયોગ શુદ્ધ થાય છે, તે સમ્યક્તપ છે. અને તે તપથી જ નિર્જરા થાય છે. સ્વરૂપમાં વિશ્રાંત, તરંગ વિનાના ચૈતન્યનું પ્રતપન, તે તપ છે. એટલે કે સ્વરૂપની સ્થિરતારૂપ તરંગ વગરનું (નિર્વિકલ્પ), ચૈતન્યનું પ્રતપન (દેહીપ્યમાન થવું), તે તપ છે. એટલે કે સહજ નિશ્ચયનય સ્વરૂપ, પરસ્પર સ્વભાવમય પરમાત્માનું પ્રતપન (અર્થાત્ દૃઢતાથી તન્મય થવું), તે તપ છે. નિયમસાર ગા. ૫૫ ટીકા એટલે કે પ્રસિદ્ધ શુદ્ધ કારણ પરમાત્વ તત્ત્વમાં સદા અંતરમુખપણે જે પ્રતપન (અર્થાત્ લીનતા) તે તપ છે. નિયમસાર ટીકા ગાથા ૧૮૮નું મથાળું સમ્યક્ પ્રકારે પ્રાયશ્ચિત, સમ્યક્ વિનય, સમ્યક્ વૈયાવૃત્ય, સમ્યક્ સ્વાઘ્યાય સમ્યક્ વ્યુત્સર્ગ અને સમ્યઘ્યાન, એ છ પ્રકાર આત્યંતર તપના છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy