SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતું જીવન:ત્રિકાળી જીવદ્રવ્ય જીવતત્ત્વનું છાણ :જીવતત્ત્વનું લક્ષણ જ્ઞાનસ્વભાવ. જીવતત્ત્વની ભૂલ :જીવ તો ત્રિકાલ જ્ઞાન સ્વરૂપ છે. તેને અજ્ઞાની જીવ જાણતો નથી. અને જે શરીર તે હું જ છું, શરીરનું કાર્ય હું કરી શકું છું, શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય, બાહ્ય અનુકૂળ સંયોગથી હું સુખી અને પ્રતિકૂળ સંયોગથી હું દુઃખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન, હું નિર્બળ, હું મનુષ્ય, હું કુરૂપ, હું સુંદર એમ માને છે, શરીર આશ્રિત ઉપદેશ અને ઉપવાસાદિ ક્રિયાઓમાં, પોતાપણું માને છે. એ વગેરે મિથ્યા અભિપ્રાય વડે, જે પોતાના પરિણામ નથી. પણ બધાય, પર પદાર્થના છે. શરીર વગેરે જે પદાર્થ દેખવામાં આવે છે, તે અત્માથી ત્રિકાળ જુદાં છે, તે પદાર્થોના ઠીક રહેવાથી કે બગડવાથી, આત્માનું તે કાંઈ ઠીક થતું નથી તેમજ બગડતું નથી. પરંતુ મિથ્યાદષ્ટિ એનાથી ઊલટું માને છે. તે જીવતત્ત્વની ભૂલ છે. જીવત:ચૈતન્યપણું; જીવનપણું જ્ઞાનાદિ ગુણયુક્ત રહેવું, તે જીવન કહેવાય છે. જીવત્વ ગુણ :આત્મ દ્રવ્યના કારણભૂત, ચૈતન્યમાત્ર ભાવરૂપ ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે, તે શક્તિને જીવત્વ ગુણ કહે છે. જીવત્વ શક્તિ ચૈતન્યભાવપ્રાણ; આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમય ભાવનું ધારણ, જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે, એવી જીવત્વશક્તિ, જ્ઞાનમાત્ર ભાવમાં આત્મામાં ઉછળે છે. (૨) જીવત્વશક્તિ દર્શન-જ્ઞાન સ્વભાવરૂપ શુદ્ધ ચૈતન્ય ભાવપ્રાણરૂપ છે તે જીવનું વાસ્તવિક જીવતર છે. જીવતો હયાત જીવદયા વાસ્તવમાં જીવ જ્ઞાન અને આનંદથી ભરેલો, પૂર્ણાનંદ પ્રભુ છે એમ અંતરમાં સ્વીકાર કરવો, તે જીવનું જીવન છે અને તેનું જ નામ, જીવદયા છે, તેનું જ નામ જૈનધર્મ છે. જીવદ્ભવ્ય જે સ્પર્શ-રસ-ગંધવર્ણગુણ વિનાનું હોવાને લીધે, અશબ્દ હોવાને લીધે, અનિર્દિષ્ટ સંસ્થાન હોવાને લીધે તથા અવ્યક્તતત્ત્વાદિ પર્યાયારૂપે પરિણત હોવાને લીધે ઈંદ્રિયગ્રહણયોગ્ય નથી. તે ચેતનાગુણમયપણાને લીધે રૂપી તેમજ અરૂપી અજીવોથી વિશિષ્ટ (ભિન્ન) એવું જીવદ્રવ્ય છે. (૨) જે | ૩૮૯ સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણ વિનાનું હોવાને લીધે, અશબ્દ હોવાને લીધે, અનિર્દિષ્ટ સંસ્થાન હોવાને લીધે તથા અવ્યક્તવાદિ પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઈન્દ્રિયગ્રહણયોગ્ય નથી તે, ચેતનાગુણમયપણાને લીધે રૂપી તેમજ અરૂપી અજીવોથી વિશિષ્ટ (ભિન્ન) એવું જીવદ્રવ્ય છે. (૩) સ્વરૂપથી જીવદ્રવ્ય શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય એક ગ્લાયકમાત્ર છે. અહાહા! એ ત્રિકાળી સનું સત્વ, ભાવવાનનો ભાવ અભિન્ન એક ચૈતન્યમાત્ર છે અને ચૈતન્યભાવથી શૂન્ય એવા પુલદ્રવ્યથી ભિન્ન કહેવામાં આવેલ છે. (૪) આત્મા જ્ઞાન પ્રમાણ છે; જ્ઞાન ક્ષેય પ્રમાણ કહ્યું છે. શેય લોકાલોક છે, તેથી જ્ઞાન સર્વગત (અર્થાત્ સર્વ વ્યાપક) છે. (૫) જેમાં ચેતના ગુણ પ્રાપ્ત હોય, તેને જીવદ્રવ્ય કહે છે. જીવથ કેટલા અને ક્યાં છે ? :જીવ દ્રવ્ય અનંતાનંત છે, અને તે સમસ્ત લોકાકાશમાં ભરેલા છે. એક જીવ કેટલો મોટો છે ? એક જીવ પ્રદેશોની અપેક્ષાએ લોકાકાશની બરાબર છે. પરંતુ સંકોચ અને વિસ્તારના કારણથી, શરીર પ્રમાણ છે; અને મુક્ત, જીવ અંતના શરીરપ્રમાણ છે. લોકાકાશની બરાબર કયો જીવ છે? મોક્ષ જતાં પહેલાં સમુદ્રઘાત કરવાવાળો જીવ, લોકાકાશની બરાબર થાય છે. જીવદ્રવ્યના વિશેષ ગુણ જીવ દ્રવ્યમાં ચૈતન્ય (દર્શન-જ્ઞાન) સમ્યત્વ,ચારિત્ર, સુખ, ક્રિયાવતી શક્તિ વગેરે. જીવદ્રવ્યમાં વિભાવવ્યંજનપર્યાય ક્યાં સુધી હોય છે ? :ચૌદમાં ગુણસ્થાન સુધી સર્વ સંસારી જીવોને વિભાવવ્યંજનપર્યાય હોય છે, કારણકે ત્યાં સુધી જીવને પરનિમિત્ત (પૌદગલિક કર્મ) સાથે સંબંધ રહે છે. મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ આત્માના ગુણોની તારતત્મરૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાન કહે છે. ગુણસ્થાન ૧૪ છે :(૧) મિથ્યાત્વ, (૨) સાસાદન, (૩) મિશ્ર, (૪) અવિરત સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્તવિરત, (૭) અપ્રમત્તવિરત, (૮) અપૂર્વકરણ, (૯)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy