SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ અનિવૃત્તિકરણ, (૧૦) સૂમસામ્પરાય, (૧૧) ઉપશાંત મોહ, (૧૨) ક્ષીણ મોહ, (૧૩) સયોગી કેવલી, (૧૪) અયોગી કેવલી. જીવને અવધિજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ, પરિગ્રહથી નિવર્ચે જીવને એક સમયમાં કેટલાં શાન હોઈ શકે ? એક સમયમાં એક જીવને ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે ચાર જ્ઞાન હોય છે. તેનો ખુલાસો આ રીતે છે - એક કેવળજ્ઞાન જ હોય છે. બે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. ત્રણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન હોય છે. ચાર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાય જ્ઞાન હોય છે. જીવનું કર્તવ્ય :જીવે તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ કરવો, તેનાથી ઔપશમાદિક સમ્યકત્વ સ્વયં થાય છે. દ્રવ્યકર્મના ઉપશમાદિક તે તો પુત્રદલની શક્તિ (પર્યાય) છે; જીવ તેનો કર્તા હર્તા નથી. પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરવાનું કામ જીવનું છે; જીવે પોતે તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવો જોઈએ. એ પુરુષાર્થથી, મોક્ષના ઉપાયની સિદ્ધિ આપોઆપ થાય છે. જીવ પરુષાર્થ વડે, જ્યારે તત્વનિર્ણય કરવામાં, ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે છે, ત્યારે તેને વિશુદ્ધતા વધે છે, કર્મોનો રસ સ્વયંહીન થાય છે, અને કેટલાક કાળે જ્યારે પોતાના પરુષાર્થ વડે, જીવમાં પ્રથમ ઔપથમિકભાવે પ્રતીતિ પ્રગટે છે, ત્યારે દર્શનમોહનો આપોઆપ ઉપશમ થાય છે. જીવનું કર્તવ્ય તો, તત્ત્વના નિર્ણયનો અભ્યાસ છે; જીવ જ્યારે તવનિર્ણયમાં ઉપયોગ લગાવે, ત્યારે દર્શન મોહનો ઉપશમ સ્વયં જ થાય છે, કર્મના ઉપશમમાં, જીવનું કાંઈ જ કર્તવ્ય નથી. જીવને કેવળજ્ઞાન ક્યારે ઊપજે ? આરંભ, પરિગ્રહથી નિવત્યું. જીવન જાય છે જીવન :ખોટી માન્યતામાં આયુષ્ય પૂરું થઈ જશે. જીવન દીપક:આયુષ્યરૂપી દીવો. જીવને પદ્રવ્યના સંયોગનું કારણ જીવને પરદ્રવ્યના સંયોગનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. અને તે અશુદ્ધ ઉપયોગ વિશુદ્ધ અને સંકલેશરૂપ ઉપરાગને લીધે શુભ અને અશુભપણે બપણાને પામ્યો થકો, જે પુણય અને પાપપણે ૩૯૦ દ્વિવિધતા-બેપણાને પામે છે. એવું જે પદ્રવ્ય તેના સંયોગના કારણ તરીકે કામ કરે છે. ઉપરાગ-વિકાર મંદકષાયરૂપ અને તીવ્ર કષાયરૂ૫, એ બે પ્રકારનો હોવાથી, અશુદ્ધ ઉપયોગ પણ શુભ છે. અને અશુભ એવા બે પ્રકારનો છે; તેમાં શુભ ઉપયોગ પયરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે. અને અશુભ ઉપયોગ પાપરૂપ પદ્રવ્યના સંયોગનું કારણ થાય છે. પરંતુ જ્યારે બન્ને પ્રકારના આ અશુદ્ધ ઉપયોગનો અભાવ કરવામાં આવે, ત્યારે ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે, અને તે પરદ્રવ્યના સંયોગનું અકારણ જ છે. અર્થાત શુદ્ધ ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ નથી. જીવનપ્રાસાદ :જીવરૂપી મહેલ. જીવને પ્રતિજ્ઞાન ક્યારે ઊપજે 7:આરંભ, પરિગ્રહથી નિવત્યું. જીવને મનઃપર્યયશાન ક્યારે ઊપજે ? :આરંભ, પરિગ્રહથી નિવર્ચે જીવનું જાણ જીવનું લક્ષણ ઉપયોગ છે. અને ઉપયોગ દર્શન અને જ્ઞાનના ભેદથી, બે પ્રકારનો બતાવ્યો છે. આ ભેદોની દૃષ્ટિએ, દેખવા અને જાણવારૂપ ચૈતન્યને અનુસરીને થતા પરિણામને ઉપયોગ સમજવો. જીવનું લક્ષણ :વર્ણ, રસાદિ રહિત, શુદ્ધ ચૈતન્ય જીવનું લક્ષણ છે. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં જ જડ દ્રવ્યના ગુણ તથા લક્ષણ નથી તેથી શુદ્ધાત્મા અજીવથી તદ્દન જુદો છે. અજીવ દ્રવ્ય બે પ્રકારે છે : એક જીવ સંબંધી અને અજીવ સંબંધી દ્રવ્ય કર્મ, ભાવકર્મ તથા નોકર્મ જીવ સંબંધી, અજીવ દ્રવ્ય છે. અને પુદ્ગલાદિ પાંચ દ્રવ્યરૂપ અજીવ, જીવ સંબંધી નથી. માટે જીવથી જુદા આ પ્રમાણે જીવ અને અજીવ બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે. તેને હે શિષ્ય એક જાણીશ નહિ. રાગાદિ જે કર્મજન્ય છે તે પર છે તેને પર જ માન. આત્માથી ભિન્ન માન. અહીં જે શુદ્ધ લક્ષણ સંયુક્ત શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. આ શુદ્ધ આતમા મન રહિત છે, અતીન્દ્રિય છે. જ્ઞાનમય છે, અમૂર્તિક છે, ચૈતન્ય માત્ર છે, તથા ઈન્દ્રિયોથી જણાય તેવો નથી. આ પ્રમાણે જીવનાં અનિશ્ચિત લક્ષણ કહ્યાં છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy