SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ દુકાન ઉપર બેસી ધંધો કરવો, પૈસા મેળવવા, બંગલા બંધાવવા, એ જડનાં કાર્યો તો તારાં નથી, પણ અંદર જીવની દશામાં થતા પૂણ્ય-પાપના વિકારી ભાવો પણ, આત્માનાં કાર્ય નથી. જો તારે તારા હિતનું કાર્ય કરવું હોય તો, પરમ પદાર્થ એવા નિજ જ્ઞાયક પ્રભુને પ્રાપ્ત કરવો હોય, તો મિથ્યાત્વ અને પુણ્ય-પાપની પ્રાપ્તિ તો અનાદિથી કરી છે. પરંતુ એ બધા તો ૮૪ લાખ યોનિઓમાં રખડવાના રસ્તા છે; તેનાથી તારે છૂટવું હોય તો - જ્ઞાન, શાંતિને અકષાય-સ્વભાવથી ભરપૂર એવા નિજ, ભગવાન આત્માને અનુસરીને, અંતર્મુખ પરિણમન કરવું, એ તારું કાર્ય છે; જડને અનુસરવું તે તારું કાર્ય નથી. જડનાં કાર્યો તારાં નથી. જીવ સમાસ :જીવોનો ભેદ. જીવ-અજીવ ચેતન-અચેતન, આત્મા-અનાત્મા; અજીવને જડ પણ કહે છે. જીવ-અધિકરણના ભેદ :જીવ અધિકરણ-આસ્રવ સંરંભ સમારંભ-આરંભ, મન વચન-કાયરૂપ ત્રણ યોગ, કૃત-કારિત-અનુમોદના તથા ક્રોધાદિ ચાર કષાયોની વિશેષતાથી ૩*૩*૩* ૪ = ૧૦૮ ભેદરૂપ છે. વર્ષ અને પદુલકર્ણનું ચક આ લોકમાં સંસારી જીવથી અનાદિ બંધનરૂપ ઉપાધિના વિશે સ્નિગ્ધ પરિણામ થાય છે, પરિણામથી પગલપરિણાત્મક કર્મ, કર્મથી નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી દેહ, દેહથી ઈન્દ્રિયો, ઈન્દ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી પાછા સ્નિગ્ધ પરિણામ, પરિણામથી પાછું પગલપરિણાત્મક કર્મ, કર્મથી પાછું નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી દેહ, દેહથી ઈન્દ્રિયો, ઈન્દ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી વળી પાછા સ્નિગ્ધ પરિણામ. એ પ્રમાણે આ અન્યોન્ય કાર્ય કારણભૂત જીવપરિણાત્મક અને પુલ પરિણાત્મક કર્મજાળ સંસારચક્રમાં જીવને અનાદિ અનંતપણે અથવા અનાદિ-સાતપણે ચક્રની માફક ફરીફરીને થયા કરે છે. જીવકાર્યો જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઈચ્છે છે, દુઃખથી ડરે છે. હિત અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે અને તેમના ફળને ભોગવે છે. આ ૩૮૮ અન્યથી અસાધારણ એવાં જીવકાયોનું કથન છે. (અર્થાત્ અન્ય દ્રવ્યોથી અસાધારણ એવાં જે જીવનાં કાર્યો તે અહીં દર્શાવ્યા છે.) ચૈતન્યસ્વભાવપણાને લીધે કર્તસ્થિત (કર્તામાં રહેલી) ક્રિયાનો જ્ઞપ્તિ તથા દશિનો-જીવ જ કર્તા છે; અને તેના સંબંધમાં રહેલું પગલ તેનું કર્તા નથી. જેમ આકાશાદિ નથી તેમ. (ચૈતન્યસ્વભાવને લીધે જાણવાની અને દેખવાની ક્રિયાનો જીવ જ કર્તા છે; જ્યાં જીવ છે ત્યાં ચાર અરૂપી અચેતન દ્રવ્યોધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ-પણ છે તોપણ તેઓ જેમ જાણવાની અને દેખવાની ક્રિયાના કર્તા નથી તેમ જીવની સાથે સંબંધમાં રહેલાં કર્મનો કર્મરૂપ પુલો પણ તે ક્રિયાનાં કર્તા નથી.) ચૈતન્યના વિવર્તરૂપ (પલટારૂપ) સંકલ્પની ઉત્પત્તિ (જીવમાં) થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખના ઉદ્વેગરૂપ ક્રિયાનો તથા સ્વસંવેદિત હિતઅહિતની નિષ્પત્તિરૂપ ક્રિયાનો (-પોતાથી ચેતવામાં આવતા શુભ-અશુભ ભાવોને રચવારૂપ ક્રિયાનો) જીવ જ કર્તા છે; અન્ય નહિ. શુભાશુભ કર્મના કળભૂત ઈટાનિષ્ટવિષયોપભોગક્રિયાનો, સુખદુઃખસ્વરૂપ સ્વપરિણામક્રિયાની માફક, જીવ જ કર્તા છે; અન્ય નહિ. આથી એમ સમજાવ્યું કે (ઉપરોક્ત) અસાધારણ કાર્યો દ્વારા પુદ્ગલથી ભિન્ન એવો આત્મા અનુમેય (-અનુમાન કરી શકવા યોગ્ય) છે. ભાવાર્થ:- શરીર, ઈન્દ્રિય, મન, કર્મ વગેરે પુલો કે અન્ય કોઈ અચેતન દ્રવ્યો કદાપિ જાણતાં નથી, દેખતાં નથી, સુખને ઈચ્છતાં નથી, દુઃખથી ડરતાં નથી, હિત-અહિતમાં પ્રવર્તતાં નથી કે તેમનાં ફળને ભોગવતાં નથી; માટે જે જાણે છે અને દેખે છે, સુખની ઈચ્છા કરે છે, દુઃખના ભયની લાગણી કરે છે, શુભ-અશુભ ભાવોમાં પ્રવર્તે છે અને તેમનાં ફળને ભોગવે છે તે, અચેતન પદાર્થોની સાથે રહ્યો હોવા છતાં સર્વ અચેતન પદાર્થોની ક્રિયાઓથી તદ્દન વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓને કરનારો, એક વિશિષ્ટ પદાર્થ છે. આમ જીવ નામનો ચૈતન્યસ્વભાવી પદાર્થવિશેષ કે જેને જ્ઞાનીઓ સ્વયં સ્પષ્ટ અનુભવે છે તે-તેની અસાધારણ ક્રિયાઓ દ્વારા અનુમેય પણ છે. જીવંત :વિદ્યમાન; છતો (પદાર્થ) (૨) વિદ્યમાન; છતો; પ્રગટ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy