SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ અતદભાવ અન્યત્વ સત્તા અને દ્રવ્યને એટલે કે ગુણ અને ગુણીને વિભક્ત પ્રદેશત્વનો અભાવ છે. બન્નેના પ્રદેશો એક છે. એમ હોવા છતાં સત્તા અને દ્રવ્યને અન્યત્વ છે; એટલે અતર્ભાવ છે. અહીં એકબીજામાં અભાવરૂપ છે માટે અન્યત્વ છે એમ નથી. દ્રવ્ય, ગુણ કે પર્યાય વચ્ચે અતભાવ અન્યત્વ છે. જે દ્રવ્ય છે તે ગુણ નથી, ગુણ છે તે દ્રવ્ય કે પર્યાય નથી અને પર્યાય છે તે દ્રવ્ય કે ગુણ નથી. આ પ્રમાણે અદ્ભાવ અન્યત્વ છે. અતભાવવિશિષ્ટ દ્રવ્યથી અતદ્ભાવ વડે ભિન્ન એવા. અંતર્દષ્ટિ આત્મ દષ્ટિ. (૨) આત્મનિરીક્ષ; આત્માવલોકકન; આત્મજ્ઞાન; અતનુ કામદેવને શરીર વિનાના કામ એમ કહેવામાં આવે છે. અતન્મય :જ્ઞાન દર્શનમય નહિ એવું. અનંતનાથ સ્વામીનું સ્તવન આનંદદાનજીએ અનંતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે, “એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ધૂળ અનેકાંત લોચન ન દેખે; ધૂળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહી લેખે’ . એટલે જે ક્રિયા કરવાથી અનેક ધૂળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહી. અનેક ક્રિયાનું ફળ મોક્ષ થવો તે હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે. અતુત :અપૂર્ણ. આત્મોત્પન્ન :આત્માને જ આશ્રય કરીને (સ્વાશ્રિત) પ્રવર્તતું હોવાથી આત્મોત્પન્ન. આત્મા આત્મા તો તેને કહીએ કે વર્તમાનમાં પણ વિકાસ દેખાય અને ભવિષ્યમાં પણ વિકાસ વધે, તે વિકાસ વર્તમાનમાં પણ સુખ, શાંતિ અને નિરાકૂળતાવાળો હોય અને ભવિષ્યમાં સુખ, શાંતિ અને નિરાકુળતા વધતી જ હોય તે પૂર્ણ થયે મુક્ત થાય તેને જ આત્મા કહીએ. અંતમિશ :આકાશઃ આત્મ: અવકાશ. આત્મીયપણે પોતાપણે. (અજ્ઞાની જીવ દેહ, ધન વગેરે પરદ્રવ્યને પોતાનું માનીને તેમાં મમત્વ કરે છે.) અત્યા :અતીન્દ્રિય; જે જ્ઞાન સ્પર્શનાદિ કોઈપણ ઈન્દ્રિયની સહાય વિના જાણે છે. તે અત્યક્ષ (અતીન્દ્રિય) જ્ઞાન કહેવાય છે. અત્યંત સર્વથા (૨) સંપૂર્ણ. (૩) જે કલ્પેલી મર્યાદારૂપ અંત, તેને ઉલ્લંઘી જાય એવી અમર્યાદિત. (૪) અતિશય. અત્યંત આભાવ આત્મા અને રાગ વચ્ચેનો અત્યંત અભાવ, અધ્યાત્મનો છે. - નિશ્ચય વ્યવહારના વિભાગ વડે, આત્મા અને પરનો, આત્મા અને શરીરનો, તથા આત્મા અને રાગનો, અત્યંત ભેદ (અભાવ) જ્ઞાનીઓએ બતાવ્યો છે. અત્યંત ફળ સમૃદ્ધ :અનંત કર્મફળોથી ભરેલા. (૨) અનંત કર્મફળોથી ભરેલા. અત્યંત વિલાણ :બીજાં સુખોથી તદ્દન ભિન્ન લક્ષણવાળું; અનુપમ. અત્યંત વિસંવાદી આત્માનું અત્યંત બૂરું કરનારી. અત્યંતફળ સમૃદ્ધ:અનંત કર્મફળોની ભરેલા. અત્યંતાભાવ :એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અભાવને અત્યંતાભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો કોઈ પણ દ્રવ્ય સ્વતંત્ર અને ભિન્ન રહે.)આ ચાર પ્રકારના અભાવ સમજવાથી ધર્મ સંબંધી શું છે ? (૧) પ્રાગભાવથી એમ સમજવું કે અનાદિ કાળથી અજ્ઞાન, મિથ્યાત્વાદિ દોષ કર્યા અને ધર્મ કદી પણ કર્યો નથી તો પણ ધર્મ વર્તમાનમાં નવા પુરુષાર્થથી થઈ શકે છે કારણકે વર્તમાન પર્યાય (અવસ્થા)નો પૂર્વ પર્યાય અભાવ છે. (૨) પ્રäસાભાવથી એમ સમજવું કે વર્તમાન અવસ્થામાં ધર્મ ન કર્યો હોય તો પણ તે અધર્મ દશાનો તરત વ્યય(અભાવ) કરીને જીવ નવા પુરુષાર્થથી ધર્મ પ્રગટ કરી શકે છે. (૩) અન્યોન્યાભાવથી એમ સમજવું કે એક પુદ્ગલ દ્રવ્યની પર્યાય બીજા પુગલ દ્રવ્યની પર્યાયને કાંઈ પણ કરી શકતી નથી. અર્થાત્ એકબીજાને મદદ, સહાય, અસર, પ્રેરણાદિ કાંઈ કરી શકતી નથી. (૪) અત્યંતાભાવથી એક સમજવું કે પ્રત્યેક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ હોવાથી એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કાંઈ પણ કરી શકતું નથી. અર્થાત્ સહાય અસર, મદદ, પ્રેરણા ઈત્યાદિ કાંઈ કરી શકતું નથી. શાસ્ત્રમાં જે કાંઈ અત્યનું કરવું, કરાવવું વગેરેનું કથન છે તે ઘીના ઘડા સમાન વ્યવહારનું કથન માત્ર છે. સત્યાર્થ નથી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy