SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ અતિકમવું :ઓળંગી જવું; પટાવી જવું; અવિનય બતાવવો. અતડો બીજા કોઈ સાથે મેળ ખાય નહિ, તેવો. (૨) પરથી જુદો; પક્ષ વગરનો; તડ વગરનો; અખંડ, રાગ દ્વેષના તડામાં ન ભળે એવો અતડો-પક્ષ વિનાનો છે. (૩) પરથી જુદો છે, રાગ-દ્વેષના તડામાં-પક્ષમાં ન ભળે એવો અતડો છે, અતડો એટલે પરથી જુદો છે, સ્વાધીન છે, તડ વગરનો અખંડ છે, આત્મા સ્વાધીન છે, ક્ષણમાં મોક્ષ પ્રાપ્ત કરે એવું સ્વતંત્ર દ્રવ્ય છે. પ્રશ્ન-ધર્મ અતડો કેવો ? ઉત્તર : ધર્મ અતડો છે, રાગ-દ્વેષના તડામાં ન ભળે એવો અતડો એટલે પરથી જુદો, સ્વાધીને, તડ વગરનો અખંડ છે માટે અતડો છે. આત્મા સ્વાધીન છે, ક્ષણમાં મોક્ષ પ્રાપ્ત કરે એવું સ્વતંત્ર દ્રવ્ય છે. અતાત્કાલિક અતીત-અનાગત કાળે વર્તતા-અવર્તમાન; અતાત્કાલિક. અતત્ત્વ-અભિનિવેશ યથાર્થ વસ્તુ સ્વરૂપથી વિપરીત, અભિપ્રાય. અતતમાં તત'બુદ્ધિ વસ્તુ જે સ્વરૂપે ન હોય તે સ્વરૂપે હોવાની માન્યતા; જેમ કે જડમાં ચેતનબુદ્ધિ (અર્થાત્ જડમાં ચેતનની માન્યતા); દુઃખમાં સુખબુદ્ધિ વગેરે. અંતર્થાપક આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને અતત્ત્વ-અભિનિવેશ યથાર્થ વસ્તુસ્વરૂપથી, વિપરીત અભિપ્રાય. અતqશ્રદ્ધાન :તર્ભાવ એટલે શ્રદ્ધાન કરવા યોગ્ય અર્થ. તેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેનું નામ તત્ત્વ છે. અને તત્ત્વ નથી તેનું નામ અતત્ત્વ છે. અતત્ત્વ છે તે અસત્ય છે તેથી તેનું જ નામ મિથ્યાત્વ છે. વળી આ આમ જ છે એવા પ્રતીતિભાવનું નામ શ્રદ્ધાન છે. અને અહીં શ્રદ્ધાનનું નામ જ દર્શન છે. હવે મિથ્થારૂપ જે દર્શન અર્થાત્ શ્રદ્ધાન તેનું નામ મિથ્યાદર્શન છે. સતથી અવિશિષ્ટ સત્તાથી કોઈ જુદો નહિ એવો. અસ્તિત્વથી અભિન્ન એવો; અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો; અસ્તિત્વથી અનન્ય; અભિન્ન. અતદભાવરૂપ અન્યત્વ સત્તા અને દ્રવ્યને એટલે કે ગુણ અને ગુણીને વિભક્ત પ્રદેશત્વનો અભાવ છે. બન્નેના પ્રદેશો એક છે એમ હોવા છતાં સત્તા અને દ્રવ્યને અન્યત્વ છે, એટલે અતર્ભાવ છે. અહીં એક-બીજામાં અભાવરૂપ છે માટે અન્યત્વ છે. એમ નથી. દ્રવ્ય, ગુણ કે પર્યાય વચ્ચે અતદ્ભાવરૂપ અન્યત્વ છે. જે દ્રવ્ય છે તે ગુણ નથી, ગુણ છે તે દ્રવ્ય કે પર્યાય નથી અને પર્યાય છે તે દ્રવ્ય કે ગુણ નથી. આ પ્રમાણે અતર્ભાવરૂપ અન્યત્વછે. (૨) તે અન્યત્વનું લક્ષણ છે. (૩) (કથંચિતું) તે નહિ હોવું તે; (કથંચિત) તેપણે નહિ હોવું તે; (કથંચિતુ) અતત્પણું. દ્રવ્ય (કથંચિત) સત્તાપણે નથી, અને સત્તા (કથંચિત) દ્રવ્યપણે નથી, માટે તેમને અતદ્ભાવ છે.) (૪) તદ્ અભાવ; તેનો અભાવ; તદ્ અભાવ અતદ્ ભાવનું લક્ષણ સ્વરૂપ છે; અતભાવ અન્યત્વનું કારણ છે. એક દ્રવ્યમાં જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે દ્રવ્ય નથી. એ રીતે જે દ્રવ્યનું ગુણરૂપે અભવન (નહિ હોવું) અથવા ગુણનું દ્રવ્યારૂપે અભવન તે અતદ્ભાવ છે; કારણકે આટલાથી જ અન્યત્વવ્યવહાર (અન્યત્વરૂપ વ્યવહારે) સિદ્ધ થાય છે. પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય એવા લક્ષણોવાળો અભાવ તે અતર્ભાવ નથી. જો એમ હોય તો (a) એક દ્રવ્યને અનેકપણું આવે, (b) ઉભય શૂન્યતા થાય (અર્થાત્ બન્નેનો અભાવ થાય), અથવા (c) આપોહરૂપતા થાય. (૫) (કથંચિત) તે પણ નહિ હોવું; (કથંચિત) તે નહિ હોવું તે; (કથંચિત) અતત્પણું. દ્રવ્ય (કથંચિત) સત્તાપણે નથી અને સત્તા (કથંચિત) દ્રવ્યપણે ની માટે તેમને અતર્ભાવ છે. (૬) તદ્ અભાવ; તદ્ અભાવ અદ્ભાવનું લક્ષણ (અથવા સ્વરૂ૫) છે. અતદ્ભાવ અન્યત્વનું કારણ છે. (૭) (કથંચિત) તે નહિ હોવું તે(કથંચિત) તે-પણે નહિ હોવું તે; (કર્થચિત) અતત્પણું -દ્રવ્ય (કથંચિત) સત્તાપણે નથી અને સત્તા (કથંચિત) દ્રવ્યપણે નથી માટે તેમને અતર્ભાવ છે. અન્યત્વ છે. (૮) એક છે તે અન્ય નથી એવો ભાવ છે; એ અમુક ચોકકસ વસ્તુ સિવાયની વસ્તુ. (૯) (કથંચિત્) ‘તે' નહિ હોવું, તે (કથંચિતુ) “તે-પણે” નહિ હોવું, તે; (કથંચિત) અતત્યણું. દ્રવ્ય(કથંચિત્ સત્તાપણે નથી, અને સત્તા (કથંચિ) દ્રવ્યપણે નથી, માટે તેમને અદ્ભાવ છે. અતભાવ, અન્યત્વનું અન્યપણાનું લક્ષણ છે. દ્રવ્યને અને ગુણને, પૃથપણું નથી. છતાં અન્યપણું છે. (૧૦) (કથંચિ) તે-પણે નહિ હોવું તે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy