SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જે સંસાર વિચ્છેદના કારણભૂત, પરંપરાએ મુક્તિકારણભૂત, તીર્થંકર પ્રકૃત્તિ વગેરે પુણ્યનો અનુબંધ કરનારું, વિશિષ્ટ પુણ્ય તેને અનીહિતવૃત્તિએ નિદાન રહિત પરિણામથી કરે છે. આ રીતે અજ્ઞાની જીવ પાપાદિ ચાર પદાર્થોનો કર્તા છે, અને જ્ઞાની સંવરાદિ ત્રણ પદાર્થોનો કર્તા છે. અજ્ઞાની જીવું અજ્ઞાની જીવ, નિર્વિકાર સ્વસંવેદનના અભાવને લીધે, પાપ પદાર્થનો તથા આસવ-બંધ પદાર્થો કર્તા થાય છે. કદાચિત્ મંદ મિથ્યાત્વનાથા ઉદયથી, દેખેલા-સાંભળેલા-અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાનબંધ વડે, ભવિષ્યકાળમાં પાપનો અનુબંધ કરનાર, પુયપદાર્થનો પણ કર્તા થાય છે. આ રીતે અજ્ઞાની જીવ, પાપાદિ ચાર પદાર્થોનો કર્તા થાય છે. અશાની જીવની ઊંધી માન્યતા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદગલો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બંન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (સંબંધ વિનાનો, તટસ્થ) છે, તો પણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારાં-નરસાં માનીને રાગી-દ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. અશાની યોગ :ઉપયોગનો કર્તા થાય છે, તેની પર ઉપર નજર છે માટે તેના યોગ અને ઉપયોગ પરવસ્તુના નિમિત્તપણે કર્તા થાય છે. અશાનીનું શ :અજ્ઞાનીનું લક્ષ્ય (ધ્યેય) સ્થળ હોય છે તેથી તેને કેવળ ભક્તિનું જ પ્રધાનપણું હોય છે. (અશાનીની) અનુકંપા તીવ્ર, તૃષા, તીવ્ર શ્રુધા, તીવ્ર રોગ વગેરેથી, પીડિત પ્રાણીને દેખી અજ્ઞાની જીવ કોઈ પણ પ્રકારે હું આનો પ્રતિકાર કરું એમ વ્યાકુળ થઈને અનુકંપા કરે છે. અશાનીનો આત્મા કેવડો ?:અજ્ઞાનીના અજ્ઞાન જેવડો; એટલે કે વર્તમાન અવસ્થા જેવડો; એટલે કે એક સમયના પુણ્ય-પાપભાવ પૂરતો. કારણ કે ત્રિકાળી શુદ્ધ સ્વભાવને તે માનતો નથી માટે તે અજ્ઞાનીનો ત્રિકાળી આત્મા નથી. જેનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે એ તો ક્યાંય જાય નહિ. પણ અહીં અજ્ઞાનીની માન્યતાની અપેક્ષાએ વાત છે. અશાની વસ્તુના સ્વરૂપના નિયમને જાણતો નથી એટલે શું? એટલે કે :(૧) હું ચિત્માત્ર વસ્તુ અકર્તા સ્વભાવી આત્મા છું, રાગનું કર્તાપણું મને નથી. એક વાત; અને (૨) પર્યાયમાં જે વિકારના પરિણામ થાય છે તે પોતાથી થાય છે, પરદ્રવ્યથી થતા નથી. વિકારનું કર્તાપણું પરદ્રવ્યને નથી. આમ અજ્ઞાની જીવ વસ્તુના સ્વરૂપના નિયમને જાણતો નથી. તેથી તે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવને ભૂલીને રાગ-દ્વેષ-મોહાદિ ભાવે પરણિમે છે, રાગ-દ્વેષ-મોહને જ કરે છે. અનંત ગુણ-શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. પણ તેમાં રાગને-વિકારને કરે એવી કોઈ શક્તિ નથી. ભાઈ ! વસ્તુનો સહજ સ્વભાવ જ આવો છે કે તે રાગને કહે નહિ. તથાપિ પર્યાયમાં વિકાર થાય છે તે પોતાના પકારકના પરિણમનથી ઉત્પન્ન થયેલી દશા છે, તેને કોઈ પરકારકોની અપેક્ષા નથી. આવો વસ્તુના સ્વભાવનો નિયમ છે. આશાપ્રધાન જે જીવો પરંપરા માર્ગ વડે ગમે તેવા દેશ-ગુરુનો ઉપદેશ પ્રમાણ કરીને વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને આજ્ઞા પ્રધાન કહીએ. અંજન :પ્રાણ આરોપણ. (પ્રવચન-અંજન-પ્રવચનરૂપી પ્રાણ આરોપણ) અંજનથર્ણ :આંજણનો ઝીણો ભૂકો. અંજનશલાકા :આંજવાની સળી. અજપાજી૫ :રટણ. અજપાજપ મન-વચન-કાયાના યોગથી બાહ્ય પ્રવૃત્તિ છૂટી આ લયમાં સમાવેશ પામે, - બાહ્ય ઉપાધિ છૂટી બાહ્ય સમાધિ પણ થાય એ નિરંતર જાય છે. અંજલિકરણ :વિનયથી હાથ જોડવા. અજાગ્રત :અસાવધ; જાગતું નહિ તેવું; અજાત :અનુત્પન્ન; હયાતી અનુભવી નથી એવા. અજીવ પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય એ પાંચ ભેદ, અજીવદ્રવ્યના છે. (૨) જેમાં ચેતના-જાણપણું નથી; તેવાં દ્રવ્યો પાંચ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy