SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) હિંસાને પાપ કહે છે તથા દયાને પુણ્ય કહે છે તે કહેવા માત્ર છે, કોઈ ઠેકાણું હિંસા રહિત નથી, સર્વમાં હિંસા છે, કયાંય પગ મુકવાનું ઠેકાણું નથી, જમીન પવિત્ર છે તે પગ મૂકવા આપે છે. (૭) આ ભક્ષ્ય અને અભક્ષ્ય- એવો વિચાર પણ નિરર્થક છે, એકેંદ્રિય. ભૃક્ષ તથા ભર્યો વગેરે ભક્ષણ કરવામાં અને માંસ ભક્ષણ કરવામાં તફાવત નથી, તે બન્નેમાં જીવહિંસા સમાન છે, (૮) જીવને જીવનો જ આહાર ભગવાને બતાવ્યો છે અથવા જગતની બધી વસ્તુઓ ખાવા ભોગવવા માટે જ છે ઈત્યાદિ- આ બધા અભિપ્રાયો અજ્ઞાન મિથ્યાત્વ છે. (૯) ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોને ગૃહીત તથા અગૃહીત મિથ્યાત્વ છોડવું જોઈએ. સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે, અને તે જ સૌથી પહેલાં ટળે છે. મિથ્યાત્વ ટાળ્યા વગર અન્ય બંધના કારણો (અવિરતિ આદિ) પણ ટળતાં નથી, માટે સૌથી પહેલાં મિથ્યાત્વ ટાળવું જોઈએ. એશાન હવ:જરાક અજ્ઞાન, અલ્પ અજ્ઞાન. અશાનનું વહાણ જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો તો તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે. અશાનનું લણણ વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમ ભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધરૂપ છે; એટલે જીવને કાયા જુદાં છે એવો જે જ્ઞાનયોગ તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે. અાનભવન વ્યાપાર ૫ :ક્રોધાદિ વ્યાપાર રૂપ પ્રવર્તન અશાનભાવ આનંત આત્મામાં છે તેની ખબર ન હોવી તે અજ્ઞાનભાવ છે. (૨) છ પદાર્થોના વિચારમાં ચૈતન્યધાતુ રોકાઈ ગઈ. (૩) ભગવાન આત્મા ત્રિકાળ શાશ્વત એક જ્ઞાન સ્વરૂપી ચીજ છે તેને ભૂલીને જ્યાં સુધી જીવ દેહાદિને રાગ-દ્વેષાદિ મારા માને ત્યાં સુધી અજ્ઞાનભાવ છે, એ જ્યાં સુધી અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે અને સંસાર ઊભો રહે ૨૩ છે. આચાર્ય કહે છે કે અજ્ઞાનભાવને દૂર કરીને જ્ઞાન જ્ઞાનરૂપ થાઓ ને શેય શેયરૂપ જ રહો - કે જેથી ભાવ-અભાવને અર્થાત્ રાગ-દ્વેષરૂપ ઉત્પાદ વ્યયને અટકાવી દેતો પૂર્ણ સ્વભાવ પ્રગટ થાય. અશાનવ :જરાક અજ્ઞાન; અલ્પઅજ્ઞાન. અજ્ઞાનવાદી જીવ :ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય, બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી; જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું એમ કહી સદાચરણ પુણ્યના હેતુ જાણી કરતાં નથી; અને પાપનાં કારણો સેવતાં અટકતાં નથી. આ પ્રકારના જીવોએ કાંઈ કરવું જ નહીં અને મોટી મોટી વાતો કરવી એટલું જ છે. આ જીવો અજ્ઞાનવાદી તરીકે મૂકી શકાય. આશાની આત્મા અંદર અતીન્દ્રિય જ્ઞાનને, આનંદનો રસકંદ છે. એના અંતર અનુભવની જેમ દશા નથી, તે અજ્ઞાની છે. ચિદાનંદ ઘન પ્રભુ આત્માની અંતર્દેષ્ટિ વિના પણ પુણ્ય-પાપના ભાવ જે થાય, તે મારું નિજ સ્વરૂપ છે, એમ જે માને છે તે અજ્ઞાની છે. (૨) સાચા આત્મતત્વની દૃષ્ટિમાં વિકાર ક્ષણિક અવસ્થા છે, તેથી તે પર્યાયાર્થિક છે; તે પરાશ્રિત છે માટે વ્યવહાર છે, વ્યવહાર છે તે સંયોગજનિક છે, સંયોગ આધીન ભાવ છે તે છાંડવા જોગ છે; એમ ન જાણે તે મિથ્યા દષ્ટિ, અજ્ઞાની છે. (૨) શુદ્ધ આત્માના જ્ઞાનને નહિ જાણનાર. અજ્ઞાની અને શાની જીવ પુયાદિ સાત પદાર્થો ક્યા ક્યા પદાર્થોના કર્તા છે ? :અજ્ઞાની જીવ, નિર્વિકાર સ્વસંવેદનાના અભાવને લીધે, પાપ પદાર્થનો તથા આસવ-બંધ પદાર્થોનો, કર્તા છે; કદાચિત્ મંદ મિથ્યાત્વના ઉદયથી, દેખેલા-સાંભળેલા-અનુભવેલા ભાગોની આંકાક્ષારૂપ નિદાનબંધ વડે, ભવિષ્યકાળમાં પાપનો અનુબંધ કરનારા પુણ્યપદાર્થનો પણ, કર્તા થાય છે. જે જ્ઞાની જીવ છે તે નિર્વિકાર-આત્મતત્ત્વ વિષયક નિશ્ચય અનુભૂતિરૂપ અભેદરત્નત્રય પરિણામ વડે, સંસવર-નિર્જરા મોક્ષ પદાર્થોનો કર્તા થાય છે; અને જ્યારે પૂર્વોક્ત નિશ્ચયરતત્રયમાં સ્થિર રહી શકતો નથી ત્યારે નિર્દોષ પરમાત્મસ્વરૂપ અહંત-સિદ્ધોની તથા, તેનું (નિદોર્ષ પરમાત્માનું) આરાધન કરનારા આચાર્ય-ઉપાધ્યાય-સાધુઓની નિર્ભર અસાધારણ ભક્તિરૂપ એવું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy