SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, તે ચાર અરૂપી છે અને પુલરૂપી-સ્પર્શ, ગંધ, રસ, વર્ણ સહિત છે. અજીવ વસ્તુઓ આત્માથી જુદી છે, તેમજ અનંત આત્માઓ પણ એક બીજાથી સ્વતંત્ર-જુદા છે. પર લક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ; પર તરફ વલણ કરતાં જીવને, પુણ્યપાપની શુભાશુભ વિકારી લાગણી થાય છે. (૩) જેમાં ચેતના-જાણપણું નથી, તેવાં દ્રવ્યો પાંચ છે. તેમાં ધર્મ, દ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળ દ્રવ્ય - એ ચાર અરૂપી દ્રવ્ય છે, અને પુલ રૂપી-સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત છે. (૪) અજીવના પાંચ ભેદ છે; પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. (૫) જેમાં ચેતના (જ્ઞાન-દર્શન અથવા જાણવા-દેખવાની શક્તિ) નથી હોતી તેને અજીવ કહે છે. (૬) પુદગલ, ધર્મ, અધર્મ અકાશ એ કાળદ્રવ્યમાં લક્ષણ અને ભેદ= જેમાં ચેતના (જ્ઞાનદર્શન અથવા જાણવા-દેખવાની શક્તિ) નથી હોતી તેને અજીવ કહે છે. આ અજીવના પાંચ ભેદ છે. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જેમાં રૂપ, રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ હોય છે તેને પુદ્ગલ દ્રવ્ય કહે છે. જે સ્વયં ચાલે છે એવા જીવ અને પુગલને ચાલવામાં નિમિત્તકારણ હોય છે તે ધર્મદ્રવ્ય છે અને સ્વયં પોતાની મેળે) ગતિપૂર્વક સ્થિર રહેલાં જીવ અને પુલને સ્થિર રહેવામાં જે નિમિત્તકારણ છે તે અધર્મ દ્રવ્ય છે. જેમાં છે દ્રવ્યોનો નિવાસ છે. તે સ્થાનને આકાશ કહે છે. જે પોતાની મેળે પલટે છે તથા પોતાની મેળે પલટતાં બીજા દ્રવ્યોને પલટવામાં નિમિત્ત છે તેને નિશ્ચયકાળ કહે છે. શ્વત, દિવસ, ઘડી, કલાક વગેરેને વ્યવહારકાળ કહેવાય છે. આવી રીતે અભ્ય તત્ત્વનું વર્ણન કરે છે. જિનેદ્ર ભગવાને આ પાંચે દ્રવ્યોમાંથી પુગલ દ્રવ્યને બાદ કરતાં ચાર અબ્ધ દ્રવ્ય અને જીવ દ્રવ્યને અમૂર્તિક (ઈન્સિય અક્ષોચર) કહ્યાં છે. (૭) જેમાં ચેતના-જાણપણું નથી; તેવાં દ્રવ્યો પાંચ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે ચાર અરૂપી અને પુદ્ગલ રૂપી-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સહિત છે. (૮) પુદ્ગલ દ્રવ્યાદિક અચેતન દ્રવ્યો, તે અજીવ છે. પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય તથા આકાશદ્રવ્ય, એવા આજીવના પાંચ ભેદ છે. અજીવનું વિશેષલક્ષણ અચેતનપણું છે. (૯) | ૨૫ આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં, જીવના ગુણોનો નથી, તેથી તેમને અચેતનપણ કહ્યું છે. આકાશાદિને સુખદુઃખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતનો ભય એ જેમને સહાય હોતાં નથી તેથી તે અજીવ છે. (૧૦) ચૈતન્યનો અભાવ જેનું લક્ષણ છે, તે અજીવ છે. તે અજીવ પાંચ પ્રકારે છે - પુલાસ્તિક, ધર્માસ્તિક, અધર્માસ્તિક, આકાશાસ્તિક અને કાળદ્રવ્ય. આજીવ અધિકરણ આસવના ભેદો અજીવ-અધિકરણ આસ્રવ બે પ્રકારની નિર્તના, ચાર પ્રકારના નિક્ષેપ, બે પ્રકારના સંયોગ અને ત્રણ પ્રકારના નિસર્ગ - એમ કુલ ૧૧ ભેદરૂપ છે. અજીવ દ્રવ્યો પુલ ધર્માસ્તિપ્રય, અધર્માસ્તિપ્રય, આકાશને કાળ. આજીવતરૂ પુગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પાંચઅલ્પ દ્રવ્યો છે. ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ અને પુદ્ગલ એ ચાર અજીવ તથા બહ પ્રદેશ છે. અટકઃપકકડ. (૨) બંધન. અટકવું રોકાવું; થોભવું; ગતિ કે પ્રવૃત્તિ બંધ પડવી. અટલ :ન ટળે તેવું; નિત્ય; સનાતન. અટવાઈ જવું ખોવાઈ જવું; ગુંચવાવું; ભરાવું; ગુંજાવું; કાયર થવું; પિલાવું; ઘૂંટાઈને એકરસ થવું; પગમાં (કાંઈક) ભરાવું. અટથી વન; જંગલ. (૨) અનંત. અઠ્ઠાવીસ કૂલ ગુણો : પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય નિરોધ, છે આવશ્યક, કેશલોચ, સ્નાનાભાવ, નગ્નતા, અંદતધોવન, ભૂમિ શયન, સ્થિતિભોજન અને એકવાર આહાર ગ્રહણ, એ અઠ્ઠાવીસ મૂલગુણો મુનિઓને હોય છે. (૨) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ મહાવ્રત છે, ઈર્ષા, ભાષા એષણા આદાન-નિક્ષેપણ અને પ્રતિષ્ઠા૫ન આ પાંચ સમિતિઓનાં નામ છે. સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોય એ પાંચ ઈન્દ્રિયો જેમનો નિરોધ-વશ કરવું, સામાયિક, સ્તુતિ, વંદના, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન આ છે પરમ આવશ્યક છે, કેશલોચ, અસ્નાન, નગ્નપણું, અદંતધાવન, ભૂમિશયન, ઊભા રહીને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy