SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન્સનીભાવ :મનનો નાશ. (૨) આત્મ મસ્તી; આત્માની ખુમારી; આત્માની અનુભૂતિ (૩) ચિરકાલ પર્યન્ત પણ ધારેલા પ્રયત્નો વડે, જે વાયુ ધારી શકાતો નથી, તે વાયુ ખરેખર, ઉન્મની ભાવ પ્રાપ્ત થયે છતે, તત્ ક્ષણ સ્થિર થઇ જાય છે. બ્રહ્મ રન્દ્રમાં ચિત્ત રાખવાથી નાસ્તિકા દ્વારા વહેતો વાયુ, બંધ પડતો હોય એવું જણાય છે. ઉન્મૂલન ઃજડમૂળથી કાઢી નાખવું તે; નિકંદન. ઉન્મેશ :પ્રગટ થવું તે; પ્રાકટય; સ્ફુરણ. (૨) મનોવલણના (અભિપ્રાયના) ફણગા. ઉન્માદ :ઉન્મત્ત; મદાંધ; અહંકારી; ઉદ્ધત્ત; ઘેલછા; તોર; કામાસક્ત. (૧) ઉન્મત્તપણું; ગાંડપણ; તોર; મદ; તોફાન. (૨) સનેપાતનો, એક પ્રકાર. (૩) ઘેલછા; ગાંડપણ; મદ; તોર; (૪) વૃત્તિ કાબુમાં ન રહે, તે ઉન્માદ; અત્યંત બેદરકારી; ધર્મની કંઇ પડી જ ન હોય, છકી ગયો હોય તે ઉન્માદ. અસ્થિરતાનો રાગ; વ્યવહારના વિકલ્પ (૫) ઉલટો માર્ગ; ખરાબ રસ્તો; અનીતિનો રસ્તો. (૬) વિપરીત માર્ગ; અવળો માર્ગ; ખોટો માર્ગ; (૭) ઉલટો માર્ગ; ખરાબ રસ્તો; અનીતિનો રસ્તો; સન્માર્ગની સન્મુખ ન વર્તવું. (૮) વિષય, કષાય, કુશ્રવણ, કુવિચાર, કુસંગ, અને ઉગ્રતા આચરવામાં આવે, તે અશુદ્ધ આત્માની પ્રાપ્તિનો માર્ગ છે. ઉન્મીલિત થયાં :ખૂલ્યાં, વિકસ્યાં ઉપકંઠ પાદર; પરવાડ; તળેટી; પાડોશ; નીકનેનો નાકનો ભાગ; નિકટતા ઉપકરણ :સાધન. ઉપકરણો ઃસાધનો- સ્ત્રી, પુત્ર, વસ્ત્ર, આભૂષણાદિ ઉપકરણો. તેમાં મમતા ન કર ઉપક્રમ આરંભ; શરૂઆત; આશ્રય. (૨) ક્રમ પૂર્વક; એક પછી એક; ક્રમસર (૩) આરંભ; શરૂઆત; આશ્રય. ઉપેક્ષા અનાદર; તિરસ્કાર; માધ્યસ્થ; શુદ્ધ સમદષ્ટિના બળવીર્યને યોગ્ય થવું; નિસ્પૃહભાવે, જગતના પ્રતિબંધને વિસારી, આત્મહિતમાં આવવું; ઉદાસીનભાવના. (૨) ઉદાસીનતા; વિરક્તિ; નિસ્પૃહતા; મધ્યસ્થભાવ; શત્રુ તરફ સરખી લાગણી હોવાપણું. (૩) અવજ્ઞા (૪) ઉદાસીનતા; ૨૧૫ વિરક્તિ; નિઃસ્પૃહતા; મધ્યસ્થ ભાવ; અનાદર; તિરસ્કાર. (૫) રાગદ્વેષ રહિતપણું. (૬) બેદરકાર; અજાગૃત. (૭) ઉદાસીનતા; ત્યાગ. (૮) લાવગર; અનાદર; તિર્મકાર; ત્યાગ; ઉદાસીનતા; અનપેક્ષા; બેદરકારી; અવગણના (૯) માધ્યસ્થ; નિસ્પૃહભાવે, જગતના પ્રતિબંધને વિસારી, આત્મહિતમાં આવવું; શુદ્ધ સમદષ્ટિના બળ વીર્યને, યોગ્ય થયું. ઉપેલા કરતો :ઇષ્ટાનિષ્ઠ બુદ્ધિથી રહિત; સમભાવ ધરતો. પરમાનંદ નિમગ્ન. (૨) લક્ષ છોડીને ઉપેક્ષા યોગ્ય ઉદાસીનતા યોગ્ય; વિરક્તિયોગ્ય; નિસ્પૃહતા યોગ્ય, અનાદર યોગ્ય. ઉપણા સંયમ ત્રણ ગુપ્તિઓમાં ગુપ્ત રહેવું તે ઉપેક્ષા સંયમ છે. ઉપેક્ષિત :બેદરકાર; બેપરવાઈ; લાપરવાઈ; અનાદર; તિરસ્કાર (૨) મધ્યસ્થ ઉપકાર નિમિત્ત (૧) ભલું; હિતકારી; રૂડું. (ર) ગુણ, સહાય, સહયોગ પણ કહે છે. (૩) ઉપગ્રહ; સહાયકતા; નિમિત્ત. એક દ્રવ્યને પોતાને પોતાના કારણે લાભ-નુકસાન થયું, ત્યારે બીજું કયું દ્રવ્ય તે વખતે નિમિત્તરૂપ હાજર હતુંતે સૂચવવા માટે ઉપકાર શબ્દ વપરાયછે. ઉપકારને સહાયક, બલાધાન, બહિરંગ સાધન, બહિરંગ કારણ, નિમિત્ત, નિમિત્તકારણ એ આદિ નામથી સંબોધે છે. (૪) સુખદાતા (૫) બદલાની આશા વિનાની ભલાઇ; સપાડું; (૬) કૃપા; મહેરબાની; આભાર; અહેસાન; પાડ; બદલાની આશા વિનાની ભલાઇ; સપાડું. (૭) દ્રવ્યોનો નિમિત્ત-નૈમિતિક સંબંધ. (૮) અનુગ્રહ; કૃપા; વ્યવહારિક કથન ઉપકારક :ઉપયોગી. ઉપકારક કીર્તિ ઉપગત પામેલા; પ્રાપ્ત કરેલા ઉપગ્રહ :બીજા દ્રવ્યનું ભલું કરવું; લાભ કરવો; નિમિત્તરૂપ નિમિત્ત; અપેક્ષા; કારણ; હેતુ (૨) એક જીવ બીજાને સુખનું નિમિત્ત, દુઃખનું નિમિત્ત, જીવનનું નિમિત્ત, મરણનું નિમિત્ત, સેવા શુશ્રુષા આદિનું નિમિત્ત હોય છે તેને ઉપગ્રહ કહે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy