SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપગહન સમ્યગ્દર્શનનું પાંચમું અંગ છે. પોતાના ગુણની પ્રસંશા જ કરે, પણ સગુણ પ્રાપ્ત કર્યા કરે, પરના દોષ ઢાંકે, પોતાને દોષ લાગ્યા હોય, તેનું સદગુરુ સમક્ષ આલોચના સહિત પ્રાયશ્ચિત લે, પોતાની નિંદા કરે, અને પરની નિંદા તજે, સગુરુનાં ગુણ ગાયને ઉપગૃહન નામનું પાંચમું અંગ છે. (૨) દોષ ઢાંકવો. બીજાના દોષ ઢાંકવા. ઉપગહન (ઉપખંહણ) પોતાના ગુણોની પ્રશંસા ન કરે ને બીજાની નિંદા ન કરે, સાધર્મમાં કોઇ દોષ લાગી ગયો હોય તો તેને ઢાંકે, ને તે દોષ દૂર કરવા પ્રયત્ન કરે, તથા ગુણની વૃદ્ધિ થાય. ધર્મની વૃદ્ધિ થાય એવા ઉપાય કરે, આવો ભાવ તે સમ્યગ્દષ્ટિનું ઉપગૂહન અથવા ઉપવૃંહણ અંગ છે. દોષને ઢાંકવા દૂર કરવા, અને ગુણને વધારવા એ બન્ને વાત ઉપગૂહન અથવા ઉપબૃહણ કહેવાય છે. ઉપગૃહન અંગ ઉપગ્રહનત્વ મોક્ષ માર્ગ પોતે તો શુદ્ધ જ છે તેની અશક્ત અને અજ્ઞાની જીવોના આશ્રયે થતી નિંદાને દૂર કરવી તેને, ઉપગૂહન કહે છે. (સ્વસમ્મુખે તાનાબળ વડે શુદ્ધિની વૃદ્ધિ કરવી તેને, ઉપવૃંહણ અંગ કહે છે. ઉપગહન કર પરવસ્તુના સર્વ ધર્મને ગોપવનાર અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી. ઉપઘાત :નાશ (૨) સત્ય, યથાર્થ પ્રશસ્ત જ્ઞાનમાં દોષ લગાડવો, અથવા પ્રશંસા લાયક જ્ઞાનને દૂષણ લગાડવું, તે ઉપઘાત છે. (૩) ઇજા; શારીરિક ઘવાયાપણું; આથડામણ; નાશ. ઉપશાત નામ કર્મ જે કર્મના ઉદયથી પોતાનો ઘાત કરનારાં અંગ હોય, તેને ઉપઘાત નામ કર્મ કહે છે. ઉપઘાતક હણનાર ઉપય :સંચય; ઢગલો. ઉપથરિત :ઉપચાર; દૂર ક્ષેત્રે; જૂઠી નિમિત્ત દષ્ટિથી વ્યવહારથી. (૨) જ્ઞાનમાં રાગ સ્થળપણે જણાય છે તેથી તે ઉપચરિત છે. કારણ કે રાગ એ આત્માનું સ્વરૂપ નથી, તેથી રાગને આત્મા કહેવો તે, ઉપચરિત છે. (૩) કથંચિત; કથનમાત્ર (૪) અસભૂત વ્યવહારનય આત્માની પર્યાયમાં જેરોગ છે, તે મૂળ સરૂપ ૨૧૬ વસ્તુમાં નથી. તેથી અસદભૂત છે. ભેદ પાડ્યો તેથી વ્યવહાર છે, અને જ્ઞાનમાં ધૂળ પણે જણાય છે, તેથી ઉપચારિત છે. આ રીતે રાગને આત્માનો કહેવો, તે ઉપચરિત અસદભૂત વ્યવહારનયનો વિષય છે. ઉપથતિ અશકત વ્યવહારનય આત્માની પર્યાયમાં જે રાગ છે, તે મૂળ સતરૂપ વસ્તુમાં નથી. તેથી અસભૂત છે. ભેદ પાડ્યો તેથી વ્યવહાર છે, અને જ્ઞાનમાં સ્થળપણે જણાય છે, તેથી ઉપચરિત છે. આ રીતે રાગને આત્માનો કહેવો, તે ઉપચરિત અસભૂત વ્યવહારનયનો વિષય છે. જે સૂક્ષ્મ રાગનો અંશ, વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી. તે અનુપચરિત અસભૂત વ્યવહારનયનો વિષય છે. ઉપથરિત કારણ : ઉપચાર કરીને કારણ કહેવું તે, ઉપચરિત છે. ઉપચરિત સદભત વ્યવહારનય :આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે, તેમાં આત્માનું જ્ઞાન, રાગને જાણે, પરને જાણે એમ કહેતાં-તે જ્ઞાન પોતાનું હોવાથી, સદભૂત ત્રિકાળમાં ભેદ પાડ્યો માટે, વ્યવહાર અને જ્ઞાન પોતાનું હોવા છતાં, પરને જાણે છે, એમ કહેવું તે ઉપચાર છે. આ રીતે રાગનું જ્ઞાન એમ કહેવું (અર્થાત્ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું), તે ઉપચરિતસભૂત વ્યવહારનય છે. ઉપથાર વસ્તુ છે તો ખરી, પણ તેનું લક્ષ્ય કરવા યોગ્ય નથી. તેથી દ્રવ્યદૃષ્ટિમાં તેને ગૌણ કરી, ઉપચાર કહેલ છે. (૨) આરોપ કરીને; વ્યવહાર; અસત્યાર્થ. (૩) વ્યવહાર; વિધિસરનું આચરણ; બહારનો વિનય. (૪) જ્ઞાન આત્માનું પોતાનું હોવા છતાં, પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. (૫) વ્યવહાર નિરૂપણ (૬) પરનિમિત્તથી થાય તે ઉપચાર; કથનમાત્ર. (૭) બહારનો વિનય; કહેવા પૂરતું; (૮) બીજાને ખુશ કરવા કરેલું મિથ્યા કથન; કથન માત્ર (૯) કથંચિત; કોઇ એક પ્રકારે; કથન માત્ર. (૧૦) વ્યવહાર; લક્ષણ દ્વારા થતો અર્થ બોધ (૧૧) પર નિમિત્તથી થાય તે ઉપચાર; કથન માત્ર. (૧૨) વ્યવહાર કથન (૧૩) અસત્ય; કથન માત્ર; કહેવા પૂરતું. (૧૪) પરનિમિયથી થાય તે ઉપચાર. (૧૫) કથનમાત્ર; કેહવા પૂરતું; બીજાને ખુશ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy