SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ+આસીનતા, ઉ= ઉંચે, રાગ-દ્વેષ, મોહ આદિ ભાવોથી અસ્પૃશ્ય, ઉચ્ચ આત્મસ્થિતિમાં, આસીનતા= બેસવાપણું, એ જ અધ્યાત્મની જનની છે. અર્થાત્ ઉદાસીનતા વિના અધ્યાત્મનો જન્મ સંભવતો નથી. ઉદાસીનમ :પરદ્રવ્યથી વિરક્ત સ્વરૂપ ઉદાહરણ દૃષ્ટાંત ઉદિત :પ્રગટ થતા; સિદ્ધ. (૨) પ્રકાશમાન; પ્રગટ ઉદિત કરે છે. :સિદ્ધ કરે છે. ઉદિત થવું :સિદ્ધ થવું; ઉદિત કરવું-સિદ્ધ કરવું. ઉદિત થાય છે. :સિદ્ધ થાય છે. ઉદીરણ પ્રવૃત્તિ જે પરાથાદિ યોગે કરવી પડે, તે. ઉદીરણા આયુષ્ય કર્મના બંધની એવી વિચિત્રતા છે કે, જેને નિરુપક્રમ આયુષ્યનો ઉદય હોય તેને સમયે સમયે સરખું નિર્જરે, તેથી તે હૃદય કહેવાય છે, અને સોપક્રમ આયુષ્યવાળાને પહેલાં અમુક વખતતો ઉપર પ્રમાણે જ નિર્જરે, ત્યારે ઉદય કહેવાય, પણ છેલ્લાં અંતગૃર્તમાં બધાં નિષેકો ભેગાં નિર્જરી જાય, તેથી તેને ઉદીરણા કહે છે. ઉદીરણા કાળપાક્યા પહેલાં, કર્મના ફળ તપાદિ કારણે ઉદયમાં આવે, તે ઉદીરણા. ઉદીરણા ઃકર્મના હૃદયની માફક ઉદીરણા પણ કર્મ ફળની પ્રગટતાનું નામ છે. પરંતુ અહીં એટલી વિશેષતા છે કે, કોઇ ક્રિયાથી અથવા અનુષ્ઠાન વિશેષો દ્વારા કર્મને, પોતાના સમય પહેલાં જ પકવી લેવાય છે, અથવા અપકર્ષણદ્વારા તેના પાકવાના સમય પહેલાં જ, ઉદયમાં લઇ આવામાં આવે છે. તેને ઉદીરણા કહે છે. ઉદીરણા કરવી :ઉદયમાં લાવવું. ઉધ્યમાન ઉદયમાં આવતું ઉધ્યાધીન પૂર્વ પ્રકૃતિનો ઉદય આવે, તેને વિવેક સહિત જાણે કે, એમાં મારું કર્તવ્ય નથી, અને તેમાં મમત્વ-રાગ ન કરે, પ્રકૃતિના ઉદયને જ્ઞાનભાવે જાણે, અને જ્ઞાનમાં જ્ઞાનપણે વર્તે, પણ તેમાં કોઇ ઇચ્છા, વિકલ્પ કે મમતા ન કરે. ઉધાં જુદાં ૨૧૪ ધામવું ઃઆમથી તેમ ઊંચકવું ને મૂકવું; ફીંદવું, ઊંચું નીચું કરવું; મિથ્યા મહેનત કરવી; આમ તેમ ખોળવું; ઉથામીને તપાસવું. ઉન્મુખ :તત્પર; લાગેલો. તત્પર; લાગેલો. (સ્વભાવ સન્મુખ) તત્પર; લાગેલો હોવાથી ઉન્મૂગ્ન :ઉપર આવવું; તરી આવવું; પ્રગટ થયું.(મુખ્ય થયું.) ઉન્મજજન ઉપર લાવવું. ઉન્મત ઃઅહંકારી; ગર્વિષ્ઠ; ઉદ્ગત; મદને લીધે છકેલું; ગાંડું; મદાંધ; મદમસ્ત તોફાની. (૧) પાગલ; પોતે, આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન છે, તેને ભૂલીને પુણ્ય-પાપના પરિણામ અને તેનાં ફળને, પોતાનાં માને, તેને ઉન્મત્ત એટલે પાગલ કહ્યો છે. (ર) મદાંધ માર્ગ; અહંકારી માર્ગ; ઉત માર્ગ. (૩) પાગલ; સત્ અને અસત્ (વિદ્યમાન અને અવિદ્યમાન) પદાર્થોનું ભેદરૂપ જ્ઞાન (યથાર્થ વિવેક) ન જાણનારને, ઉન્મત્ત કહેવામાં આવે છે; જીવને સત્ અને અસત્ ની સમજણ રહિતની જે દશા છે, તે ઉન્મત્ત જીવે છે; અજ્ઞાન દશા; મિથ્યાત્વ (૪) ગાંડું; ભાન વગરનું; કેફી; છાકટું; ક્રોધી; અહંકારી; અનાદર; તિરસ્કાર; બેદરકારી; બેપરવાઇ; લાપરવાઇ. (૫) ઘેલું; ઉન્મત્તતા= ઘેલછા ભરેલું ઉન્મત્ત દશા :મિથ્યાજ્ઞાન દશા. ઉન્મત્તપણું ઃમદને લીધે છકેલું; મદાંધપણું; અહંકારીપણું; ઉદ્ધૃતપણું ઉન્મત્તા ઃમદોન્મત્ત પણું; સત્તાનો શક્તિનો મદ ચઢવારૂપ ઉચિતપણું ઉન્મત્તદશા :મિથ્યા જ્ઞાન દશા. ઉન્મત્તપ્રતાપદશા :ઘેલછાભર્યો બકવાટ; ગાંડપણને લઈને કરવામાં આવતો, બડબડાટ; પાગલનો બકવાટ. ઉન્મતતા :ઘેલછા; મૂર્ખામિ; અસ્થિરતાનો ચારિત્ર દોષ. ઉન્મેશન :ઉલટપલટ કરવું; મારી નાખવું; મારીને ખાઇ જવું. (૨) મારીને ખાઇ જનાર ઉન્મની :અનાસકત; ઉદાસીન; અમનતા; નિઃસંગતા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy