SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આસવ ભાવ:અરિહંત ભગવાનની ભકિતનો શુભ ભાવ તે આસ્રવતત્ત્વનો ભાવ આસ્રવત:પુણ્ય પાપના ભાવ. આસવ તત્ત્વનું વર્ણન આસ્રવ તત્ત્વમાં મિથ્યાતત્ત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ ભેદ છે. આસ્રવ અને બંધ બન્નેમાં ભેદ :- જીવના મિથ્યાત્વ-મોહ-રાગ-દ્વેષરૂપ પરિણામ તે ભાવ આવ છે અને તે મલિન ભાવોમાં સ્નિગ્ધતા તે ભાવબંધ છે. આસવ ત્યાગનો ઉપદેશ અને બંધ, સંવર, નિર્જરાનું વણાણ : (૧) આ મિથ્યાત્વાદિ જ આત્માને દુઃખનું કારણ છે; પણ પર પદાર્થ દુ:ખનું કારણ નથી; તેથી પોતાના દોષરૂપ મિથ્યાભાવોનો અભાવ કરવો જોઈએ. સ્પર્શી સાથે પુલોનો બંધ રાગાદિક સાથે જીવનો બંધ અને અન્યોન્ય અવગાહ તે પુદ્ગલ-જીવાત્મક બંધ કહેલ છે. (પ્રવચનસાર ગાથા-૧૦૭) રાગ પરિણામ માત્ર એવો જે ભાવબંધ તે દ્રવ્યબંધનો હેતુ હોવાથી તે જ નિશ્ચયબંધ છે. જે છોડવા યોગ્ય છે. (૨) મિથ્યાત્વ અને ક્રોધાદિકરૂપભાવ તે સર્વને સામાન્યપણે કષાય કહેવાય છે. એવા કષાયનો અભાવ તેને દમ કહેવાય છે અને દમ એટલે જે શેય-જ્ઞાયક સંકરદોષ ટાળી ઈન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક (જદો-પરિપૂર્ણ આત્માને જાણે છે તેને - જે નિશ્ચયનયમાં સ્થિતિ સાધુઓ છે. તેઓ-ખરેખર જિતેન્દ્રિય કહે છે. (સમયસાર ગા.૩૧). સ્વભાવ પરભાવના ભેદ જ્ઞાનના બળ વડે દ્રવ્યન્સિય, ભાવેન્દ્રિય અને તેના વિષયોથી આત્માનું સ્વરૂપ જુદુ છે એમ જાણવું તેનું નામ ઈન્દ્રિયોનું દમન કહેવામાં આવે છે. પરંતુ આહારાદિ તથા પાંચ ઈન્દ્રિયોના વિષયરૂપ બાહ્ય વસ્તુઓના ત્યાગરૂપ જે મંદ કષાય છે તેનાથી ખરેખર ઈન્દ્રિયદમન થતું નથી, કેમ કે તેનો શુભરાગ છે, પુણ્ય છે માટે બંધનું કારણ છે એમ સમજવું. આસ્રવ થવાનું કારણ મિથ્યા દર્શન, અસંયમ અઘસંગ્રહમાં અવ્રત, કષાય, પ્રમાદ અને યોગ આ પાંચ અથસંગ્રહમાં કર્મોના આત્મપ્રવેશ તથા ગ્રહણરૂપ બંધમાં કારણ છે. આસવનિરોધ :આવતાં કર્મોની અટકાયત. આસાતત્ત્વની ભs :જીવ અને અજીવ કોઈ પણ પદાર્થ આત્માને કાંઈ પણ સુખ, દુઃખ, બગાડ, સુધાર કરી શકતા નથી, છતાં અજ્ઞાની તેમ માનતો નથી. પરમાં કર્તુત્વ, મમત્વરૂપ મિથ્યાત્વ અને રાગદ્વેષાદિ શુભાશુભ આસવભાવ તે પ્રત્યક્ષ દુઃખ દેનારાં છે, બંધના જ કારણ છે, છતાં તેને અજ્ઞાની જીવ સુખકર જાણીને સેવે છે. જેથી શુભભાવ પણ બંધનનું કારણ છે, આસવ છે, તેને હિતકર માને છે. પર દ્રવ્ય જીવને લાભ-નુકસાની કરી શકે નહિ, છતાં તેને ઈષ્ટ-અનિષ્ટ માની તેમાં પ્રીતિ-અપ્રીતિ કરે છે; મિથ્યાત્વ, રાગ-દ્વેષનું સ્વરૂપ ઓળખતો નથી; પર પદાર્થ મને સુખ-દુઃખ આપે છે અથવા રાગ દ્વેષ-મોહ કરાવે છે, એમ માને છે, આઅવતત્ત્વની ભૂલ છે. આસવને વિશેષ વપ :મોહના ઉદયથી જે પરિણામ આ જીવનાં થાય છે. જે જ આસવ છે. કે ભવ્ય જીવ ! જે પ્રત્યક્ષરૂપથી એમ જાણ. તે પરિણામ મિથ્યાત્વ આદિને લઈને અનેક પ્રકારનાં છે. કર્મબંધનું કારણ આસવ છે. જે મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગના ભેદથી પાંચ પ્રકારના છે. જમાં સ્થિતિ અનુભાગરૂપે બંને કારણે મિથ્યાત્વાદિક ચાર જ છે. જે મોહના ઉદયથી થાય છે. અને જે યોગ છે તે સમયમાત્ર બંધને કરે છે. કંઈ પણ સ્થિતિ અનુભાગને કરતા નથી. એથી યોગ બંધના કારણમાં પ્રધાન (મુખ્ય) નથી. આસવનાં કારણો વિશેષ હેતુ મિથ્યાદર્શન, અસંયમ (અવ્રત), કષાય અને યોગ આ ચાર વિશેષરૂપે અઘ-સંગ્રહમાં-કર્મોના આત્મપ્રવેશ તથા ગ્રહણ-૩૫ બંધમાં કારણ છે. આસવના દ્વાર હિંસા, અસત્ય, ચોરી, કુટીલ, પરિગ્રહ, એ પાંચ આસવના દ્વાર છે. તેનાથી એવો પાપનો આસવ થાય છે, કે જેથી સદા આત્માનો સંસાર સમુદ્રમાં નાશ થાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy