SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ આસવ :પાપના આગમન. (૨) વિકારી શુભાશુભ ભાવ૫ણે અરૂપી અવસ્થા જીવમાં થયા તે ભાવ, આસવ અને તે સમયે નવાં કર્મ યોગ્ય રજકણોનું આવવું (આત્મા સાથે એકક્ષેત્રે રહેવું.), તે દ્રવ્ય આસવ છે. પુય-પાપ એ બન્ને, આસવના પેટા ભાગ છે. (૩) જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામ, તે આસવ છે. તેમજ તે (મોહરાગદ્વેષરૂપી પરિણામ) જેનું નિમિત્ત છે, એવા જે યોગ દ્વારા પ્રવેશતાં પુલોના કર્મપરિણામ, તે સ્રવ છે. (૪) આ એટલે મર્યાદાથી, અને સવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું આવવું, તે આસ્રવ છે. આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય, તો એના સંબંધમાં નવા (કર્મનાં) આવરણ આવે, તે આસ્રવ છે. (૫) વિકારી ભાવો. (૬) વિકારી શુભાશુભ ભાવ૫ણે, અરૂપી અવસ્થા જીવમાં થાય, તે ભાવ-આસ્રવ અને તે સમયે નવાં કર્મ યોગ્ય રજકણોનું આવવું (આત્મા સાથે એ ક્ષેત્રે રહેવું), તે દ્રવ્યાસવ છે. (તેમાં જીવનો અશુદ્ધ પર્યાય, નિમિત્ત માત્ર છે.) પુણ્ય-પાપ, એ આસ્રવના પેટાભેદ છે. (૭) અજ્ઞાન અને રાગ-દ્વેષના ભાવ. આસવના બે ભેદ છે. એક દ્રવ્ય આસવ અને બીજો ભાવ-આસવ. કર્મના રજકણોનું આવવું તે દ્રવ્ય-આસ્રવ અને ચૈતન્યના વિકારી-શુભાશુભ પરિણામને ભાવ-આસવ. જ્યાં સુધી અજ્ઞાન અને રાગ-દ્વેષના ભાવ. આસ્રવ હોય છે ત્યાં સુધી નવાં કર્મોનું બંધન થયા જ કરે છે. (૮) વિકારી ભાવ. (૯) બંધનું કારણ. (૧૦) મન, વચન, કાયનું નિમિત્ત પામીને જીવના પ્રદેશનું ચલાચલ થવું તે યોગ છે તેને જ આસ્રવ કહે છે. તે ગુણસ્થાનની પરિપાટીમાં સૂક્ષ્મ સાંપરાય દશમાં ગુણસ્થાન સુધી તો મોહના ઉદયરૂપ યથાસંભવ મિથ્યાત્વ કષાય સહિત હોય છે. જેને સંપાયિક આસ્રવ કહે છે. જેમજ ઉપરના તેરમાં ગુણસ્થાન સુધી મોહના ઉદયથી રહિત થાય છે તેને ઈર્યાપથ આસ્રવ કહે છે અને જીવના પ્રદેશ સુધી થાય છે તેને ભાવાસવ કહે છે. (૧૧) વિકારી શુભાશુભ ભાવપણે અરૂપી અવસ્થા જીવમાં થાય તે ભાવ-આસવ અને તે સમયે નવાં કર્મ યોગ્ય રજકણોનું આવવું (આત્મા સાથે એ ક્ષેત્રે રહેવું) તે દ્રવ્યાસવ છે. (૧૨) આવવું; કર્મ આવવું; (૧૫) આત્માની પર્યાયમાં પુણ્ય-પાપ વગેરે વિકારભાવો થાય છે તેને આસ્રવ કહે છે (૧૩) જેવી રીતે કોઈ વહાણમાં છિદ્ર પડવાથી તેમાં પાણી આવવા લાગે છે તેવી રીતે મિથ્યાત્વાદિ આસવ મારફત આત્મામાં કર્મ આવવા લાગે છે તે. (૧૪) ઝરવું એ; ટપકવું એ; આસ્રવ (૧૫) ઈન્દ્રિયદ્વાર ; શરીરમાંનું પ્રત્યેક છિદ્ર; (૧૬) જેનાથી કર્મ બંધાય તે નિમિત્ત; કર્મબંધ હતુ. (૧૭) ૫ મિથ્યાત્વ (એકાન્તિક મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ. સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને વૈયિક મિથ્થાન) અવિરતિના ૧૨ દોષ, કષાયના ૨૫ દોષ અને યોગના ૧૫ દોષ છે. (૧૮) વિકારી શુભાશુભ ભાવ૫ણે અરૂપી અવસ્થા જીવમાં થાય તે ભાવ આસ્રવ અને તે સમયે નવાં કર્મયોગ્ય રજકણોનું આવવું (આત્મા સાથે એક ક્ષેત્ર રહેવું) તે દ્રવ્ય આસવ છે. (૧૯) મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ એ પાંચે આસવો છે. (૨૦) વિકારી પર્યાય; પુણયપાપના ભાવ. (૨૧) જ્ઞાનાવરણાદિ કર્મોનું આવવું. (૨૨) આસવ છે તે અશુચિમય છે, શુભાશુભ ભાવ બન્ને આસ્રવ છે, તે બન્ને મલિન છે અને અશુચિમય છે. અશુભભાવ તો મલિન છે જ પણ શુભ ભાવને મલિન કોણ કહે કે જેણે આત્મસ્વભાવ શુભાશુભ ભાવરહિત મહા નિર્મળ અને શુદ્ધ છે એનો જેમણે અનુભવ કર્યો હોય, સ્વભાવનો આસ્વાદ લીધો હોય તે પુરુષો કહે કે શુભભાવ પણ આસ્રવ છે ને મલિન છે. બાકી એકલા શુભભાવમાં જ ધર્મ માનનારા અજ્ઞાની જીવો એકલા અશુભ ભાવને આસ્રવ કહે છે પણ શુભભાવને આસવ નહિ કહેતાં ધર્મ કહે છે તે તેમનું અજ્ઞાનપણું છે, તે તેમનું મૂઢપણું છે. જ્ઞાની પુરુષો શુભાશુભ ભાવરૂપ આસવો દુઃખરૂપ છે, દુઃખનાં કારણો છે એમ જાણીને તેનાથી નિવૃત્તિ કરે છે અને આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે. (૨૩) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આસ્રવ છે. અને તેનાં ક્રમશઃ મિથ્યાત્વના પાંચ, અવિરતિના પાંચ, કષાયના ચાર અને યોગના ત્રણ ભેદ નિજશાસનમાં સભ્યપ્રકારે રહે છે. (૨૪) આસવ સહિત. (૨૫) જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામ, (તે આસવ છે) તેમ જ તે (મોહ રાગદ્વેષ રૂપ પરિણામ) જેનું નિમિત્ત છે, એવા જે યોગ દ્વારા પ્રવેશતાં પુલોના કર્મપરિણામ, તે આસ્રવ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy