SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાવના પ્રકાર મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગના ભેદથી આસવના પાંચ પ્રકાર છે. આવભાવના રાગ-દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિ સર્વ આસવ છે, તે રોકવા કે ટાળવા યોગ્ય છે એમ ચિંતવવું તે. આસવો આસવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણો છે. આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસેવો આત્મા નિવૃત્તિ થાય છે. પુણય-પાપને, જે પહેલાં ઉપાદેયપણે માનતો, તેને હવે હેય જાણીને, આત્માને ઉપાદેયપણે સ્વીકારે છે. તેને કર્મનો બંધ થતો નથી. સ્વ-આશ્રિત નિશ્ચય, અને પરાશ્રિત વ્યવહાર, તે એક સિદ્ધાંત છે. શુભભાવ તે ધર્મ નથી. ધર્મનું કારણ પણ નથી. આત્મા અને આસવોનો ભેદ જાણ્યા છતાં, જો આત્મા આસવોથી નિવૃત્ત ન થાય તો, તે ભેદજ્ઞાન જ નથી. અજ્ઞાન જ છે. આસવો: (૧) વિકારી ભાવો. (૨) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર આસવો છે. તેનો વિશેષ ભેદ તેર પ્રકારના છે. મિથ્યાત્વ ગુણસ્થાનથી માંડીને સયોગીકેવળી ગુણસ્થાન સુધીના તેર પ્રકાર આસવો છે. આ તેરે ગુણસ્થાનો પુગલ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. જે અચેતન છે. જેઓ કર્મ કરે તો ભલે કરે પણ તે કર્મનો કર્તા અને ભોક્તા પણ આત્મા નથી. આત્મા તો અકર્તા છે. કષાય અને યોગના ચાર-પ્રકાર છે અને તેના વિશેષ પ્રકાર તેર છે. જે તેરે જડ છે. મિથ્યાત્વ, સ્રાસાદન, મિશ્ર, અવિરતિ, દેશ વિરતિ, પ્રમત્ત સંયત, અપ્રમત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાપરાય, ઉપશાંત મોહ, ક્ષીણમોહ અને સંયોગકેવળી, એ તેરે ગુણસ્થાન કર્મના નિમિત્તની અપેક્ષા રાખે છે માટે જડ છે. ભગવાન આત્મા તો અખંડ જ્ઞાયક મૂર્તિ છે. (૪) આસવો-પુણ્યપાપના ભાવો અશુચિ છે, ભગવાન આત્મા શુચિ છે, એ પહેલો બોલ થયો. (૫) આસવો-પુણ્યપાપના ભાવો જડ, અચેતન છે, અને ભગવાન આત્મા વિજ્ઞાનદાનસ્વભાવ હોવાથી ચેતક છે, શુદ્ધ ચૈતન્યમય છે. આ બીજો બોલ થયો. (૬) આસવો-પુણપાપના ભાવો આકુળતા ઉપજાવનારા હોવાથી, દુઃખનું અકારણ જ છે. આ ત્રીજો ૧૯૭ બોલ કહ્યો. ત્રણ બોલથી આસવો અને આત્માની ભિન્નતા કહી. આ પ્રમાણે આસવોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન, એવા આત્માની સન્મુખ થઈને ભેદ જ્ઞાન પ્રગટ કરવું, અર્થાત્ પર્યાયને ત્રિકાળીમાં, અભેદ કરવી તે ધર્મ છે. મોક્ષ માર્ગ છે. પર્યાયને અભેદ કરવી, એટલે દ્રવ્યસન્મુખ કરવી, એવો એનો અર્થ છે. પર્યાય દ્રવ્યસન્મુખ થતાં, સ્વભાવની જાતની પર્યાય થઈ, અને રાગથી ભિન્ન પડી ગઈ. એટલે તે દ્રવ્યથી અભિન્ન થઈ, એમ કહેવામાં આવે છે. (૭) આસવો નિબદ્ધ છે, અધૃવ છે, શરણહીન છે, અનિત્ય છે, દુઃખરૂપ છે અને દુઃખફળરૂપ છે. (૮) આસવો નિબદ્ધ (બંધાયેલા) છે. અધ્રુવ છે, શરણહીન છે, અનિત્ય છે, દુઃખરૂપ છે અને દુઃખ ફળરૂપ છે. (૯) નવા વિકારભાવો. (૧૦) આશ્રવો અને આત્માને ભિન્ન પાડવા માટે છે પ્રકાર બતાવ્યા. (૧૧) લાખ અને વૃક્ષની જેમ વધ્યા - ઘાતક કહ્યા. (૧૨) વાઈના વેગની જેમ વધતા-ઘટતા રહ્યા. (૧૩) શીત અને દાહ જવરની જેમ અનુક્રમે ઉત્પન્ન થાય છે માટે અનિત્ય કહ્યા. (૧૪) કામના રજકણ ઘૂટતાં કામના સંસ્કાર પણ છૂટી જાય છે તેનાં જેમ આસવોને અક્ષરણ કહ્યા. (૧૫) આકુળતાવાળા હોવાથી દુઃખરૂપ કહ્યા અને (૧૬) આસવનું ફળ પણ દુઃખરૂપ છે માટે તે આસવોને દુઃખફળરૂપ કહ્યા. આ પ્રમાણે-રીતે આસવોને અને આત્માને ભિન્ન સ્વભાવવાળા કહ્યા. આસવો નિબદ્ધ છે. અધુવ છે, શરણહીન છે, અનિત્ય છે, દુઃખરૂપ છે અને દુ:ખફળરૂપ છે. આસવો અને આત્મા આત્માનો સ્વભાવ આસવોથી ભિન્ન જાતિનો છે. આત્મા અબંધ છે, ધ્રુવ છે, આત્મા શરણરહિત છે, આત્મા નિત્ય છે, આત્મા સુખરૂપ છે અને સુખફળરૂપ છે. એમ આસવોથી ભિન્ન યથાર્થ જ્ઞાન થયું ત્યાં જેમ જથ્થાબંધ વાદળાં છૂટી જાય, ખંડિત થઈ જાય અને દિશાઓ ચોખી-નિર્મળ-ઊજળી, વાદળાની આડ વિનાની થાય, દિશા વિસ્તારવાળી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy