SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આ જડ મિથ્યાત્વાદિની વાત નથી. આ તો જે મલિન પરિણામરૂપ આસવો-મિથ્યાત્વભાવ, આવિરતિભાવ, છઠ્ઠા ગુણસ્થાનનો પ્રસાદ કષાયભાવ, અને યોગ છે, તે જીવના પરિણામ નથી કેમ કે તે અનુભૂતિથી ભિન્ન છે. જો તે ચૈતન્યસ્વરૂપ જીવના પરિણામે હોય, તો સદાય ચૈતન્યની સાથે રહે, પણ એમ નથી. કેમકે ચૈતન્યના અનુભવથી, તેઓ ભિન્ન રહી જાય આત્મા, શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. તેનાં પરિણામ, જ્ઞાન અને આનંદમય જ હોય છે. ચિન્શક્તિ જેનું ર્વસ્વ છે, એવી ચૈતન્યમય વસ્તુનાં પરિણામ, ચૈતન્યની જાતનાં જ હોય. શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલ પરિણામ શુદ્ધ ચૈતન્યમય જ હોય. પરંતુ આ આસવો બધાય પુદ્ગલ પરિણામમય હોવાથી, સ્વાનુભૂતિથી ભિન્ન છે તેથી તે જીવને નથી. અહો ! આચાર્યદેવે સ્વભાવની દષ્ટિ કરી સ્વાનુભૂતિની નિર્મળ પરિણતિ પ્રગટ કરવાની, શું પ્રેરણા કરી છે ! તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમાં અધિકારમાં શ્રીમાન પંડિતપ્રવર ટોડરમલજીએ એમ કહ્યું છે, કે – ભાવકર્મ એ આત્માનો ભાવ છે, અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે, તેથી વ્યવહારથી તેને કર્મનો કહીએ છીએ. વળી પંચાસ્તિકાયમાં પણ, ભાવકર્મ આત્માનો ભાવ છે, એમ કહ્યું છે. તે ભાવ કર્મ થાય છે, તે પોતાનો છે અને પોતાથી થાય છે એમ તેમાં કહ્યું છે. કર્મનો કહેવો એ તો નિમિત્તથી. વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી તો વિકારનાં પરિણામ જીવમાં થાય છે, અને તેને જીવ કરે છે. ઉપર કહ્યું, તે બન્ને શાસ્ત્રોમાં શૈલી જુદી છે. એમાં રાગ, પોતાની પર્યાયમાં થાય છે, તે તેમ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. (સ્વાભાવને ઓળખે નહિ અને કોઈ એમ માની લે કે, આસવના પરિણામ જડથી છે, અને જડના છે, તેને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા એમ કહ્યું કે, ભાવકર્મ જીવના પરિણામ છે. (અન્યથા એ આસવોથી નિવૃત્ત થવા શા માટે ઉપાય કરે ?) ૧૯૪ અહીં આ ગાથામાં, અપેક્ષા જુદી છે. ભાવકર્મ પ્રથમ આત્માના (અવસ્થામાં) સિદ્ધ કરી, પછી તે જીવને નથી એમ કહ્યું છે. અહાહા ! આત્મા, ચૈતન્યસ્વરૂપ જ્ઞાયક સ્વભાવી આખું અભેદ ચૈતન્યઘન છે. એનો અનુભવ કરતા આસવો અનુભવમાં (જ્ઞાનમાં) સ્વપણે આવતા નથી, જુદા જ રહી જાય છે. માટે તેઓ નિશ્ચયે જીવના નથી. અહીં દષ્ટિ અપેક્ષાએ કથન કર્યું છે. ભાઈ ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ સૂક્ષ્મ છે. (જ્યાં જે શૈલી હોય, તે યથાર્થ સમજવી જોઈએ.) એક બાજુ એમ કહે કે મિથ્યાત્વના બે પ્રકાર છે, એક જીવ મિથ્યાત્વ અને બીજું અજીવ મિથ્યાત્વ. (સમયસાર ગાથા ૧૬૪/૬૫) ભાઈ ! એ કઈ અપેક્ષાએ કહ્યું છે ? એ તો જીવનાં પરિણામ જીવમાં, જડનાં પરિણામ જડમાં એટલું બતાવવા કહ્યું છે. જ્યારે અહીં તો કહે છે, કે ચૈતન્યસ્વરૂપ જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે, તેના તે આસ્રવ પરિણામ નથી, કારણ કે અનુભતિની પર્યાય નિજ ચૈતન્ય સ્વભાવમાં ઢળતાં, તે આવો અનુભૂતિથી ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતાં નથી. ભાઈ, આ તો અંતરના અનુભવની વાત છે. તે કાંઈ કોરી પંડિતાઈથી સાર પડે, તેમ નથી. અહાહા ! ચૈતન્યસ્વરૂપી જે જીવવસ્તુ છે, તેને મિથ્યાત્વાદિ આસવો નથી. કેમ તેને નથી ? કેમ કે ચૈતન્યસ્વરૂપ ભગવાનની અનુભૂતિ કરતાં, તે આસવો જુદા રહી જાય છે. તેનું (આસવનું) અસ્તિત્વ ભલે હો, પરંતુ તે અસ્તિત્વ પર અજીવ તરીકે રહી જાય છે. આસવો જીવને નથી તેથી તેઓ પર્યાયમાં તદ્દન ઉત્પન્ન જ થતા નથી એમ નથી. એ તો આગળના ગુણસ્થાનને જાય, ત્યારે (ક્રમશઃ) ઉત્પન્ન ન થાય. પરંતુ નીચેના ગુણસ્થાને (યથા સંભવ), ઉત્પન્ન તો થાય છે. પરંતુ અનુભૂતિમાં આવતાં નથી. આત્માનુભવ થતાં મિથ્યાત્વનાં પરિણામ, તો ઉત્પન્ન જ થતાં નથી. પરંતુ બીજા આસ્રોવો તો છે. પરંતુ સ્વરૂપમાં ઢળેલી જે અનુભૂતિ, તે અનુભૂતિથી તેઓ ભિન્ન રહી જાય છે. માટે તે જીવનમાં નથી, પુલના પરિણામ છે. અહો વસ્તુનું સ્વરૂપ ! અહો સમયસાર ! એમાં કેટકેટલું ભર્યું છે, હું !
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy