SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શાકભ્યાસ કરીને આગળ કેમ વધતા નથી ? :ભાઈ! શાસ્ત્રાભ્યાસ વાંચીને કે સાંભળીને પરદ્રવ્યની ભિન્નતા પરદ્રવ્યનું અકર્તાપણું , રાગાદિ ભાવોમાં હયબુદ્ધિ ને અંદર પડેલી પરમાત્માશકિતનું ઉપાદેયપણું નિરંતર એના શ્રદ્ધા-જ્ઞાનમાં ઘંટાય છે એ એમાં શ્રદ્ધા-જ્ઞાનનો સુધારો થાય છે તે આગળ વધ્યા નથી ? અંદર શ્રદ્ધા-જ્ઞાનમાં સત્યના સંસ્કાર પડે છે તે આગળ વધે છે. શ્રદ્ધા જ્ઞાનને સાચા કર્યા વિનાનાં જે ત્યાગ-વ્રત તપ આદિ કરે છે તેને આત્માનુશાસનકાર તો કહે છે કે આત્મભાન વિનાનો બાહ્ય ત્યાગ આદિ છે તે અજ્ઞાનીને અંતરંગ બળતરા છે. અંતરંગ મિથ્યાત્વના ત્યાગ વિનાના બાહ્ય ત્યાગને સાચો ત્યાગ કહેતા નથી. અંદરમાં શ્રદ્ધા-જ્ઞાન-સ્વરૂપાચરણ ચારિત્રમાં જે સુધારો થાય છે તે જ સાચો સુધારો છે. પણ બાહ્ય દષ્ટિના આગ્રહવાળાને તે દેખાતો નથી. શુદ્ધનયનો પક્ષ થયો છે એટલે શું? ઉત્તર : શુદ્ધનયનો પક્ષ એટલે એને શુદ્ધ આત્માની રુચિ થઈ છે. અનુભવ હજુ થયો નથી પણ રુચિ એવી થઈ છે કે તે અનુભવ કરે જ, પણ એ કંઈ ધારીને સંતોષ કરવાની વાત નથી. કેવળી એ જીવને એમ જાણે છે કે આ જીવની રુચિ એવી છે કે અનુભવ કરશે જ. એ જીવને એવું જ્ઞાયકનું જોર વીર્યમાં વર્તે છે. આસ્તિક:આત્મા; કર્મ વગેરેને જેમ છે તેમ માને તે આસ્તિક. આતિયગોચર :દઢ બુદ્ધિગત. આતિષ્પ :પુણ્ય અને પાપ તથા પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ તે આસ્તિકય કહેવાય છે. (૨) જીવાદિ તત્ત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ વહે માનવું તે આસ્તિકાય. (૩) માહાભ્ય જેવું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે. આસ્થHિજ : આસ્થા :પ્રબળ સ્થિતિ; મકકમપણું; સ્થિરતા; અચળતા; શ્રદ્ધા; વિશ્વાસ; યકીન; પૂજ્યબુદ્ધિ; આદર; માન. (૨) માહાભ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. (૩) સાચા ગુણની ૧૯૩ સદ્ગુરુની આસ્થા થવી તે; શ્રદ્ધા; (૪) સપુરુષનાં વચનોના ભાવનો અંતરથી સ્વીકાર તે આસ્થા અથવા દેહાદિથી ભિન્ન હું ચેતન છું એવી શ્રદ્ધા તે આસ્થા. (૫) સત્પષોનાં વચનોના ભાવનો અંતરથી સ્વીકાર તે આસ્થા અથવા દેહાદિથી ભિન્ન હું ચેતન છું એવી શ્રદ્ધા તે આસ્થા. (૬) વીતરાગ પ્રણીત માર્ગમાં જેનાં વચનોનું બહુ મૂલ્ય છે તે નિસ્પૃહી મહાત્માના વચનોમાં શ્રદ્ધા તે આસ્થા. (૭) માહાભ્ય જેનું પરમ છે તેવા નિઃસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા. (૮) શ્રદ્ધા; માન્યતા. આસન બેસવું (૨) પદ્રવ્યો અને પરભાવોથી વ્યાવૃત્ત થવા, અસંગ થવા અને શુદ્ધ આત્મરૂપ ધ્યેયમાં મન એકાગ્ર કરવા ધ્યાનને સહાયકારી એવાં યોગનાંવીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, કાયોત્સર્ગઆસન આદિ અનેક આસનોમાંથી કોઈ ગમે તે અનુકૂળ આસન જયનો અભ્યાસ કરવો, આસનની દઠતા કરવી, એક આસને કાયાને સ્થિર કરવાનો અભ્યાસ વધારવો તે આસન. તેથી મનની સ્થિરતા કરવામાં સુગમતા થાય. આસન્ન માર્ગ :સૌથી નજીકનો માર્ગ, રસ્તો. (૨) સંનિકટ માર્ગ. આસાણાભવ્ય નજીકમાં જ જેની મુક્તિ છે તેવા. (૨) સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે એવા. (૩) સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે તેવા કોઈ મહાત્મા (શ્રીમદ્ ભાગવત્ કુંદકુંદાચાર્ય દેવ.) (૪) હળુકર્મીપણું; સમીપ યુક્તિગામીપણું. આસન્નાભવ્ય સમીપ મુક્તિગામી; હળુ કર્મી; નિકટભવી. આસઝભવ્ય મહાત્મા શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ આસવ :મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો, એટલે કે આસવો- તે બધાય જીવને નથી. અહીં કષાયમાં પ્રમાદ ગર્ભિત થઈ જાય છે. અહીં મલિન પર્યાયને -ભાવઅવને પુલના પરણિામમય કહ્યા છે, કારણકે પોતે જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન, આત્માનો આશ્રય કરે છે ત્યાં આસવના પરિણામ, અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. મિથ્યાત્વ તો ત્યારે ન જ હોય, પણ અન્ય આસવો પણ ભિન્ન રહી જાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy