SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ થતી નથી. જેવું છે તેવું વહે છે. તે જ રીતે જ્યાં સુધી આ જીવને નામ કર્મનો સંબંધ છે ત્યાં સુધી સંસાર અવસ્થામાં શરીરની હાનિ-વૃદ્ધિ થાય છે. તેની હાનિ-વૃદ્ધિથી આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામે છે. સિદ્ધ અવસ્થામાં નામકર્મ નથી. તેથી શરીરના અભાવમાં પ્રદેશોનો સંકોચ-વિસ્તાર થતો નથી, સદા એક સરખા રહે છે. જે શરીરથી આત્મા મુકત થયો છે તેથી કંઈક ન્યૂન તે શરીરના આકારે ત્યાં રહે છે. (૪) આત્મા શૂન્ય પણ છે : અનેક ભેદવાળાં કર્મો તથા અઢાર પ્રકારના દોષોમાંથી એક પણ દોષ શુદ્ધાત્મમાં નથી. તેથી તે શૂન્ય પણ કહેવાય છે. શુદ્ધ નિશ્ચાયનયથી આ આત્મામાં જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મ નથી, શ્રુધાદિ દોષોના કારણભૂત કર્મોનો નાશ થવાથી ક્ષુધાદિ અઢાર દોષો નથી. પરમાત્મામાં સત્તા, ચૈતન્ય; જ્ઞાન, આનંદાદિ શુદ્ધ પ્રાણો છે પણ ઈન્દ્રિય આદિ અશુદ્ધ પ્રાણ નથી. સંસારી જીવોને શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે શુદ્ધપણું છે, એટલે રાગાદિ ભાવોથી શૂન્યતા છે તથા પરમાત્મા પ્રગટપણે સર્વ રાગાદિ ભાવોથી રહિત છે. માટે વિભાવભાવના અભાવની અપેક્ષાએ શૂન્યપણું છે. જ્ઞાનાદિ ગુણોથી તેઓ પૂર્ણ જ છે. બૌદ્ધમતની સમાન શૂન્ય નથી. સિદ્ધાત્માઓનો જીવસ્વભાવ સ્થિર છે પણ સ્વભાવનો સર્વથા અભાવ નથી, તે સિદ્ધ પરમાત્મા દેહથી રહિત છે અને વચનથી અગોચર છે અર્થાત્ જેના સ્વભાવને વચન વ્યક્ત કરી શકતાં નથી. અત્રે મિથ્યાત્વ રાગાદિભાવથી રહિત તથા એક ચિદાનંદ સ્વભાવવાળો પરમાત્મા જ ઉપાદેય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ કહે છે :આ આત્મા કોઈથી ઉત્પન્ન થયો નથી અને આત્મા વડે પણ કોઈ દ્રવ્ય ઉત્પન્ન કરાયું નથી. દ્રવ્ય સ્વભાવે કરીને નિત્ય છે અને પર્યાયભાવથી નાશ પામે છે. જો કે આ સંસારી જીવ શુદ્ધ આત્મજ્ઞાનના અભાવમાં ઉપાર્જન કરેલાં જ્ઞાનાવરણાદિ શુભાશુભ કર્મના નિમિત્તે વ્યવહારનયથી નર નારકાદિ રૂપે ૧૯૦ ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે. તથા અજ્ઞાની આત્માઓ કર્મો ઉત્પન્ન પણ કરે છે. તો પણ શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે સ્વયં શુદ્ધ છે. નર નારકાદિરૂપે ઉત્પન્ન થતો નથી. તથા પોતે કર્મ નો કર્મને ઉત્પન્ન પણ કરતા નથી. દ્રવ્યાર્તિકનયથી આત્મા નિત્ય છે, પર્યાયાર્થિકનયથી અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. મુકતાત્માઓમાં ઉત્પાદ-વ્યય કેવી રીતે ઘટે છે ? તેનું સમાધાન - આગમમાં કહેલા એવા અગુરુ લઘુગુણની હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ મુકતાત્માઓમાં ઉત્પાદ-વ્યય ઘટે છે. અગુરુ લઘુગુણની પરિણતિરૂપ અર્થ પર્યાય છે. તે સમયે સમયે આવિર્ભાવ-તિરોભાવરૂપ થાય છે. અર્થપર્યાયની અપેક્ષાએ ઉત્પાદવ્યય છે પણ સંસારી જીવોની સમાન ત્યાં ઉત્પાદ-વ્યય નથી. પણી હાનિ-વૃદ્ધિનું સ્વરૂપ જ્ઞાની ગમ્ય છે. અથવા સમસ્ત ક્ષેય પદાર્થો ઉત્પાદવ્યય તથા દ્રાવ્ય રૂપે પરિણમે છે. તે સર્વ પદાર્થો સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં દેખાય છે. શેયાકારે જ્ઞાનની પરિણતિ હોય છે. તેથી શેયમાં જ ઉત્પાદ-વ્યય થાય છે. તે જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. માટે જ્ઞાનની પરણિતિની અપેક્ષાએ ત્યાં ઉત્પાદ-વ્યય છે, એમ જાણવું. સિદ્ધ થયા ત્યારે સંસારપર્યાય નાથ પામ્યો, સિદ્ધ પર્યાયની ઉત્પત્તિ થઈ તથા દ્રવ્ય (જીવ) સ્વભાવથી સદા ધ્રુવ છે. આવી રીતે પરમાત્માઓમાં ઉત્પાદ વ્યય ઘટે છે. આવરણ તિમિર : અંતરાયરૂપ અંધકાર આવરણ સંયુક્ત નિયમસારમાં ઔદયિકાદિ ચાર ભાવને, આવરણસંયુક્ત કહ્યાં છે. ત્યાં ઔદયિકભાવમાં, કર્મના ઉદય નિમિત્તની અપેક્ષા આવે છે, માટે તે આવરણ વાળો છે. એતો ઠીક પણ ઉપશમ, ક્ષયોપશમ અને જ્ઞાવિકભાવ, તો નિરાવરણ છે, છતાં નિમિત્તના અભાવની અપેક્ષા આવતી હોવાથી, ચારેય ભાવોને આવરણ સંયુક્ત કહી દીધા છે. આવરણતમ ગાઢ અંતરાય; ગાઢ આચ્છાદન; વિન; ઢાંકણ; અડચણ. (૨)ગાઢ અંધકારના પડળ; મહાઅંધકાર. અવર્ણવાદીઓ નિંદરો.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy