SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સીંગ-સર્વ વ્યાપક છે, જડ પણ છે, દેહ પ્રમાણ પણ છે તથા શૂન્ય પણ છે. એમાં કાંઈ દોષ નથી. (૧) આત્માનું સર્વગતપણું જણાવે છે : કર્મ રહિત શુદ્ધ આત્મા કેવલજ્ઞાન વડે લોકોલોકને જાણે છે. તેથી હે જીવ આ આત્મા સર્વગત કહેવાય છે. આ આત્મા વ્યવહારથી કેવલજ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે અને શરીરમાં રહેવા છતાં નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે. તેથી જ્ઞાનની અપેક્ષાએ આત્મા સર્વગત કહેવાય છે. પણ પ્રદેશોની અપેક્ષાએ સર્વગત નથી, અર્થાત્ આત્માના પ્રદેશો લોકમાં સર્વત્ર વ્યાપક નથી. આત્મા શરીર પ્રમાણે. જેમ ચશ્ન પદાર્થોને દેખે છે પણ તે પદાર્થોમાં તન્મય થતું નથી તેમ જ જ્ઞાન પદાર્થોને જાણે છે પણ તન્મય ન થાય તથા જ્ઞાન આત્મપ્રદેશોને મૂકીને પદાર્થો પાસે જતું નથી. જ્ઞાન જ્ઞાનમાં જ રહે છે, તે પદાર્થો પદાર્થોમાં રહે છે. જ્ઞાન તથા પદાર્થોમાં ય-જ્ઞાયક સંબંધ છે તેથી જ્ઞાન સર્વ શેયોને જાણે છે. અને કોઈ પ્રશ્ન કરે કે - જો વ્યવહારથી આત્મા લોકાલોકને જાણે છે, પણ નિશ્ચયથી નહિ, તો વ્યવહારથી સર્વજ્ઞપણું કહેવાય, નિશ્ચયથી નહિ ? તેનું સમાધાન :- જેમ આત્મા પોતાને તન્મયપણે (સ્વાનુભવથી) જાણે છે તેમ પરદ્રવ્યને તન્મયપણે જાણતો નથી તે કારણથી વ્યવહાર છે, પરંતુ જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાનને સ્વ તથા પરને સમાન રીતે જાણે છે. જો નિશ્ચયથી સ્વદ્રવ્યની સમાન તન્મય થઈને પરદ્રવ્યને જાણે તો બીજાનાં સુખ-દુ:ખ, રાગ-દ્વેષ આદિ જાણવાથી જાણનાર આત્માને રાગ-દ્વેષ, સુખદુઃખ આદિ પ્રાપ્ત થાય. એ મોટો દોષ આવે છે મોટ જ્ઞાનાપેક્ષાએ આત્મા. સર્વગત છે. ૫૨ આત્મા કઈ અપેક્ષા જડ કહેવાય છે? આત્મ જ્ઞાનમાં સ્થિર રહેલા જીવોનું ઈન્દ્રિયજ્ઞાન નષ્ટ થઈ જાય છે, તે કારણથી હે યોગિ. જીવ ને જડ પણ જાણ. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહેલા છદ્રાળુ મુનિઓને સ્વસંવેદન જ્ઞાન હોવા છતાં ઈન્દ્રિયોના વિષયોનું જ્ઞાન હોતું નથી અને કેવલી ભગવાનને તે ૧૮૯ સર્વથા ઈન્દ્રિયજ્ઞાન નથી. તેથી ઈન્દ્રિયજ્ઞાનનો અભાવ હોવાથી અપેક્ષાએ આત્મા કોઈ પ્રકારે જડ પણ કહેવાય છે. પણ પુદ્ગલની પેઠે સર્વથા જડ નથી. ઈન્દ્રિયજ્ઞાન હોય અને અતીન્દ્રિય જ્ઞાન સર્વ પ્રકારે ઉપાદેય છે. (૩) મુકતાત્માઓ અંતિમ શરીર પ્રમાણે છે : વધવા તથા ઓછા થવાના કારણથી રહિત એવો શુદ્ધ જીવ વધતો પણ નથી અને ઘટતોય નથી તે કારણથી શ્રીજિનવર ભગવાન જીવને ચરમ (અંતિમ) શરીર-પ્રમાણ કહે છે. સંસાર અવસ્થામાં શરીરની હાનિ-વૃદ્ધિનું કારણ શરીરનામકર્મ છે. તેને લીધે જીવ નાના મોટા શરીરને ધારણ કરે છે, તે અવસ્થામાં શરીર અનુસાર આત્મા પ્રદેશોનો સંકોચ-વિસ્તાર થાય છે. મુક્ત અવસ્થામાં શરીર નામકર્મનો ક્ષય થઈ જવાથી ત્યાં આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામતા નથી, ત્યાં આત્મા પુરુષઆકારે રહે છે.. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જયાં સુધી દીપકને આવરણ છે ત્યાં સુધી તે પૂર્ણ પ્રકાશનો નથી પણ આવરણ દૂર થવાથી તેનો પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે તેમ મુક્ત અવસ્થામાં આત્માને કોઈ પ્રકારનાં આવરણ ન હોવાથી તેના પ્રદેશો પણ લોકમાં સર્વત્ર વિસ્તાર પામવા જોઈએ. ચરમ શરીર પ્રમાણે આત્મા કેમ રહે ? ગ્રંથકારે ઉત્તર આપે છે :- દીપકનો પ્રકાશ કે વિસ્તાર સ્વાભાવિક છે, પરથી ઉત્પન્ન થયો નથી. પછીથી જ્યારે ભાજન (પાત્રવાસણ) આદિથી તે પ્રકાશને આવરણ કરવામાં આવે છે ત્યારે પ્રકાશ સંકેલાય છે પણ જ્યારે આવરણનો નાશ થાય છે ત્યારે તે વિસ્તારને પામે છે. એટલે દિપકના આવરણનો અભાવ થવાથી પ્રકાશ સર્વત્ર ફેલાય છે. જીવ અનાદિ કાળથી કર્મના આવરણમાં છે. કદી પણ સ્વાભાવિક પ્રકાશને પામ્યો નથી. શરીરનુસાર આત્મપ્રદેશો સંકોચવિસ્તાર પામ્યા કરે છે, તેમાં શરીર નામકર્મ કારણ બને છે. મુકતદશામાં આત્મપ્રદેશોનો સંકોચ-વિસ્તાર થતો નથી. જેમ જ્યાં સુધી માટીનું ભાજન પાણીથી ભીનું રહે છે ત્યાં સુધી પાણીના સંબંધની વધઘટ થાય છે. પણ જળનો અભાવ થવાથી ભાજનમાં વધઘટ (ર)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy