SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પ્રગટ થયું તેમાં કિંચિત્ અજાણ્યું રહે નહિ. જેનો સ્વભાવ જાણવું, તેમાં ક્રમ રહિત, બેહદ જાણવું આવે માટે જેને નિરાવરણ જ્ઞાયક સ્વભાવ પૂરો પ્રગટ છે તેને સર્વજ્ઞપણું છે. વળી શ્રુત કેવળી એ જે સાંભળી, આત્માથી અનુભવ કરી જાણ્યું, તે પરંપરા આચાર્ય દ્વારા આવેલું શ્રુતજ્ઞાન છે.અને તે સર્વ શ્રુતજ્ઞાનમાં પૂરા તે શ્રુત કેવળી છે. સર્વજ્ઞ વીતરાગ દશા પ્રગટ થયા પછી જેને વાણીનો યોગ હોય, તેને સર્વ અર્થ સહિત વાણી આવે છે, તેને સાક્ષાત્ ગણધર દેવ દ્વાશાંગ સૂત્રમાં ગૂંથે છે. જે પણ અંતરમાં ભાવ-જ્ઞાની હૃદશાંગના જાણનારા શ્રુતકેવળી કહેવાય છે. એ રીતે શાસ્રની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો. આગમ્ય જેના સુધી પહોંચી ન શકાય તેવું;(૨) ન સમજાય તેવું; ન મળી શકે તેવું; નિષિદ્ધ. આગમાયા આગમશાસ્ત્રમાં જીવનું સ્વરૂપ, માર્ગણાસ્થાન ને ગુણસ્થાન સહિત, તથા વર્તમાનપર્યાય સહિત નિરૂપણ કહેલ છે. આગમીઓ આગમવંતો; આગમના જાણનારાઓ. આગ્રહ :નિશ્ચય; પ્રબળ નિરધાર. (૨) ગ્રહણ; પકડ. (૩) ધાર્યું કરવાની વૃત્તિ; પકડ; દૃઢ માન્યતા. (૧) તાણ; ખેંચ; દબાણ (૨) ધાર્યુ કરવાનું વલણ; હક; જીદ; અમત. (૫) હઠ. આગ્રહી :આગ્રહ ધરાવનારું. આગ્રહો :પકડો. (૨) એકાન્ત અભિનિવેશી. આંગ્લભૌષિઓ : અંગ્રેજીની ભૂમિ તે આંગ્લભૂમિ, તેમાં વસેલા તે આંગ્લૌમિઓ. આગાર છૂટ; મોકળાશ (૨) ગૃહસ્થાશ્રમી; (૩) મકાન; ઘર; નિવાસસ્થાન. (૪) ઘરઃ વ્રતોમાં છૂટછાટ. (૫) વાપરવાની છૂટ; છૂટ; અપવાદ. આગારવાસ ગૃહવાસ; ગૃહસ્થાશ્રમ. (૨) ઘરવાસ; નિવાસસ્થાન; (૨) દ; અપવાદ. અગોચર ઃકોઈપણ ઈંદ્રિયથી જઈ-જોઈ-પામી શકાય નહિ તેવું. ૧૫૧ આંગોપાંગા નામકર્મ :જે કર્મના ઉદયથી, હાથ,પગ આદિ અંગ અને નાસિક આદિ, ઉપાંગ બને. આખું દૂર. અઘાતી કર્મ :અઘાતી કર્મના ચાર ભેદ છે. ઃ (૧) વેદનીય (૨) આયુષ્ય (૩) નામ અને (૪) ગોત્રકર્મ (૧) વેદનીય કર્મ જ્યારે આત્મા પોતે, મોહભાવ વડે અકુળતા કરે છે, ત્યારે અનુકુળતાપ્રતિકૂળતારૂપ સંયોગ પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય, તેને વેદનીય કર્મ કહે છે. એ શાતાવેદનીય અને અશાતાવેદનીયના ભેદથી બે પ્રકારે છે. (૨) આયુષ્ય કર્મ જીવ પોતાની યોગ્યતાથી જ્યારે નારકી, તિર્યંચ, મનુષ્ય અથવા દેવના શરીરમાં રોકાઇ રહે, ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત હોય, તેને આયુષ્યકર્મ કહે છે. એ પણ નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુના ભેદથી ચાર પ્રકારે છે. (૩) નામકર્મ જે શરીરમાં જીવ હોય, ત્યારે તે શરીરાદિની રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય, તેને નામકર્મ કહે છે. એ શુભનામકર્મ અને અશુભ નામ કર્મના ભેદથી બે પ્રકારે છે. (૪) ગોત્રકર્મ જીવને ઊંચ અને નીચ આચરણવાળા કુળમાં જન્મ થવામાં, જે કર્મનો ઉદય નિમિત્ત હોય, તેને ગોત્રકર્મ કહે છે. એ પણ ઊંચગોત્ર અને નીચગોત્ર, એ રીતે બે ભેદવાળું છે. આ આઠ ભેદમાં પણ પેટાભેદ છે. જેને પ્રકૃતિ કહે છે. અને તે ૧૪૮ છે. બીજા પણ અનેક ભેદો દ્વારા તેને સમજી શકાય છે, (પણ) અત્યારે આટલું જ પૂરતું છે. જો વિસ્તારથી જાણવાની ઇચ્છા હોય તો ‘ગોમ્મટ સાર કર્મકાંડ’ વગેરે ગ્રંથોનું અધ્યયન કરવું જોઇએ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy