SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ. અજ્ઞાની દયા-દાન-વ્રત-ભક્તિના ભાવને, આગમનો વ્યવહાર કહે છે, અને જે આત્માનું ત્રિકાળ સ્વરૂપ છે, તેની શ્રદ્ધા-જ્ઞાનની પરિણતિને, અધ્યાત્મ-નિશ્ચય કહે છે. તેથી વ્યવહાર-દયા-દાન, વ્રત-ભક્તિ અને પૂજાના વિકલ્પને સાધી, મોક્ષમાર્ગ માને છે. પરંતુ ત્રિકાળી શાકભાવ, એ નિશ્ચય અને તેની શુદ્ધ પરિણતિ-રાગ વિનાની સમ્યજ્ઞાન, દર્શનચારિત્રની વીતરાગ પરિણતિ થવી, તે અધ્યાત્મનો વ્યવહાર છે, એનો મૂઢ જીવને ખ્યાલ નથી. આગમ કૌશલ્ય :આગમમાં કુશળતા; આગમમાં પ્રવીણતા. આગમગામ :આગમથી, પ્રમાણિત કરવા યોગ્ય. આગમ ચા :ભગવંત શ્રમણો, આગમચક્ષુ હોય છે. તેઓ તે આગમરૂપ ચક્ષુ વડે; જો કે શેય અને જ્ઞાનનું અન્યોન્ય મિલન હોવાને લીધે તેમને ભિન્ન કરવા અશક્ય છે. (અર્થાત્ યોજ્ઞાનમાં ન જણાય, એમ કરવુ અશક્ય છે) તો પણ સ્વ પરનો વિભાગ કરીને, મહા મોહને જેમણે ભેદી નાખ્યો છે, એવા વર્તતા થકા, પરમાત્માને પામીને સતત જ્ઞાનનિષ્ઠ જ રહે છે. (૨) આગમરૂપ ચશ્ન; શેય અને જ્ઞાનના અન્યોન્ય મિલનને, ભિન્ન કરતું જ્ઞાન, તે આગમ ચક્ષુ; સ્વ-પરનો વિભાગ કરતું ભેદજ્ઞાન, તે આગમચક્ષુ. આગમ ચઓ :આગમ રૂ૫ ચક્ષવાળાઓ. આગમ પ્રમાણ ભગવાનની ધ્વનિ સાંભળીને ગણધરદેવોએ-આચાર્યોએ આગમની રચના કરી છે. ભગવાનની વાણીમાં જે આવ્યું તેનું આગમમાં કથન છે. જે આગમ પ્રમાણથી પુણય-પાપ અને તેના મૂળથી આત્મરૂપ જ્ઞાન ચેતના ભિન્ન છે એમ પ્રથમ નકકી કરવું. પંચમહાવ્રતનાં જે પરિણામ છે તે રાગ છે, આસવ છે, આત્માના ચૈતન્ય સ્વભાવની વિરુદ્ધ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, અને એનાથી પોતાની નિર્મળ જ્ઞાનચેતના પરિણતિ ભિન્ન છે એમ નક્કી કરવું એમ કહે છે. ઉહાવ્રતના પરિણામ છે તે ઉદયભાવ છે. જગપંથ છે, ચૈતન્યથી વિરુદ્ધ જાતિના છે. આમ આગમપ્રમાણથી જાણીને પ્રથમ નિર્ણય કરવો. ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદનો નાથ ચિદાનંદઘન પ્રભુ છે. અનાકુળ આનંદના રસથી આપૂર્ણ અર્થાત્ છલોછલ ભરેલું તત્ત્વ છે તેમાં ૧૫૦ એકાગ્ર થઈ પરિણમવું તે જ્ઞાન ચેતના છે, તે અનાકુળ આનંદરૂપ છે. કર્મચેતના અને કર્મફળ ચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ આગળ-પ્રમાણથી જાણીને પહેલાં નક્કી કરવું અને તેનું દઢ શ્રદ્ધાન કરવું. (૨) ભગવાનની ધ્વનિ સાંભળીને ગણધર દેવોએ આચાર્યોએ આગમની રચના કરી છે. આગમ પ્રવાહ ભગવાન તીર્થંકરદેવની દિવ્યધ્વનિ છૂટી તે સાંભળીને ગણધરદેવો અને આચાર્ય સંતોએ આગમની રચના કરી છે. ભગવાનની વાણીમાં જે આવ્યું તેનું કથન છે. જે આગમ-પ્રમાણથી અહીં કહે છે, પુણ્ય-પાપ અને તેના ફળથી આત્મરૂપ જ્ઞાનચેતના ભિન્ન છે એ પ્રથમ નક્કી કરવું. પંચમ મહાવ્રતના જે પરિણામ છે તે રાગ છે, આસ્રવ છે, આત્માના ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, અને એનાથી પોતાની નિર્મળ જ્ઞાન ચેતના પરિણતિ ભિન્ન છે એમ નકકી કરવું, અને તેનું દઢ શ્રદ્ધાન કરવું. આગખથાય :આગમશાસ્ત્રમાં અનંતા આત્મા છે, અનંતા-અનંત પુદ્ગલ દ્રવ્યો છે, એક ધર્માસ્તિકાય છે, એક અધર્માસ્તિકાય છે, એક આકાશ અને અસંખ્યાત કાલાણું -આમ જાતિએ છ દ્રવ્યો છે. સંખ્યાએ અનંત છે, આ સર્વનું જેમાં નિરૂપણ છે તે આગમ છે. (૨) અનંતા આત્મા છે, અનંતા-અનંત પુદ્ગલ દ્રવ્યો છે, આગમકૌશલ્ય :આગમમાં કુશળતા-પ્રવીણતા. આગમચાઓ :આગમરૂપ ચક્ષુઓ આગમન :આવવું તે આગમની ઉત્પત્તિ વ્યુત = આગમ શાસ્ત્ર; તેમાં સર્વજ્ઞથી આવેલી વાણી, તે શ્રતથી ગુંથેલ સૂત્ર. એક વ્યક્તિએ નિમિત્ત રૂપે જે વાણી કહી તે અપેક્ષાએ આદિ કહેવાય. અને એક વ્યક્તિએ કહ્યા પહેલાં પણ આગમરૂપ શાસ્ત્રની વાણી હતી, એ અપેક્ષાએ પણ અનાદિની પ્રવાહરૂપ આગમવાણી થઈ. કેવળી = સર્વજ્ઞ; તેમનાથી ઉપદેશરૂપે નીકળેલું શાસ્ત્ર, તે કેવળજ્ઞાનીનું કહેવું આગમ અનાદિ કાળથી છે. સર્વજ્ઞ એટલે નિરાવરણ જ્ઞાની. જેનો સ્વભાવ જ્ઞાન, તેમાં ન જાણવું તેમ ન બને; આવરણ-ઉપાધિ રહિત, નિર્મળ, અખંડ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy