SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ એવું જે અહંત-પ્રવચને-તે આગમ છે એમ કહ્યું છે. પર જીવની દયા હું પાળી શકું. એવી માન્યતા છે તે મિથ્યાદર્શન છે. અને પરની હું રક્ષા કરું એવો જે વિકલ્પ છે, તે શુભભાવ છે, રાગ છે. એ મિથ્યા માન્યતા અને રાગ છે, તે જીવ નથી એવું જે સર્વશનું વચન છે, તે આગમ છે. કોઈ એમ માને કે - બીજા જીવની રક્ષા કરવા માટે, કે બીજા જીવને ન હણવા માટે, ભગવાનની દિવ્યધ્વનિ છૂટી છે, તો તે બરાબર નથી. ભગવાને તો આત્માની પૂર્ણ આનંદની અને વીતરાગી શાન્તિની દશા પ્રગટ કરવા માટે વાણીમાં કહ્યું છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં તો એમ આવ્યું છે, કે પર જીવને તું હણી શકતો જ નથી કે પર જીવની તું રક્ષા પણ કરી શકતો જ નથી. તથા પર જીવની રક્ષા કરવાના જે ભાવ થાય છે, તે રાગ છે. અને રાગ છે તે ખરેખર તો પોતાના આત્માની હિંસા કરનારા પરિણામ છે. પર જીવની દયા પાળવાનો ભાવ રાગ છે, તેથી તે સ્વરૂપની હિંસા કરનારો છે. પુરુષાર્થ સિદ્ધયુપાયમાં અમૃતચંદ્ર આચાર્યો, રાગાદિના પ્રાદુર્ભાવને હિંસા કહી છે, અને રાગાદિના અપ્રાદુર્ભાવને, અહિંસા કહી છે, આવો ધોધમાર્ગ છે. અને એ ધોધમાર્ગને કહેનારું વીતરાગ સર્વજ્ઞદેવનું વચન છે, તે આગમ છે. તે આગમમાં રાગને જડસ્વભાવ અજીવ કહ્યો છે, તે જીવને લાભ કેમ કરે ? જીવને જીવનો સ્વભાવ લાભ કરે, પણ રાગાદિ, કદીય લાભ ન કરે. (૨) સર્વજ્ઞ પરમાત્માની વાણી, એ આગમ છે. (૩) જ્ઞાની પુરુષનાં વચનરૂપ શાસ્ત્ર. (૪) આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુ-વિસ્તારનું સ્થાપન કરવામાં અથાર્થ એવી ચતુર વચન રચના. (૫) જૈન સિદ્ધાંત. જેમ શરીર સહિત જીવ કાર્યકારી છે, જીવ વિનાનું મૃતક શરીર કંઈ કામનું નથી તેમ જૈન સિદ્ધાંત છે તે વચનાત્મક છે, વચન ક્રમવર્તી છે. તે જે કથન કરે છે તે એક નયની પ્રધાનતાથી કરે છે, પરંતુ જૈન સિદ્ધાંત સર્વત્ર સ્યાદ્વાદિથી વ્યાપ્ત છે. જ્યાં એક નયની પ્રધાનતા છે ત્યાં બીજો નય સાપેક્ષ છે, તેથી જૈન સિદ્ધાંત આ જીવને કાર્યકારી કરે છે. અળ્ય મતના સિદ્ધાંત એક પક્ષની દૂષિત છે, સ્યાદ્વાદ રહિત છે માટે કાર્યકારી નથી. જે જૈનશાસ્ત્રના ઉપદેશને પણ પોતાના અજ્ઞાનથી સ્યાદ્વાદરહિત શ્રદ્ધે છે તેને વિપરીત ફળ મળે છે. માટે સ્યાદ્વાદ ૧૪૯ પરમાગમનના જીવભૂત છે. (ઉત્કૃષ્ટ જૈન સિદ્ધાંત જીવરૂપ છે.) (૬) ધર્મશાસ્ત્ર; જ્ઞાની પુરુષોનાં વચન. (૭) શાસ્ત્ર; આગમ એટલે આવવું; ભગવાન પાસેથી જે જ્ઞાન આવ્યું તે આગમ કહેવાય છે. (૮) છે કારરૂપી દિવ્ય ધ્વનિને સાંભળીને ગણધરો શાસ્ત્રો ગુંથે છે તેને આગમ કહેવાય છે. (૯) ભગવાનનાં કહેલાં જે શાસ્ત્રો છે તેમાં આગમ અને આધ્યાત્મનાં શાસ્ત્રો છે. ભગવાને કહેલાં જે દ્રવ્યો છે તેનું જેમાં નિરુપણ કરવામાં આવ્યું છે તેને આગમ કહીએ. અનંતા આત્મા છે, અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો છે. એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્યાત કાલાણું - આમ જાતિએ છ દ્રવ્યો છે, સંખ્યા એ અનંત છે. આ સર્વનું જેમાં નિરૂપણ છે. તે આગમ છે. (૧૦) જ્ઞાનની મર્યાદારૂપ, પૂર્ણ સ્વભાવરૂપ હદ. (૧૧) સુશાસ્ત્ર; સન્શાસ્ત્ર. (૧૨) જેનો પ્રતિપાદન મૂળ પુરુષ આપ્યું હોય તે વચનો જેમાં રહ્યાં છે તે આગમ છે. વિતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધાં; તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજા તેના નામ છે. તીર્થકર દેવે બાંધેલાં પુસ્તકોની યોજના દ્વાદશાંગીરૂપે ગણધરદેવે કરી, તે બાર અંગના નામ આ પ્રમાણે છે; (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪)સમવાયાંગ,(૫)ભગવતી,(૬) જ્ઞાનધર્મ કથાંગ, (૬) ઉપાસક્રશાં.(૭)અંત-કૃતકશાંગ,(૮) અનુત્તરૌપચાતિક,(૯) પ્રશ્નવ્યાકરણ, (૧૦) વિપાક અને (૧૧) દષ્ટિવાદ. આગમ અને અધ્યાત્મ :મૂઢ જીવ આગમ પદ્ધતિને, વ્યવહાર કહે છે અને અધ્યાત્મપદ્ધતિને, નિશ્ચય કહે છે, તેથી તે આગમ અંગને એકાંપણે સાધી, મોક્ષમાર્ગ દર્શાવે છે; અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ, એ મૂઢદષ્ટિ જીવનો સ્વભાવ છે; તેને એજ પ્રમાણે સૂઝે છે. શાથી ? કારણ કે આગમ-અંગ બાઘક્રિયારૂપ પ્રત્યક્ષ-પ્રમાણ છે. તેનું સ્વરૂપ સાધવું એને સુગમ છે.બાહ્યક્રિયા કરવો થકો મૂઢ જીવ, પોતાને મોક્ષનો અધિકારી માને છે, પણ અંતર્ગભિત અધ્યાત્મક્રિયા, જે અંતદષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયા ને મૂઢ જીવ જાણે નહિ, કારણ અંતદષ્ટિના અભાવથી, અંતરક્રિયા દષ્ટિગોચર આવે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy