SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ આકાથ, દ્રવ્યનો વિશેષ ગુણ આકાશદ્રવ્યમાં અવગાહન હેતુત્વ વગેરે વિશેષ ગુણ છે. આકાશદ્રવ્યુ : જે જીવાદિક પાંચ દ્રવ્યોને રહેવાને, સ્થાન આપે છે. તેને આકાશ દ્રવ્ય કહે છે. (૨) જેમાં છ દ્રવ્યોનો નિવાસ છે તે સ્થાનને આકાશ કહે છે. જેવી રીતે કોઈ વાસણમાં પાણી ભરીને તેમાં ભસ્મ (રાખ) નાખવામાં આવે તો તે સમાઈ જાય છે, પછી તેમાં ખાંડ નાખવામાં આવે તો તે પણ સમાઈ જાય છે; પછી સોયો નાખવામાં આવે તો તે પણ સમાઈ જાય છે; એવી રીતે આકાશમાં પણ આત્મ અવગાહન શક્તિ છે. જેથી તેમાં સર્વ દ્રવ્યો એકી સાથે રહી શકે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને રોકતું નથી. આકાશને શણગણ જેની અંદર સર્વ પદાર્થો આધાર કરીને નિયમથી રહે છે તેને તું આકાશ દ્રવ્ય જાણ, એમ ભગવાન જિનેન્દ્ર કહે છે. લોકાકાશ આધારે છે અને દ્રવ્યો આધેય છે. જોકે સમસ્ત પદાર્થો આકાશમાં એકત્રાગાહપણે રહેલાં છે, તો પણ તેઓ આત્માથી અત્યંત ભિન્ન છે. (૨) નિશ્ચયનયે નિત્ય નિરંજનજ્ઞાનમય પરમાનંદ જેમનું એક લક્ષણ છે એ અનંતાનંત જીવો, તેમનાથી અનંતગુણાં યુગલો, અસંખ્ય કાળાણુઓ અને અસંખ્ય પ્રદેશી ધર્મ તથા અધર્મ-એ બધાંય દ્રવ્યો વિશિષ્ટ અવગાહગુણ વડે લોકાકાશમાં - જો કે તે લોકાકાશ માત્ર અસંખ્ય પ્રદેશી જ છે તો પણ અવકાશ મેળવે છે. આકાશના ભેદ આકાશ એક જ અખંડ દ્રવ્ય છે; પણ ધર્મ અધર્મ દ્રવ્ય, તેમાં હોવાથી આકાશના બે ભેદ છે - લોકાકાશ એ અલોકાકાશ. જો ધર્મ, અધર્મ દ્રવ્ય લોકમાં ન હોત તો, લોક-અલોક એવા ભેદ જ ન થાત. (૨) આકાશ એક જ અખંડ દ્રવ્ય છે. લોકકાશ તથા અલોકાકાશ તેના ભેદ છે. આકાશના ભેદ છે ? :આકાશ એક જ અખંડ દ્રવ્ય છે. પણ ધર્મ-અધર્મ દ્રવ્ય તેમાં હોવાથી (આકાશના) બે ભેદ છે – લોકાકાશ અને અલોકાકાશ. જો ધર્મ-અધર્મ દ્રવ્ય લોકમાં ન હોત તો લોક-અલોક એવા ભેદ જ ન થાત. આકાથનો વિશેષ ગુણ યુગપદ્ સર્વ દ્રવ્યોને, સાધારણ અગાહનુ હેતુપણું, આકાશનો વિશેષ ગુણ છે. ત્યાં એક જ, કાળે સર્વ દ્રવ્યોને સાધારણ અવગાહનું સંપાદન (અવગાહ હેતુત્વરૂપ લિંગ), આકાશને જણાવે છે કારણ ૧૪૮ કે બાકીનાં દ્રવ્યો, સર્વગત (સર્વ વ્યાપક) નહિ હોવાથી, તેમને તે સંભવતું નથી. આકાશાસ્તિકાય તે અનંત ક્ષેત્રરૂપ અરૂપી પદાર્થ અનાદિ અનંત છે, તે સર્વ વ્યાપક છે. અચેતન છે. તેના બે ભેદ છે (૧) લોકાકાશ, (૨) અલોકાકાશ. આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, યપુદ્ગલ અને કાલાણુઓ જે જડ અને ચૈતન્ય જે જીવ એ બધાં જેટલા ક્ષેત્રમાં રહેલા છે તેટલા ક્ષેત્રને લોકાકાશ કહે છે. ઇ. લોકાકાશ સિવાયના અનંત આકાશને અલોકાકાશ કહે છે. શેકો જેમ આકાશ કહે છે તે વાસ્તવિક આકાશ નથી. કારણકે આકાશ દ્રવ્ય તો અરૂપી છે ને જે આ દેખાય છે તે આકાશમાં તો રંગ દેખાય છે, કે જે પરમાણુની અવસ્થા છે. આકાશને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી. આશા ઈચ્છા. આકાશાસ્તિકાય તે અનંત ક્ષેત્રરૂપી અરૂપી પદાર્થ અનાદિ અનંત છે; તે સર્વ વ્યાપક છે. અચેતન છે. આકિંથન્ય નિઃસ્પૃહતા; પરમાં એકત્વબુદ્ધિ અને લીનતાનો અભાવ. (૨) પરિગ્રહ રહિતપણું; અમમત્વ; મમત્વરહિતતા. આખડી ફળ મેળવવા માટે ચોકકસ પ્રકારની કરવામાં આવતી પ્રતિજ્ઞા; બાધા; માનતા; આડી. આખો :પૂરણ; પૂર્ણ. આંખો ખેંચાઈ જાય અચંબો પામે. આખો લોક : દ્રવ્યોથી, આખો લોક સમાપ્ત થાય છે. અર્થાત્ તે દ્રવ્યો, ઉપરાંત બીજું કાંઈ લોકમાં નથી. આગંતુક :એક સમય પૂરાતા, નવા મહેમાન, સંયોગી ભાવ. આગતિ :આગમન; પુનર્ભવ. (૨) અન્ય ગતિમાંથી આવવું તે આગતિ છે. (૩) આગલો ભવ. આગતિ. આગણ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે. જે આગમમાં પરની દયાથી ધર્મ મનાવે, અને પરની દયાને સિદ્ધાંતનો સાર કહે, એ જૈન આગમ જ નથી. અહીં તો પૂજા, ભક્તિ, વ્રત, તપ, દાન, ધ્યાન જે વિકલ્પ તે જીવ નથી,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy