SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1113
Loading...
Download File
Download File
Page Text
________________ એકરૂપ સ્વભાવરૂપ છે. તેને અહીં પરમ પરિણામિકભાવ ન કહેતાં જ્ઞાયકભાવ કહ્યો તેનું કારણ એ છે કે પારિણામિકભાવ તો સર્વ દ્રવ્યોમાં છે. (૩) સ્પષ્ટ પ્રકાશમાન જયોતિ સ્વરૂપ (૪) ચૈતન્ય રસસ્વભાવ (૫) ચૈતન્ય સ્વભાવ (૬) આત્મદ્રવ્ય (૭) અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી. (૮) અભેદ સ્વભાવ; એક ભાવ; સામાન્ય સ્વભાવ; નિત્ય સ્વભાવ; ધ્રુવ સ્વભાવ; સદ્રશ એકરૂપ સ્વભાવ આ જ એક સમયગ્દર્શનનો વિષય છે. (૯) પારિણામિક ભાવ. શાયકભાવને આશ્રયે જ સમ્યગ્દર્શન જિનવચનો સાંભળવા, ગુરુના વચનો સાંભળવાં એ છે તો શુભ વિકલ્પ. પણ જે તે કાળે આવો વિકલ્પ હોય છે. અહીં સમ્યગ્દર્શન પામવા માટે જિનવચન સાંભળવું એમ કહ્યું પણ તે સાંભળવા માત્રથી જ સમ્યગ્દર્શન થાય છે. એમ નથી. સમયસાર ૧૧મી ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થના આશ્રયે એટલે ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયકભાવના આશ્રયે સમ્યગદર્શનાદિ ધર્મ થાય છે, સાંભળવાથી નહિ, નિમિત્તથી નહિ, અરેરે ! ક્ષણેક્ષણે નિમિત્તના અને રાગના પ્રેમમાં આ અનામૂળ સ્વભાવી આત્માનો આનંદ લૂટાઇ જાય છે ! લાયકભાવનો સત્કાર કરવો :જ્ઞાયકભાવની સન્મુખ થઇ તેમાં એકાગ્ર થવું શાયર્કમાં રમાતાની તીખ :સમ્યગુ તપ. શાયક લણી આત્મલક્ષી; સ્વલક્ષી; અપૂર્વ આત્મલક્ષી. શાયિક શાન :ક્રમપૂર્વક જાણવું; નિયત આત્મપ્રદેશથી જ જાણવું; અમુકને જ જાણવું-ઇત્યાદિ મર્યાદાઓ જાતિ-મૃતાદિ શ્રાયોપથમિક જ્ઞાનમાં જ સંભવે છે. ક્ષાયિક જ્ઞાન તો અમર્યાદિત હોવાથી યુગ૫૬ સર્વ આત્મપ્રદેશથી ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ પદાર્થોને-તે પદાર્થો અનેક પ્રકારના અને વિરુદ્ધ જાતિના હોવા છતાં પણ જાણે છે અર્થાત્ કેવળજ્ઞાન એક જ સમયે સર્વ આત્મપ્રદેશથી સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સર્વદા સર્વત્ર સર્વથા અવશ્યમેવ જાણે છે. (૨) સર્વ પદાર્થોને પ્રત્યક્ષ કરનાર જે ક્ષાયિક જ્ઞાન (કેવળ જ્ઞાન) છે, તે શુદ્ધ જ્ઞાન છે. કેમ કે તેમાં પર નિમિત્તપણું નથી. તે કેવળ સ્વ સ્વરૂપ માત્ર જ છે. તે જ જ્ઞાન અબદ્ધ પણ છે. કેમકે તેમાં કોઈ પર પદાર્થરૂપ ૧૧૧૩ ઉપાધિનો સંબંધ નથી. (૩) આત્માના ગુણની સંપુર્ણ શુધ્ધ દશા પ્રગટે અને કર્મોનો સર્વથા ક્ષય થઇ જાય એવી દશા તો અયિક ભાવ છે. દર્શન મોહનીયનો ક્ષય થતાં ક્ષાયિક સમ્યગ્દર્શન, જ્ઞાનાવરણીયનો ક્ષય થતાં ક્ષાયિક જ્ઞાન, દર્શનજ્ઞાનાવરણીયનો ક્ષય થતાં ક્ષાયિક દર્શન એમ જે ભાવ પ્રગટ થાય તે ક્ષાયિક ભાવ કહેવાય છે. (૪) આત્માના ગુણની સંપૂર્ણ શુદ્ધ દશા પ્રગટે અને કર્મોનો સર્વથા ક્ષય થઇ જાય- એવી દશા તે ક્ષાયિક ભાવ છે. બધે જ દર્શનમોહનીયનો ક્ષય થતાં ક્ષાયિક સમ્યગ્દર્શન જ્ઞાનાવરણીયનો ક્ષય થતાં, ક્ષાયિક જ્ઞાન, દર્શનાવરણીયનો ક્ષય થતાં ક્ષાયિકદર્શન- એમ જે ભાવ પ્રગટ થાય તે ક્ષાયિક કહેવાય છે. આ ત્રણે ભાવ નિર્મળ પર્યાયરૂપ છે; તે અનાદિના નથી હોતા, પણ આત્માના આશ્રયપૂર્વક નવા પ્રગટે છે, સાદિ છે અને ભાવો, મોક્ષનું કારણ થાય છે. એમ આગળ કહેશે. હોય જાણવા યોગ્ય (૨) રાગ; પરવસ્તુ (૩) જણાવા યોગ્ય; જ્ઞાનનો વિષય (૪) જાણવા જેવું; સમઝવા જેવું; સમઝવાનો પદાર્થ; પરમાત્મા (૫) જાણવા યોગ્ય પદાર્થો. (૬) જાણવા જેવું; સમઝવા જેવું; સમઝવાનો પદાર્થ. ચાહે તે વર્તમાન હોય કે અવર્તમાન. કારણ કે શેય તે જ કહેવાય છે તે જ્ઞાનનો વિષય હોય છે - જ્ઞાન જેને જાણે છે. (૭) જ્ઞાનમાં જાણવા યોગ્ય. (૮) જાણવા યોગ્ય ચીજ. (૯) આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં શેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે શેયોનો પ્રવેશ નથી. જ્ઞાન સ્વભાવી પ્રભુ આત્મા છે. તેના જ્ઞાનના સ્વચ્છતામાં જાણવા યોગ્ય શેય પદાર્થો સ્વયમેવ ઝળકે છે એટલે જણાય છે. છતાં જ્ઞાનમાં શેયોનો પ્રવેશ નથી. શુભાશુભ રાગ થાય તેને જ્ઞાન જાણે પણ જ્ઞાન તે રાગરૂપે થતું નથી, ને રોગ જ્ઞાનરૂપે થતો નથી. જ્ઞાનમાં શેય પ્રવેશતું નથી, ને જ્ઞાન શેયમાં કદી પ્રવેશતું નથી. રાગદ્વેષની ઉત્પત્તિ મિથ્યાદષ્ટિને જ થાય છે એમ અહીં કહેવું છે. સમ્યગ્દષ્ટિને કિંચિત્ રાગ (અસ્થિરતાનો) હોય છે, પણ તેને અહીં ગૌણ ગણીને જ્ઞાનસ્વભાવ જાણવા-દેખવામાત્ર કામ કરે છે એમ કહે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy