SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1112
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્ય બે ભેદ કર્યા છે. - એક સમ્યજ્ઞાન. બીજું મિથ્યા જ્ઞાન. સમ્યક જ્ઞાનના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન એવા પાંચ ભેદ બતાવ્યા છે અને મિથ્યા જ્ઞાન મતિ-અજ્ઞાન, ધૃત-અજ્ઞાન અને વિભંગ જ્ઞાનના ભદથી ત્રણ ભેદરૂપ પ્રગટ કર્યું છે. સાથોસાથ જ્ઞાનપયોગનું લક્ષણ વસ્તુનું વિશેષાકાર વેદન છે. એમ સૂચતિ કર્યું છે. કે જે વસ્તુ માત્ર સામાન્ય ગ્રહણનું પ્રતિપક્ષી છે. મતિજ્ઞાનને અભિનિબોધિક, મતિ-અજ્ઞાનને કુમતિ અને શ્રુત-અજ્ઞાનને કુશ્રુત પણ કહે છે. વિભંગ જ્ઞાનને સામાન્ય રીતે કુઅવવિજ્ઞાન પણ કહેવામાં ઓ છે. આત્મા જે સ્વભાવથી સર્વાત્મ પ્રદેશ વ્યાપી શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે તે અનાદિ કાળથી જ્ઞાનાવરણથી પ્રદેશ આચ્છાદિત થયો છે અને તે આવરણના મતિજ્ઞાનાવરણાદિ પાંચ મુખ્ય ભેદ છે. અતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયપશનમથી ઉત્પન્ન થયેલ સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયોમાંથી કોઈ ઈન્દ્રય તથા મનના અવલંબન સહયોગથી યુક્ત જે જ્ઞાન દ્વારા કોઈક મૂર્ત-અમૂર્ત દ્રવ્ય ને વિશેષરૂપે જાણવામાં આવે છે અને મતિજ્ઞાન” તો “અભિનિબોધિ જ્ઞાન' કહે છે. શાપક સૂચવનારું; બતાવનારું; લક્ષણ. શાયક :જાણનાર; આત્મા (૨) જાણક સ્વભાવ; ચૈતન્યાકાર સ્વરૂપ આત્મા; જાણનારો (૩) જ્ઞાયક આત્માનું અસ્તિવપણું ખ્યાલમાં આવે હું જુદો, હું જુદો, આ હું જ્ઞાયક જુદો એવું નિરંતર ઘૂંટણ રહે. તે પણ સારું છે. સ્થાયી વસ્તુ ભગવાન શાયકનું સહજ અસ્તિત્વ ખ્યાલમાં આવતાં અનુભવ થઈ જાય છે. હું નિત્યાનંદ સ્વરૂપ જ્ઞાયક પરથી ને વિભાવથી તદ્દન ભિન્ન છું, શાયક, જ્ઞાયક,... જ્ઞાયક, આ હું જ્ઞાયક જ છું એવું સતત ધોલન રહે તે પણ ઉત્તમ છે. ધોલનનો અર્થ કેવળ વિકલ્પ નહિ, પણ અંદર જ્ઞાયક તરકનું યથાર્થ વલણ છે. ધોલન એ ઘૂંટણમાં વિકલ્પ સાથે હોવા છતાં તે અંદર મૂકનારી જ્ઞાનની પર્યાય છે. હું આ જ્ઞાયક છું, હું આ જુદો જ્ઞાયક જ છું. એમ તે અંદર પ્રવેશ કરે છે- અંદર જવામાં એકાગ્ર થાય છે. નિજ ચૈતન્યપદાર્થનું સ્વરૂપ યથાર્થપણે ખ્યાલમાં આવતાં તેનું જે નિરંતર ચિંતન, મનન, નિદિધ્યાસન રહે તે પણ સારું છે. અનાદિથી રાગનું જે ઘૂંટણ કરી રહ્યો છે તેના કરતાં આ ૧૧૧૨ ચૈતન્ય બાજુ ઢાળવું, વિભાવથી હઠી સ્વભાવ તરફ ઢળવું-તેનું નિરંતર ઘૂંટણ કરવું એ પણ ઉત્તમ છે. (૪) જ્ઞાયક એવું નામ તને શેયને જાણવાથી આપમાં આવે છે. આમ જેવો પદાર્થ હોય તેવું જ જ્ઞાન જ્ઞાનનમાં થાય છે તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. જાણનાર. (૫) શાયક એવું નામ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે. સામે જેવો પદાર્થ હોય તેવું જ જ્ઞાન જ્ઞાનમાં થાય છે તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. લાયક દ્રવ્ય :જ્ઞાન ને આનંદ આદિ અનંત અનંત ગુણવૈભવથી ભરેલું કોઈ અદ્ભુત તત્ત્વ છે. સ્વભાવરૂપ વિભૂતિને સૂક્ષ્મ ઉપયોગ વડે એકાગ્રતાથી પકડતાં તે આર્યકારી દ્રવ્ય હાથમાં આવશે, જેનાથી તારી અનાદિની ભવભ્રમણરૂપ દીનતા ટળી જશેઃ આવું તત્ત્વ છે. શાયક સ્વભાવ :નિરપેક્ષ અખંડ પારિણામિક ભાવ. શાયક સિવાયનું બીજુ બધુ પર છે. જ્ઞાયક સિવાયનું બીજુ બધું – શરીર-વાણી, મન, સ્ત્રી, પુત્ર, પરિવાર તથા લક્ષ્મી, બંગલા વગેરે ભિન્ન પદાર્થો, તેમજ જીવની પર્યાયમાં પરના લક્ષે ઉત્પન્ન થતા પુણ્ય-પાપરૂપ વિભાવભાવ, અરે વ્યવહાર રત્નગના વિકલ્પ, સુદ્ધાં પર છે, એમ જ્ઞાયકનું સહજ અસ્તિત્વ ખ્યાલમાં લેતાં તેમાં આવી ગયું. દયા, દાન, પૂજા-ભક્તિ ને વ્રત-તપની વાતો તો શુભ રાગ- જે ક્રિયાની છે, એ કંઈ આત્માની ચીજ નથી. આત્મા તો તો કેવળ જ્ઞાયક જ છે, બાકીનું બીજુ બધું પર છે. હું કેવળ જ્ઞાયક છું બીજું બધું પર છે. એમ અંતરમાં જ્યારે બરાબર ખ્યાલ આવે ત્યારે જીવને સમ્યગ્દર્શન થાય અને ભવના અંત આવે. જ્ઞાયકને ઓળખવાનું કામ કરે, નહિંતર ભવનો અંત નહિ આવે. પ્રભુ ! ધર્મી તેને કહીએ કે જેને એક જ્ઞાયકભાવ રૂચે : તેને પુણ્ય-પાપના ભાવ અંતરમાં રૂચે નહિ; વિભાવભાવ આવે, હોય પણ રૂચે નહિ. લાયકભાવ ધ્રુવભાવ; એક સામાન્યભવ, નિત્યભાવ, પંચમ પારિણામિકભાવ (૨) જાણવું; જાણવું; જાણવું એવો જે સામાન્ય શાકભાવ તે એકજીવદ્રવ્યમાં જ છે. તે જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી કે પ્રમત્ત પણ નથી; અર્થાત્ ચૌદર્ય ગુણસ્થાનની પર્યાયો એમાં નથી. જ્ઞાયકભાવ જે ત્રિકાળ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy