SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1086
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચિત. સ્વભાવમાં-સ્વરૂપમાં તો વિકાર છે જ નહિ અને નિમિત્તના લક્ષે તે થયો છે તેથી પુદ્ગલ એનો સ્વામી છે એમ કહ્યું છે. આમ જયાં જે અપેક્ષા હોય તે સમજવી જોઇએ. જે સ્વરૂપમાં નથી અને સ્વરૂપના આશ્રયે થયેલી ર્નિર્મળ સ્વપરિણતિમાંય નથી તે રાગનું મને સ્વામીપણું નથી. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ ર્નિર્મળ છે. તેના આશ્રયે જે નિર્મળ દશા પ્રગટી તે મારું સ્વ અને હું તેનો સ્વામી છું એમ ધર્મી માને છે. અહીં તો કહે છે કે રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો એવો હું નિર્મમ છું આ તો પ્રથમ આવો વિકલ્પથી નિર્ણય કરે, પછી સ્વભાવના ઉગ્ર પુરુષાર્થ કરતાં વિકલ્પ છૂટી જાય છે. ભાઇ ! આ માર્ગ હાથ આવે એના જન્મ-મરણના ફેરા મટી જાય એવી વાત છે. હું પ્રતાપવંત રહો આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. અહીં જ્ઞાની એમ જાણે છે કે સર્વથી ભિન્ન એટલે રાગાદિ અને પરયોથી ભિન્ન એવા નિજ ચૈતન્યસ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. મારી સત્તા પ્રતાપવંત છે, સ્વતંત્રપણે શોભાયમાન છે. મારા પ્રતાપને કોઇ અખંડિત કરે અને સ્વતંત્રતાની શોભાને કોઇ લૂટે એવી જગતમાં કોઇ ચીજ નથી. આ હું પ્રતાપવંત રહ્યો-એમાં આ કહીને આત્મવસ્તુનું પ્રત્યક્ષપણું બતાવ્યું છે. મારા પ્રતાપથી હું સ્વસંવેદનમાં આવ્યો છું, નિમિત્તના પ્રતાપથી કે અન્યથી નહિ. એમ પ્રતાપવંત વર્તતા મને જો કે તમારી) બહાર અનેક અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પર દ્રવ્યો ફરાયમાન છે તો પણ કોઇ પણ પર દ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા૫ણે ભાસતું નથી. અહાહા ! ધમી જીવ એમ જાણે છે કે-હું નિજ સ્વરૂપને અનુભવતો થકો સ્વતંત્રપણે શોભાયમાન છું અને જગતના સમસ્ત પર દ્રવ્યો-પુલાદિ પર્દાર્થો અને રાગાદિ આસવો પોતાના સ્વરૂપની સંપદાથી પ્રગટ છે. હયાત છે. પરંતુ એ સમસ્ત પર દ્રવ્યોઅનંત પુદગલો-રજકણો અનંત આત્માઓ અને રાગાદિ ભાવો મને મારાપણે ભાસતા નથી. પર દ્રવ્ય પરમાણુ માત્ર પણ એટલે પુદગલનો એક રજકણ કે રાગનો એક અંશ પણ મારો છે. એમ મને ભાસતું નથી. જ્ઞાની ૧૦૮૬ એમ કહે છે કે દયા, દાન, વ્રતાદિનો જે વિકલ્પ ઊઠે છે કે વ્યવહાર રત્નત્રય નો જે વિકલ્પ છે તે મને મારાપણે ભાસતો નથી. અહાહા | આને આત્માને જાગ્યો કહેવાય અને આ ધર્મ છે. કોઇ પણ પર દ્રવ્ય પરમાણુમાત્ર મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે કે શેયપણે મારી સાથે એક થઇને ફરી મોહ ઉત્પન્ન કરે; જુઓ કેવી સ્વરૂપની નિઃશંકતા અને દઢતા ધર્માત્મા અપ્રહિતપણે ક્ષાવિકભાવ લેવાના છે. ભાસતું નથી તો પછી ભાવકપણે કે શેયપણે મારી સાથે એક થઇને તે કરી મોહ કેમ ઉત્પન્ન કરે ? અહાહા! શું દ્રષ્ટિનું જોર ! શું વૈરાગ્ય અને ઉદાસીનતા કહે છે. મને હવે પર દ્રવ્ય મારું છે એવો મોહ ઉત્પન્ન થાય એમ છે જ નહિ. હવે ફરીથી મને મોહ અર્થાત્ મિથ્યાત્વ ઉત્પન્ન થશે જ નહિ. શ્રી પ્રવચનસારની ૮૨મી ગાથામાં પણ આ રીતે જ વાત લીધી છે કે –તે મોહ દ્રષ્ટિ આગમ કૌશલ્ય અને આત્મજ્ઞાન વડે નાશ પામી છે, તે હવે કરીને ઉત્પન્ન થવાની જ નથી. અહીં પણ એ જ વાત લીધી છે કે મોહ ફરીથી શા માટે ઉત્પન્ન થાય ? કારણ કે નિજરસ થી જ મોહને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. મારા જ્ઞાન અને આનંદના રસથી મોહને મૂળથી જ ઉખાડ્યો છે. ફરીથી મોહ ન ઉપજે એવો મોહનો નાશ કર્યો છે. હું શુધ્ધ છું (કર્તા,કર્મ કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ સ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિમૅળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુધ્ધ છું આત્મા પરનો કર્તા અને પર એનું કાર્ય-એવું એનામાં છે જ નહિ. આત્મા સિવાય શરીર, મન, વચન, ઇન્દ્રિય, કુટુમ્બ કે દેશ ઇત્યાદિ પર દ્રવ્યનો હં કર્તા અને એમાં જે ક્રિયા થઇ તે મારું કર્મ એવું છે જ નહિ. આ વાત અહીં લીધી નથી કેમ કે જે પર દ્રવ્ય છે. તે કાર્ય વિના કદીય કોઈ કાળે ખાલી નથી. આ એક વાત.. હવે બીજી વાત : દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના અશુધ્ધ ભાવ થાય તેનો હું કર્તા અને તે મારું કર્મ. હું સાધન, હું સંપ્રદાન, મારાથી થયું અને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy