SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1087
Loading...
Download File
Download File
Page Text
________________ મારા આધારે થયું આવા રાગની ક્રિયાના ષકારકોની પ્રક્રિયા તે આત્માના સ્વરૂપમાં નથી. હવે ત્રીજી વાત : એક સમયની નિર્મળ પર્યાયના ષકારકો-જેમ કે નિર્મળ પર્યાયનો હું હર્તા, નિર્મળ પર્યાય તે મારું કર્મ, તેનું સાધન-કારણ હું, મારા માટે તે થઇ તે સંપ્રદાન, મારાથી થઇ તે અપાદાન, મારા આધારે થઇ તે અધિકરણ-આમ નિર્મળ અનુભૂતિ તે (ત્રિકાળી) અનુભૂતિમાત્રપણાને લીધે હું શુધ્ધ છું અહીં અનુભૂતિ એ પર્યાયની વાત નથી પણ ત્રિકાળી દ્રવ્યની વાત છે. પર્યાયમાં ષકારકનું પરિણમન સ્વતંત્ર છે. એનાથી મારી ચીજ (ત્રિકાળી) ભિન્ન છે. અહાહા ! વર્તમાન નિર્મળ પરિણતિથી મારો ત્રિકાળી અનુભૂતિ સ્વરૂપ ભગવાન ભિન્ન છે અને અહીં શુધ્ધ કહ્યો છે. નિર્મળ અનુભૂતિની પર્યાયના ભેદને લક્ષમાં લેવો એ વયવહારનય છે, અશુધ્ધતા છે, મેચકપણે છે-મલિનતા છે. આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણ પણે પરણમે એમ લક્ષમાં લેવું એ બહારનય છે. એ પ્રમાણે (ત્રણપણે) આત્માને-પોતાને અનુભવતાં આવોથી નિવૃત્તિ નહિ થાય. પ્રવચનસાર નય-અધિકારમાં કહે છે કે માટીને એના વાસણ આદિ ભેદથી જોવો તે અશુધ્ધનય છે. જ્ઞાનની પર્યાય, આનંદની પર્યાય, વીર્યની પર્યાય-એમ પર્યાયના ભેદથી આત્મા જોવો તે અશુધ્ધપણું છે. એનાથી મિથ્યાત્વનો આસવ નહિ મટે. અહીં તો કહે છે કે ષટ્ટારકની પ્રક્રિયાથી ભિન્ન વસ્તુ ત્રિકાળી અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે તેના ઉપર દ્રષ્ટિ આપતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે. દયા, દાનના વિકલ્પથી ધર્મ માને એ તો મિથ્યાત્વ છે જ, પરંતુ પોતાને નિર્મળ પર્યાયના ભેદથી લક્ષમાં લેતાં જે વિકલ્પ થાય એનાથી ધર્મ થાય એમ માને તે પણ મિથ્યાત્વ છે. ભગવાન આત્મા એક સમયની પર્યાયના પત્કારકના પરિણમનથી પાર ઉતેરેલી-ભિન્ન અનુભૂતિમાત્ર ત્રિકાળી શુધ્ધ વસ્તુ છે. આ ત્રિકાળી શુધ્ધ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતાં સમ્યગ્દર્શન-સમ્યકજ્ઞાન પ્રગટે છે. અને ત્યારે આત્મા આસવથી નિવૃત્ત થાય છે. અહાહા! ૧૦૮૭ વિકારના ષકારકના પરિણમનરૂપ ક્રિયા તો દૂર રહી, અહીં તો જ્ઞાનનો જે પ્રગટ અંશ એના ષકારકની યા પરિણમનથી ત્રિકાળી અનુભૂતિ સ્વરૂપ ભગવાન ભિન્ન છે અને એને અહીં શુધ્ધ કહેલ છે. એવા ત્રિકાળી શુધ્ધ આત્મદ્રવ્યની દ્રષ્ટિ થતાં મિથ્યાત્વનો આસવ ટળી જાય છે. આ વિધિથી જીવ આસવોથી નિવર્તે છે. (૨) નર-નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ નવ તત્ત્વોથી એક ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ વડે અત્યત જૂદો હોવાથી હું શુદ્ધ છું. અહાહા ! સાધક બાધકની પર્યાયથી આત્માને અત્યંત જદો કહ્યો. શરીર આદિથી તો અત્યંત જદો છે જ, પુણ્ય, પાપ આદિથી પણ અત્યંત જુદો છે જ. પણ સંવરનિર્જરા-મોક્ષની શુદ્ધ નિર્મળ પર્યાયના વ્યવહારિક ભાવોથી પણ હું એક શાશ્વત જ્ઞાયક ભાવ વડે અત્યંત જુદો હોવાથી શુદ્ધ છું. (૩) નર, નાર આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ સ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી કંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુધ્ધ છું અનાદિથી જીવ પુણયભાવ, પાપભાવ, આસવભાવ અને બંધભાવમાં રોકાયેલો છે. અનાદિથી એને મોક્ષ કયાં છે? પણ સંવર, ર્નિર્જરા, મોક્ષનો ના વિકલ્પ છે અને હવે જયારે ભાન થયું ત્યારે અંતર એકાગ્રતા સહિત જે સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પ્રગટે તે પર્યાય જેવડો હું નથી. આ વ્યાવહારિક નવ તત્ત્વોથી હું જુદો છું આ પુણય, પાપ, આસવ, બંધ, સંવર, ર્નિર્જરા અને મોક્ષ એ બધાં વ્યાવહારિક નવ તત્ત્વો છે. એ સર્વથી હું ભિન્ન છે. સાત તત્ત્વો નાશવાન છે, સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પણ નાશવાન છે. અને હું એક અવિનાશી છું મારા હોવાપણાંમાં અસ્તિપણામાં એ પર્યાયોના ભેદો છે નહિ. એ ભેદોમાં હું આવતો નથી અને મારામાં એ ભેદો સમાતા નથી. તેથી સંવર, નિર્જરા અને કેવળ જ્ઞાનની પર્યાયથી પણ હું અત્યંત જુદો છું હું તો એક અખંડ ચૈતન્યનો પિંડ છું, જ્ઞાનનો પિંડ છું આનંદનો કંદ અને પુરુષાર્થનો પિંડ છું અને વ્યવહારિક જે નવ તત્ત્વો તેમનાથી જુદો અત્યંત જુદો છું માટે શુધ્ધ છું.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy