SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1066
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતિ તારું અવિનાશી કલ્યાણ થાઓ, એ વાચ્ય છે અને સ્વસ્તિ શબ્દ એનું વાચક છે. (૨) સ્વસ્તિ શબ્દ, તે વાચક અને શાશ્વત કલ્યાણરૂપ ભાવ, તે વા . અવસ્તિક સાથિયો; ચાર ગતિમાં ભ્રમણનો નાશ કરનાર. સ્વતિ :અવિનાશી કલ્યાણ થાઓ એવા આશીર્વાદ. સ્વસ્થ :આધિ કે ઉપાધિ વિનાનું, ગભરાટ કે ઉચાટ વિનાનું; નિરોગી; તંદુરસ્ત સ્વસમુખ :શુદ્ધ આત્માની સામે નજર કરવી. Aસત્તા સ્વરૂપ અસ્તિત્વ સ્વસમય :જીવ નામનો પદાર્થ સમય છે. ત્રણ કાળ અને ત્રણ લોકના દ્રવ્ય-ગુણ પર્યાયની સ્થિતિને-સ્વરૂપને કેવળજ્ઞાન એક સમયમાં પ્રકાશવાને સમર્થ છે. સર્વ પદાર્થોના ગુણો, પર્યાયો-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું એક સમયમાં કેવળજ્ઞાન પ્રકાશે છે. આવું કેવળજ્ઞાન પ્રગટ કરવાની અપેક્ષાહે સાધ્ય છે. તેને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન જયોતિ છે. આ ભેદ-જ્ઞાન જયોતિનો ઉદય રોગથી ભિન્ન પડી સ્વભાવની દ્રષ્ટિ કરતાં થાય છે. આવા ભેદજ્ઞાનના બળ વડે જયારે આ જીવ દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયતવૃતિરૂપ-નિશ્ચય-રમણતારૂપટકવારૂપ વર્તે છે, અથવા ત્રિકાળધ્રુવ જે આત્મતત્વ તેની સાથે એકત્વગતપણે વર્તે છે-નિશ્ચય રત્નત્રયરૂપ પરિણતિથી વર્તે છે ત્યારે તે દર્શન-જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી સ્વસમય એમ જાણવામાં આવે છે. (૨) જયારે આ જીવ. સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન જયોતિનો ઉદય થવાથી, સર્વ પર દ્રવ્યોથી છૂટી દર્શન-શાન સ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મતત્વ સાથે એકરૂપે લીન થઇ પ્રવૃત્તિ કરે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી પોતાના સ્વરૂપને એકતારૂપે એક જ વખતે જાણતો તથા પરિણમતો એવો તે જીવ સ્વ સમય એમ પ્રતીત કરવામાં આવે છે. જે આત્મા પરથી ભિન્ન પડી પોતાના દર્શન જ્ઞાન સ્વભાવમાં એકત્વ પામે છે તેને તું સ્વસમય જાણ. (૩) સ્વધર્મીઓ (૪) જે જીવ સ્વ સાથે એકપણાની માન્યતાપૂર્વક (સ્વ સાથે) જોડાય તેને સ્વસમય કહેવામાં આવે | ૧૦૬૬ છે. (૫) જે જીવ સ્વ સાથે એકપણાની માન્યતાપૂર્વક (સ્વ સાથે) જોડાય તેને સ્વ સમય કહેવામાં આવે છે. (૬) જે જીવ સ્વ સાથે એકપણાની માન્યતાપૂર્વક (સ્વ સાથે) જોડાય તેને સ્વસમય કહેવામાં આવે છે. (૭) ચૈતન્ય સ્વભાવ શુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપે છે, તે સ્વસમરૂપ છે. (૮) જે શુદ્ધ ચૈતન્ય પ્રાણથી ત્રિકાળ જીવે તે શુદ્ધ જીવને શ્રેયાપરામભાવરૂપ અશુદ્ધ ભાવ પ્રાણ અને પરદ્રવ્યરૂપ ઈન્દ્રિયાદિ પ્રાણોને દૃષ્ટિમાંથી છોડી, ત્રિકાળ શુદ્ધ જીવની દૃષ્ટિ-રચિ, એનું જ જ્ઞાન અને એમાં જ એકપણે રમણતા કરવી એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર છે. એ આત્માનો સબૂત વ્યવહાર પ્રાણ છે. અને સ્વસમય છે. એને ધર્મરૂપ પરિણમન કહે છે. (૯) આત્મા આત્માપણે પરિણમ્યો, સ્વભાવપણે પરિણમ્યો તે સ્વસમય છે. આ સ્વ સમયે એ પરિણમનરૂપ છે. સદભૂત વ્યવહાર છે; દર્શનશાન સ્વભાવ એ ત્રિકાળ ઉપયોગ છે. ઉપયોગ એ આત્મા છે ને ? આવો ત્રિકાળ ઉપયોગરૂપ જે સ્વભાવ એની હયાતીરૂપ જે શુદ્ધ આત્માતત્ત્વ તેની ચિ, જ્ઞાન અને રમણતા એ સમ્યક રત્નત્રયરૂપ ધર્મ છે. તે વડે જીવ ધર્માત્મા છે. ધર્મ છે. આ સ્વ સમય છે. (૧૦) હે ભવ્ય ! જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે, એટલે કે જીવ જ્ઞાનમાં જણાય છે, શ્રદ્ધામાં નિર્ણત થાય છે, સ્થિરતામાં આવે છે. તેને નિશ્ચયથી સ્વસમય જાણ. હે ભાઈ ! જે આત્મા પોતાની શ્રદ્ધામાં શ્રદ્ધાઓ, જ્ઞાનમાં જણાયો અને ચારિત્રમાં કર્યો એને તું સ્વસમય જાણ. (૧૧) આત્મ સ્વભાવમાં સ્થિત છે તે સ્વ સમય જાણવા. 4સમય અને પર સમય:સ્વસમય અને પરસમય એમ પરિણતિના બે ભેદ પડે છે. સમય તો સમય જ છે. પોતાના ધ્રુવ આત્માની સાથે એકત્વપણે પરિણમન થાય તે સ્વ સમય છે અને ધ્રુવને સાથે એકત્વપણું છોડી રાગ સાથે એકત્વપણે પરિણમે તે પર સમય છે. આ બે પણું જ અસત્ય છે. ધ્રુવને ધ્યેય બનાવી, નિર્મળપણે પરિણમે તે સ્વ-આત્મા અને કર્મ સંબંધ વિકારપણે પરિણમે તે પર-આત્મા સ્વભાવપણે પરિણમવું તે જીવનું કર્મ છે, વિભાવ૫ણે પરિણમવું તે જીવનું કર્મ નહીં, તે બાધા છે, આપત્તિ છે. સ્વસાયો અને પરસમયો સ્વધર્મીઓ અને પરધર્મીઓ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy