SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1067
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વસમય પ્રવૃતિની પ્રસિદ્ધિવાળો જેને સ્વસમયમાં પ્રવૃત્તિ પ્રસિધ્ધ થઇ છે એવો (જે જીવ રાગાદિ પરિણતિનો સંપૂર્ણ નાશ કરી નિસંગ અને નિર્મમ થયો છે. તે પરમાર્થ-સિધ્ધભક્તિવંત જીવે સ્વસમયમાં પ્રવૃત્તિ સિધ્ધ કરી છે તેથી સ્વસમય પ્રવૃત્તિને લીધે તે જ જીવ કર્મબંધનો ક્ષય કરી મોક્ષને પામે છે, અન્ય નહિ અવસમયમાં પ્રવૃત્તિ:પોતાના સ્વભાવમાં પ્રવર્તવું. સ્વરૂપમાં ચરવું (રમવું) તે ચારિત્ર છે; સ્વસમયમાં પ્રવૃત્તિ (અર્થાત પોતાના સ્વભાવમાં પ્રવર્તવું) તેવો તેનો અર્થ છે, તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે; શુધ્ધ ચૈતન્યનું પ્રકાશનું એવો તેનો અર્થ છે. તે જ યથાસ્થિત આત્મગુણ હોવાથી (અર્થાત્ વિષમતા વિનાનો-સુસ્થિત-આત્માનો ગુણ હોવાથી) સામ્ય છે. અને સામ્ય, દર્શન મોહનીય તથા ચારિત્ર મોહનીયના ઉદયથી થતા સમસ્ત મોહ અને ક્ષોભના અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે. ભાવાર્થ-શુધ્ધ આત્માની શ્રધ્ધારૂપ સમ્યક્તથી વિરુધ્ધ ભાવ (અર્થાત્ મિથ્યાત્વ) તે મોહ અને નિર્વિકાર નિશ્ચલ ચૈતન્ય પરિણતિરૂપ ચારિત્રથી વિરુધ્ધભાવ (અર્થાત અસ્થિરતા) તે ક્ષોભ. મોહ અને ક્ષોભરહિત પરિણામ તે સામે, ધર્મ અને ચારિત્ર એ બધાં એકાર્થ વાચક છે. વસમયો અને પરસામયો સ્વધર્મીઓ અને પરધર્મીઓ. સ્વસંવેધ :જે પોતે પોતાથી જ જણાય છે. સંવેદામાન પોતાથી જ વેદાનું અનુભવાતું વસંવેદન આનંદ; આત્માનો આનંદ (૨) સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન તે સ્વસંવેદન છે. (૩) પ્રતીતિ; ઇન્દ્રિયબોધ; ઇન્દ્રિયગમ્ય પોતાની જાતે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય તે. (૪) સ્વાનુભવ (૫) પોતાથી પોતાને દેવું, સ્વ કહેતાં પોતાથી, સમનામ પ્રત્યક્ષ, વેદન એટલે અનુભવવું, વેદવું અને નામ સમ્યજ્ઞાન છે. ભગવાન આત્મા શુદ્ધ એક સ્વભાવી છે તેનું પર્યાયમાં સ્વસંવેદન એનું નામ સમ્યજ્ઞાન છે. (૬) સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન તે સ્વસંવેદન છે. (૭) પોતાના જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ. ૧૦૬૭ (૮) આત્માનો શુદ્ધ અનુભવ, શુદ્ધ આત્મામાં રમણતા. (૯) પોતાના જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ. (૯) પોતાના જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ. (૧૦) આત્મ પ્રતીતિ, આત્મભાન, વસ્તુ-આત્મા તો પ્રત્યક્ષ સ્વસંવેદનમાં જણાય, એવી ચીજ છે. સ્વસંવેદન છે તે પર્યાય છે, પણ તે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ સ્વરૂપને નજરમાં લે છે, અને ત્યારે તે પર્યાયમાં, આ હું નિત્યાનંદ પ્રભુ છુ એમ ભાન થઈને, નિરાકુળ આનંદનું વિદન થાય છે. વસંવેદન પ્રત્યણ સ્વાનુભવથી પ્રત્યક્ષ. (દર્શન-જ્ઞાન સામાન્ય સ્વાનુભવથી પ્રત્યક્ષ છે.) વસંવેદન પ્રમાણ :આગમપ્રમાણ અને અનુમાન-પ્રમાણથી જાણીને - નક્કી કરીને, હવે કહે છે , સ્વ સંવેદન પ્રમાણથી જાણે છે. ઘાન અને આનંદના વેદનથી આત્માને જાણે તે સ્વસંવેદનપ્રમાણ છે. ચેતના ત્રણ પ્રકારે કહી - કર્મ ચેતના, કર્મ રૂપ ચેતના અને જ્ઞાન ચેતના. તેમાં કર્મ ચેતનાને કર્મ ફળચેતના વિભાવદશા છે, વિકારી દશા છે, અને જ્ઞાન ચેતના નિર્વિકાર નિર્મળ દશા છે, એ ત્રણેયને આગમ, અનુમાન એ સ્વસંવેદન પ્રત્યક્ષથી જાણીને શ્રદ્ધાન કરવું. (૨) જ્ઞાન અને આનંદના વેદનથી આત્માને જાણે તે સ્વસંવેદન પ્રમાણ છે. વસંવેદનશાન : અંતર સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા. વસંવેદનપતયથી સ્વાનુભવથી પ્રત્યક્ષ (દર્શન જ્ઞાન સામાન્ય સ્વાનુભવથી પ્રત્યક્ષ વસંવેદનમથી સ્વાનુભવથી વસંવેધ સ્વ સંવેદનમાં જણાય એવો; પોતાથી પોતે જણાય છે. (૨) સ્વાનુભવથી ગમ્ય, સ્વાનુભૂતિથી પ્રાપ્ય, જ્ઞાન સ્વાભિમુખ થયું તેમાં જણાય (૩) પોતાનાથી જ પોતે જાણાય છે. પોતામાં જ પોત રહીને પોતાને જાણે છે. (૪) પોતાથી જ વેદાતું-અનુભવાતું. (૫) ગમ્ય; પ્રાપ્ય. વસંવેધમાન :પોતાથી જ વેદાતુ-અનુભવાતુ સ્વસ્વભાવમય પોતાના સ્વરૂપમાં સ્થિત.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy