SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1063
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૩ આધારભૂત વસ્તુ પોતે; સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત સ્વપ્રદેશ સમૂહ; સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય; સ્વભાવ એટલે નિજ ગુણ-સ્વશકિત (૩) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ (૪) સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સ્વચારિત્ર જે (જીવ) ખરેખર નિરૂપરાગ ઉપયોગવાળો હોવાને લીધે સર્વસંગમુક્ત વર્તતો થકો, પર દ્રવ્યથી વ્યાવૃત્ત ઉપયોગવાળો હોવાને લીધે અનન્યમનવાળો વર્તતો થકો, આત્માને જ્ઞાનદર્શનરૂપ સ્વભાવ વડે નિયતપણે અર્થાત અવસ્થિતપણે જાણે-ખે છે, તે જીવ ખરેખર સ્વચારિત્ર આચરે છે, કારણ કે ખરેખર શિન્નમિસ્વરૂપ પુરુષમાં (આત્મામાં) સન્માત્રપણે વર્તવું તે સ્વચારિત્ર 4 સમયમાં પ્રવૃત્તિ પોતાના સ્વભાવમાં પ્રવર્તવું એવો તેનો અર્થ છે. તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે. (૨) પોતાના સ્વભાવમાં પ્રવર્તવું; શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું. 4 સંવેદન :પોતાના જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ. (૨) સ્વ એટલે પોતાનું, સે નામ પ્રત્યક્ષ; વેદન એટલે અનુભવવો. પોતાના આત્માને પ્રત્યક્ષ અનુભવવે. આ હું આત્મા છું એમ અનુભવવું તે સ્વસંવેદન છે. 4 સેવા સર્વજ્ઞ જેવું સ્વરૂપ કહ્યું છે તેવું બરાબર સમજી, તે જ્ઞાનની નિર્મળતાનો અભ્યાસ-પરિચય તે સ્વ-સેવા છે. એ સિવાય બીજી કોઈ રીતે કોઈ કાળે આત્માને ગુણ થતો નથી, આ પ્રકારે ગુણની નિર્મળતા થાય છે એમ વિધિ કહેતાં, તેનાથી જ વિરૂદ્ધ તે ખોટું, એમ નિષેધ પક્ષ સમજી લેવો. સ્વ સ્વામિસંબંધ :માલિકીનો પદાર્થ અને માલિક વચ્ચેના સંબંધને સ્વ-સ્વામિ સંબંધ કહેવામાં આવે છે. ૨૧ સંવિદિત : જે જ્ઞાન સ્વયં પોતાના જ દ્વારા સમ્યક જણાય છે- ભાનુ-મંડળની જેમ પર દ્વારા અપ્રકાશિત હોય છે. તેને સ્વસંવિદિત કહેવાય છે. સ્વયં પોતાના દ્વારા પોતાને જાણે છે. તે કેવળ જ્ઞાન સિવાય આત્માનું બીજુ કોઈ પરમરૂપ નથી. સ્વોત્ર :આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. (૨) પોતાનો આકાર-પહોળાઈ. આવકાર્ય ચારિત્રનું કાર્ય. સ્વકાળ વસ્તુમાત્રની મૂળ અવસ્થા (૨) વર્તમાન વર્તતી સ્વઅર્થની ક્રિયારૂપ અવસ્થા. (૩) પોતાની પર્યાયમાં સ્વકીય ઃપોતાનું વગત આત્મગત; પોતે પોતાને જ મનોગત કહેતું હોય એમ કહેલું વચ્છેદ :સ્વેચ્છાચાર; પોતાની મરજી પ્રમાણે વર્તનાર. સ્વછંદપણે સ્વંતત્રતાથી; અંકુશ વગર; કોઈથી દબાયા વિના. વછંદપણે ઉદયમાન :સ્વાધાનપણે પ્રકાશમાન. સ્વથતુય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ (૨) સ્વદ્રવ્ય; સ્વક્ષેત્ર; સ્વકાળ અને સ્વભાવને સ્વચતુષ્ટયે કહેવામાં આવે છે. સ્વદ્રવ્ય એટલે નિજણ પર્યાયોના ભાવાર્થ:- જે જીવ શુદ્ધોપયોગી વર્તતો થકો અને જેની પરિણતિ પર પ્રત્યે જતી નથી એવો વર્તતો થકો, આત્માને સ્વભાવભૂત જ્ઞાનદર્શન પરિણામડે સ્થિરતાપૂર્વક જાણે-દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરનાર છે; કારણ કે શિષ્ણપ્તિસ્વરૂપ આત્મામાં માત્ર શિક્ષણિરૂપે પરિણમીને રહેવું તે સ્વચારિત્ર વચારિત્ર પ્રવૃત્તિનો માર્ગ જે યોગીન્દ્ર સમસ્ત મોહસમૂહથી બહિર્ભત હોવાને લીધે પર દ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકી, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતાં થકી નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે. તે ખરેખર સ્વચારિત્રને આચરે છે. સ્વરૂપ આત્મસ્વરૂપ (૨) લક્ષણાત્મક ગુણો. (૩) સ્વરૂપનું અજ્ઞાન તે મહાપાપ છે. ભાવ.... (૪) શુદ્ધ ચૈતન્ય; આનંદઘન; જ્ઞાનપિંડ એવું જે આત્માનું રૂપ. (૫) લક્ષણ. સ્વરૂપ અસ્તિત્વ :અસ્તિત્વ અને દ્રવ્યને પ્રદેશભેદ નથી; વળી તે અસ્તિત્વ અનાદિ અનંત છે તથા સહેતુક એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે વિભાવ ધર્મથી પણ ભિન્ન પ્રકારનું છે; આમ હોવાથી અસ્તિત્વ દ્રવ્યનો સ્વાભાવ જ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy