SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1027
Loading...
Download File
Download File
Page Text
________________ એવો જ છે કે સ્વ-પરને ભેદ પાડીને જાણે છે, છતાં તે નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. સાતે તત્વો ભેદરૂપ છે, એવા ભાવનું ભાસન એક આત્મામાં થયું તે નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. તે અહીઃ તથા સૂત્રમાં કહેવું છે. એક રૂપ સ્વભાવની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. પર્યાયમાં સાત તત્ત્વ ના ભાવનું ભાસન થયું તે સમ્યજ્ઞાન છે. સવિકલ્પ શાન ઃ પ્રશ્ન : જ્ઞાનનું સ્વરૂપ તો સવિકલ્પ કહયું છે ને ? ઉત્તર ઃ ત્યાં સવિકલ્પ એટલે જ્ઞાન સ્વ અને પરને જાણે છે. ભેદપૂર્વક સ્વ અને પરને જાણવું એમ અર્થ છે. વિકલ્પ એટલે રાગ એમ ત્યાં અર્થ નથી. જ્ઞાન તો રાગથી ભિન્ન જ છે. નિર્વિકલ્પ જ્ઞાન એટલે રાગના અવલંબરહિત જ્ઞાનથી જ વસ્તુતત્વ પકડાય એમ છે. (૨) વિશેષપણે જાણવું તે સવિકલ્પ જ્ઞાન છે. સવિકાર :વિકાર સહિત. (૨) વિકાર સહિત; રાગ-દ્વેષ ચૈતન્ય સાથે નજીક ક્ષેત્રે છે તેને પોતાના માનવા તે સવિકાર પરિણામ છે. સવિકાર ચૈતન્ય પરિણામ :સવિકાર ચૈતન્ય પરણિામ ત્રણ પ્રકારનું મિથ્યાદર્શન · અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ છે. અવિશેષ દર્શની, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સ્વપરના સમસ્ત ભેદને છુપાવીને પોતાના સવિકાર ચૈતન્યના પરિણામનો કર્તા થાય છે. સવિકાર પરિણામ :ક્રોધ, માન, માયા અને લોભને પોતાનાં માનવાં તે સર્વિકાર પરિણામ છે. સવિકલ્પ અને નિર્વિકલ્પ જ્ઞાન અને દર્શન સ્વરૂપ. સવિપાક :જે પૂર્વકર્મ બંધાયું છે એની મુદત થઈને-સ્થિતિ થઈને ખરી જાય છે એનું નામ સવિપાક નિર્જરા છે. વિપાક-પાક સહિત ખરી જવું-એનું નામ સવિપાક નિર્જરા. એમાં આત્માના કોઈ પુરૂષાર્થ છે નહીં. અવિપાક નિર્દેશ :વિપાક એટલે કર્મનું ફળ દઇને ખરી જવું. વિપાક એટલેઃ (સ્થિતિ પૂરી થયે ઉદયમાં આવીને ખરી જવું તેનું નામ સવિપાક નિર્જરા છે. વિપાક એટલે વિશેષપાક, સત્તામાં કર્મ પડ્યાં છે તેપાક આવીને ખરી જાય તે સવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે. (૨) આત્મા સાથે એક ક્ષેત્રે રહેલાં કર્મો ૧૦૨૭ પોતાની સ્થિતિ પૂરી થતાં જુદાં થઇ ગયાં તે સવિપાક નિર્જરા છે. (૩) સ્થિતિ પુરી થયે ઉદયમાં આવીને કર્મનું ખરી જવું, તેનું નામ વિપાક નિર્જરા છે, સત્તામાં કર્મ પડયાં છે તે પાક આવીને ખરી જાય, તે વિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે. (૪) વર્તમાનમાં આ મનુષ્યગતિ છે, ત્યાં અંદર નરકગતિ, દેવગતિ આદિ ચાર ગતિનો ઉદય હોય છે. પૂર્વના બાંધેલા કર્મ પડયાં છે, તેથી દેવગતિનો ઉદય તો આવે છે, પણ તે ખરી જાય છે. તેને સવિપાક નિર્જરા કહે છે. એની મેળે પાક આવીને કર્મ ખરી ગયાં, તેને જ્ઞાની જાણે છે. આત્માનું ભાન થતાં, શાંતિ અને આનંદનું પરિણામન થયું છે. તે જીવને પૂર્વે બાંધેલાં ગતિઆદિ કર્મો હોય છે. ઉદયમાં આવીને ખરી જાય, તેને સવિપાક નિર્જરા કહે છે. અને તેને જ્ઞાની જાણે છે. વિપાક એટલે, કર્મનું ફળ દઈને ખરી જવું, સ્થિતિ પુરી થયે ઉદયમાં આવીને, કર્મનું ખરી જવું, તેનું નામ સવિપાક નિર્જરા છે. વિપાક એટલે વિશેષે પાક, સત્તામાં કર્મ પડયાં છે, તે પાક આવીને ખરી જાય, તે સવિપાક નિર્જરાને જ્ઞાની જાણે છે. સવિભાગ :ખંડખંડરૂપ. સવિભાજ ખંડ ખંડરૂપ વિશેષ :વિશેષ સહિત; તફાવતવાળા; ભેદવાળા; ભિન્ન ભિન્ન સવિશ્વરૂપ અનેકરૂપ;સર્વરૂપવાળી સવિશેષ :વિશેષ સહિત; તફાવતવાળા; ભેદવાળા; ભિન્ન ભિન્ન સવિશેષપણે ઃતફાવત વિના; અભિન્નપણે. સર્વકધામ :આત્મજ્યોતિ. સર્વથા પ્રાર્થનીય ઃસર્વ પ્રકારે ઇચ્છવા યોગ્ય. સર્વમાન્ય ધર્મ :સર્વ જીવોને માન્ય આત્માનો ધર્મ; દયાધર્મ. સર્વવર્તી :બધામાં વ્યાપનારૂં સવળા :સમ્યક સળંગત :વ્યાપક; સર્વવ્યાપક. સવ્યાબાધ બાધા સહિત (૨) કર્મકલેશ સહિત; પરાશ્રિત;મૂર્ત(ઇન્દ્રયાદિ) સાથે સંબંધવાળું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy