SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1028
Loading...
Download File
Download File
Page Text
________________ સળેઢ:સમે સુતરે. (સરખું સળેઢે ઊતરી ગયું = બધુ સમૂસુતરે સારી રીતે પાર પડી | ગયું.) (૨) મુશ્કેલી વિના; સમે સૂતરે; વાંધા વચકા વિના. સમ્યક :યોગ્ય રીત; બરાબર. સસંસાર સંસાર રહિત; સંસાર યુકત સહકાર સાથે રહેનાર. (૨) સહયોગ. (૩) સાથે રહેનાર (સાથ આપે કે મદદ આપે તેમ નથી.) સહકારી સાથે કાર્ય કરનાર અર્થાત્ સાથે ગતિ કરનાર. (ધજાની સાથે પવન પણ ગતિ કરતો હોવાથી અહીં પવનને (ધજાના) સહકારી તરીકે હેતુકર્તા કહ્યો છે. અને જીવ-પુદ્ગલોની સાથે ધર્માસ્તિય ગમન નહિ કરતાં (અર્થાત્ સહકારી નહિ બનતાં) માત્ર તેમને (ગતિમાં) આશ્રયરૂપ કારણ બનતો હોવાથી ધર્માસ્તિકાયને ઉદાસીન નિમિત્ત કહ્યો છે. પવનને હેતુકર્તા કહ્યો તેનો એવો અર્થ કદી ન સમજવો કે પવન ધજાકોના ગતિપરિણામને કરાવતો હશે. ઉદાસીન નિમિત્ત હો કે હેતુકર્તા હો- બન્ને પરમાં અકિંચિકર છે. જેમનામાં માત્ર ઉપર કહ્યો તેટલો જ તફાવત છે. ખરેખર સમસ્ત ગતિસ્થિતિ માને પદાર્થો પોતાના પરિણામોથી જ નિશ્ચયે ગતિસ્થિતિ કરે છે. માટે ધજા, સવાર (ઘોડેસવાર) ઈત્યાદિ બધાય પોતાના પરિણામોથી જ ગતિ સ્થિતિ કરે છે, તેમાં ધર્મ તેમજ પવન તથા અધર્મ તેમ જ અશ્વ અવિશેષપણે અકિંચિત્કર છે એમ નિર્ણય કરવો.) (૨) નિમિત્ત સહકારી છે, એટલે સમકાળે (સાથે) છે. તે સાથે છે એટલે સહકારી કહ્યું, કાંઈ સહાય મદદ કરે છે માટે સહકારી છે, એમ નથી. સહકારી સખત સામગ્રી :અંતર ચારિત્રનો પુરૂષાર્થ અને બાહ્ય નગ્નદશા બંનેને, સહકારી સમસ્ત સામગ્રી કહે છે. તે વખતે કર્મના પ્રતિબંધનો અભાવ હોય ૧૦૨૮ સહજ ઉદાસીન :જ્ઞાતા-દામાત્ર; સહજ વૈરાગ્ય રૂ૫. સાહજ ગુણમણિની ખાણવાળો આત્મા આત્મામાં એકાગ્ર થતાં પૂર્ણ આનંદ, શાન્તિ ને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. સહજ પૈતન્ય લહાણ જીવના પારિણામિક ભાવનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ” સહજ ચૈતન્ય છે. આ પરિણામિક ભાવ અનાદિ-અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ અનંત છે. સહજ શાન સ્વરૂપ પ્રત્યક્ષ અર્થાત્ ત્રિકાળી આત્મવસ્તુમાં સ્થિત સ્વાભાવિક જ્ઞન શુદ્ધ અંતઃતત્ત્વરૂપ પરમ તત્ત્વમાં વ્યાપક-વ્યાપેલું છે, અને તે સહજજ્ઞાન પરમતત્ત્વમાં વ્યાપેલું હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. ત્રિકાળી ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ એવું જે શુદ્ધ અંતઃ તન્વરૂપ નિજ પરમતત્ત્વ છે તેમાં આ ત્રિકાળી સહજજ્ઞાન વ્યાપક છે અને તેથી તે સ્વરૂપ પ્રત્યક્ષ છે. આ ત્રિકાળી જ્ઞાનની વાત છે. આ સ્વરૂપ પ્રત્યક્ષની આવી વ્યાખ્યા નિયમસાર શાસ્ત્રમાં જ આવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે તે પર્યાય છે. તો તે પર્યાય આવી ક્યાંથી ? કે અંદરના ત્રિકાળી સહજણમાંથી તે આવે છે. સહજ શ્રદ્ધા ગુણમાંથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ગુણમાંથી સમજ્ઞાનને સહેજ ચારિત્ર ગુણમાંથી ચારિત્ર-વીતરાગતૈ આવે છે. અંદરમાં કારણ ત્રિકાળ વિદ્યમાન છે. તેમાંથી કાર્ય આવે છે એમ કહે છે. સહજ શાનોપયોગ સહજ જ્ઞાનોપયોગ પરમ પરિણામિક ભાવે સ્થિત છે, તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે; તેમાંથી (સર્વને જાણનારો) કેવળ જ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજ જ્ઞાનોપયોગ કારણ છે અને કેવળ જ્ઞાનોપયોગ કાર્ય છે. આમ હોવાથી સહજ જ્ઞાનોપયોગને કારણે સ્વભાવ જ્ઞાનોપયોગ કહેવાય છે. અને કેવળ જ્ઞાનોપયોગને કાર્ય સ્વભાવ જ્ઞાનોપયોગ કહેવાય છે. સહજ પરમપારિપબિક ભાવ એક સહજ પરમપરિણામિક ભાવને જ સદા પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય કરવાથી પરમ પરિણામિક ભાવનો આશ્રય થતો નથી. પરમ પરિણામિક ભાવનો સહથર સાથે રહેવાવાળો (૨) નિમિત્ત તરીકે, બીજી ચીજ હયાત સહયારી સાથે આવનાર; ગોઠીયો; મિત્ર; સાથીદાર સહજ સ્વાભાવિક (૨) કુદરતી (૩) પોતાના સ્વભાવરૂપ (૪) સ્વાભાવિક (૫) અકૃત્રિમ. (૬) જે આત્મજનિત છે; કોઈ દ્વારા ઉત્પન્ન થતું નથી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy