SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ ઘન્ય અંતમુહર્ત, ઉત્કૃષ્યો સાત હજાર વર્ષનો છે. નામ અને ગોત્ર કર્મની સ્થિતિ જઘન્ય આઠ મુહર્તની, ઉત્કૃષ્ટી ૨૦ ક્રોડાકોડ સાગરોપમની છે. તેનો આ બાધાકાળ બે હજાર વર્ષનો છે. (૨) કાળની મર્યાદા કેટલા વખત સુધી કર્મ જીવની સાથે રહે છે તે મર્યાદાને સ્થિતિબંધ કહે છે. કષાયોથી સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. ઊંક્ષ લઈને સ્થિતિ તથા અનુભાગ અર્થાત્ રસનો બંધ પડે છે. તે જીવ ફેરવવા ધારેતો કરી જ શકે એમ બનવું અશકય છે. આવું મોહને લઈને તેનું પ્રબળાપણું છે. જો કયાય મંદ હોય છે તો સાત કર્મોની સ્થિતિ ઓછી પડે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહર્તની અને ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની છે. જે ત્રણે કર્મનો આબાધકાળ ત્રણ હજાર વર્ષનો છે. આબાધાકાળ એટલે કર્મ બાંધ્યા પછી થી તે ઉદયમાં આવે (એટલે કે તેનાં કુળ ભોગવવાં પડે) ત્યાં લગીનો કાળ તે આબાધાકાળ' કહેવાય, એટલે કર્મ બાંધવું અને તે ભોગવવું તે બેની વચ્ચેનો કાળ. સાતવેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ૨ સમયની અને ઇન્ફટી ૧૫ ક્રોડાકોડ સાગરની છે. આબાધકાળ કરે તો જઘળ્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટો દોઢહજાર વર્ષનો છે. અસાતા વેદનીય કર્મની સ્થિતિ જઘળ્ય ૧૨ મુહર્તની અને ઉત્કૃષ્ટી ત્રીસ ક્રોડાકોડ સાગરની છે. એનો આબાધકાળ જઘવ્ય અન્નહર્તનો, ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનો છે. મોહનીય કર્મની સ્થિતિ જઘન્ય અન્તર્મુહર્તની અને ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાકોડ સાગરોપમની છે. જેનો આબાધકાળ જઘન્ય અંતર્મુહર્ત, ઉત્કૃષ્ટો સાત હજાર વર્ષનો છે. નામ અને ગોત્ર કર્મની સ્થિતિ જઘન્ય આઠ મુહર્તની ઉત્કૃષ્ટી ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમની છે. જેનો આબાધકાળ બે હજાર વર્ષનો છે. સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાય વડે સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય. (૨) બંધ એટલે કર્મપુલોનું વિશિષ્ટ શકિતરૂપ પરિણામ સહિત સ્થિત રહેવું તે (અર્થાત્ કર્મપુલોનું અમુક અનુભાગરૂપ શકિત સહિત અમુક કાળ ૧૦૨૩ સુધી ટકવું તે) તેનું નિમિત્ત જીવભાવ છે. જીવભાવ રતિરાગદ્વેષમોહયુકત (પરિણામ) છે. અર્થાત્ મોહનીયના વિપાકથી ઉત્પન્ન થતો વિકાર છે. અંતરંગ કારણ (નિમિત્ત) જીવભાવ જ છે કારણ કે તે (કર્મપુલોની) વિશિષ્ટ શકિત અને સ્થિતિનો હેતુ છે. સ્થિતિબંધ સ્થાનો જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવાં જે સ્થિતિબંધસ્થાનો તે બધાંય જીવને નથી. જીવમાં કર્મની સ્થિતિબંધના પ્રકારો તો નથી પણ જે (જીવની પર્યાયની યોગ્યતા તે પણ નથી. કર્મમાં જે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ છે તે તેના ઉપાદાનમાં જડમાં છે. પરંતુ જીવની પર્યાયમાં કર્મને અનુસાર જે યોગ્યતા છે તે જીવમાં છે. એમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. જયાં નિમિતા છે ત્યાં ઉપાદાનમાં પણ એવી જ યોગ્યતા હોય છે. કર્મપ્રકૃતિથી ભિન્ન, તે પ્રકારનું અશુધ્ધ-ઉપાદાન જીવમાં પોતાનામાં છે. કર્મપ્રકૃતિ તો તેમાં માત્ર નિમિત છે. કર્મપ્રકૃતિમાં જેટલી યોગ્યતા છે તેટલી જ યોગ્યતા ઉપાદાન (જીવ)માં છે. જેટલો સ્થિતિબંધ છે અને જેટલો પ્રદેશબંધ છે તેટલા પ્રમાણમાં ઉપાદાન (જીવ)ની પર્યાયમાં અશુધ્ધતાની યોગ્યતા છે. હવે અહીં કહે છે કે એ બધાય સ્થિતિબંધ સ્થાનો જીવને નથી. વિકાર એક જાતનો છે છતાં કર્મની પ્રવૃત્તિમાં ભિન્ન ભિન્ન સ્થિતિ કેમ પડે છે? પ્રકૃતિવિશેષને કારણે એમ થાય છે. કર્મની પ્રવૃત્તિમાં સ્થિતિ પડે છે તે પોતાના કારણે છે. નિમિત્તપણે રાગ તો એક છે, છતાં સ્થિતિમાં ફેર પડે છે તે તે કાળમાં પરમાણુની ઉપાદાનની સ્વતંત્રતાને લઇને છે. અહા! ગજબ વાત છે. સિધધ ભગવાનના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય મુક્ત આત્માનું જ્ઞાન ક્ષેય પદાર્થો ના આકારે થયા કરે છે તેથી સર્વ જ્ઞેય પદાર્થોમાં જે જે પ્રકારે ઉત્પાદદિ થાય છે તે તે પ્રકારે જ્ઞાનમાં ઉત્પાદિ થયા કરે છે, માટે મુક્ત આત્માને સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હોય છે. અથવા વધારે સૂક્ષ્મતાથી જોઇએતો, અગુરુલઘુ ગુણમાં થતી ષગુણ હાનિવૃદ્ધિને લીધે મુક્ત આત્મામાં સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વર્તે છે. અહીં જેમ સિધ્ધ ભગવાનનાં ઉત્પાદાદિ કહ્યાં તેમ કેવળી ભગવાનનાં પણ યથાયોગ્ય સમજી લેવાં..
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy