SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1022
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરનો મૂળ સ્વામી એક હોય અને તે શરીરના આશ્રયે અનંત જીવ રહેતા | હોય તેને સપ્રતિષ્ઠિત કહે છે. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તેના આશ્રયે અનંતજીવ ન રહેતા હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે. સ્થાવર નામ કર્મ જે કર્મના ઉદયથી, પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ આદિ, એકેન્દ્રિયમાં જન્મ થાય. સ્થાવરજીવો પાંચ પ્રકારના સ્થાવર જીવો અવ્યકત સુખ દુખ અનૂભવરૂપ શુભાશુભ કર્મ ફળને અનુભવે છે. સ્થાવર જીવો અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે, અને તેમનો પ્રભાવ (શક્તિ) અતિ પ્રકુટ જ્ઞાનાવરણથી બિડાઈ ગયો છે, એવા અનેક સ્વભાવ વડે સુખદુઃખરૂપ કર્મફળને જ પ્રધાનપણે વેદે છે, કારણ કે તેમને અતિ પ્રકૃષ્ટ વીર્યંતરરાયથી કાર્ય કરવાનું (કર્મ ચેતનારૂપે પરિણમવાનું) સામર્થ્ય થયું છે. સ્મરતિર સ્મર = કામ-ભોગ તિર = તેના પર વિજય મેળવવો. એટલે કામ-ભોગ પર વિજય. સ્વરૂપાથરણારિત્ર :આત્મસ્વરૂપમાં એકાગ્રતાપૂર્વક રમણતા-લીનતા. વર્ષ ગુપ્ત :સહજાત્મ સ્વરૂપના દુર્ભેદ્ય દુર્ગમાં ગુપ્ત (સુરક્ષિત) રિત થવું લીન થવું; કરવું. સ્થિતિ :ટકવું તે, ધ્રુવ રહેવું તે ; ધ્રૌવ્ય (૨) સ્થિરતા (૩) ટકવું તે; ધ્રુવ રહેવું તે; ધ્રૌવ્ય (૪) વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. (૫) ટકવું તે; ધ્રુવ રહેવું તે; ધ્રૌવ્ય. (૬) વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. ત્રણ પ્રકારના સમ્યગ્દર્શનની નાનામાં નાની સ્થિતિ અંતમુહર્ત છે. પથમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ તેટલી જ છે, ક્ષાયોપથમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગર છે અને ક્ષાયિકની સ્થિતિ સાદિ-અનંત છે તથા સંસારમાં રહેવાની અપેક્ષાએ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર તથા અંતમુહર્ત સહિત આઠ વર્ષ કમ બે ક્રોડી પૂર્વ છે. (૭) છ દ્રવ્યોનું વિવક્ષિત ભાવે અવસ્થાન અને અવસ્થાનના કારણનું નામ સ્થિતિ છે. દ્રવ્ય સ્થિતિ, કર્મસ્થિતિ, કર્યસ્થિતિ, ભવસ્થિતિ અને ભાવસ્થિતિ આદિસ્થિતિને સર્વજ્ઞદેવ સકારણ જાણે છે. એ ઉક્ત કથન તાત્પર્ય છે. ૧૦૨૨ સ્થિતિ કરે છે. લીન થાય છે. સ્થિતિકરણ સમ્યગ્દર્શનનું છછું અંગ છે. ધર્મમાંથી મળી જતાં, અવાગ્યે સ્થિર ધર્મમાં સ્થિર કરતા ઉપદેશ, આહાર, ધન, સેવા, દવા વગેરેથી સંકટમાં સહાય કરે ધર્મત્યાર કરાવનારાં નિમિત કારણો દૂર કરે. પોતે ધર્મથી ડગે નહી. સ્થિરતા ગુણ, ધર્યે, સહનશીલતા, ખમી ખૂંદવું, વિકલ્પોમાં ન તણાવું એ સ્થિતિકરણ નામે છઠું અંગ છે. સ્થિતિકરણ અંગ:મૈથુનના ભાવ, ક્રોધના ભાવ, માનના ભાવ અને આદિ શબ્દથી લોભાદિકના ભાવ ન્યાયરૂપ ધર્મ માર્ગથી ભષ્ટ કરનારા છે, માટે તે પ્રગટ થતાં પોતાને અને અન્ય જીવોને શાસ્ત્ર પ્રમાણે યુક્તિ વડે ધર્મમાં સ્થિર કરવા તે કાર્ય પણ શ્રદ્ધાનવાળાએ કરવા યોગ્ય છે. સ્થિતિકરણત્વ =સમ્યગ્દર્શનથી અને સમ્યક્રચારિત્રથી ચલાયમાન થતા જીવોને ધર્મવત્સલ વિદ્વાનો દ્વારા સ્થિરીભૂત કરવામાં આવે તેને સ્થિતિકરણ અંગ કહે છે. (ગા.૧૬.) સ્થિતિપરિણામ અધર્માસ્તિકાય સ્થિતિબંધ કર્મમાં જે જે ગુણો હોય તે તે ગુણો અમુક મુદત સુધી રહે છે. કોઈ કર્મમાં તે ગુણ ૧૫ દિવસ તો કોઈમાં માસ તો કોઈમાં એક વરસ સુધી તે ગુણ રહે છે, તેવી રીતે બે સમયથી ૭૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિનાં કર્મ જીવ બાંધે છે. અને તેને સ્થિતિબંધ કહેવાય છે. કર્મનો સ્થિતિબંધ કેટલા કાળનો પડે? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મની સ્થિતિ, જઘન્ય અંતર્મુહર્તની અને ઉત્કૃષ્ટ ત્રીસ કોડાક્રોડી સાગરોપમની છે. જે ત્રણે કર્મનો આબાધકાળ ત્રણ હજાર વર્ષનો સાતવેદનીય કર્મની સ્થિતિ જઘન્ય ૨ સમયની અને ઉત્કૃષ્ટ ૧૫ ક્રોડાકોડી સાગરની છે. આબાધા કાળ કરે તો જઘન્ય અંતર્મુહર્તની અને ઉત્કૃષ્પો દોઠ હજાર વર્ષનો છે. અસતાવેદનીય કર્મની સ્થિતિ જઘળ્ય ૧૨ મુહર્તની અને ઉત્કૃષ્ટ ત્રીશ ક્રોડાકોડ સાગરોપરની છે. એનો આબાધાકાળ જઘેલ્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાકોડ સાગરોપમની છે. જેનો આબાધાકાળ જ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy