SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1008
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) બાદર-સૂક્ષ્મ, (૪) સૂક્ષ્મ-બાદર, (૫) સૂક્ષ્મ, (૬) સૂક્ષ્મ-સૂક્ષ્મ. કાકપાષાણાદિક (સ્કંધો) જે દાતા થકા સ્વયં સંધાઈ શકાતા નથી તે (ઘન પદાર્થો) બાદરબાદર’ છે, દૂધ, ઘી, તેલ, જળ, રસ વગેરે (સ્કંધો) કે જે દાતા થકા સ્વયં જોડાઈ જાય છે તે (પ્રવાહી પદાર્થો) ‘બાદર’ છે, છાંયો , તડકો, અંધકાર, ચાંદની, વગેરે (સ્કંધો) કે જે સ્કૂલ જણાતા હોવા છતાં છેદી , ભેદી કે (હસ્તાદિવડે) ગ્રહી શકાતા નથી તે ‘બાદર સૂક્ષ્મ’ છે, સ્પર્શ, રસ, ગંધ, શબ્દ કે જે સૂક્ષ્મ હોવા છતાં સ્કૂલ જણાયા છે. (અર્થાત્ ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિયોના વિષયભૂત સ્કંધો કે જે આંકથી નહિ દેખાતા હોવા છતાં સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શઈ શકાય છે. જીભથી આસ્વાદી શકાય છે. નાકથી સુંઘી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે.) તે “સૂક્ષ્મ બાદર’ છે. (૫) કર્મવર્ગણા વગેરે (સ્કંધો) કે જેમને સૂક્ષ્મપણું છે તેમજ જેઓ ઈન્દ્રિયોથી ન જણાય એવા છે તે “સૂક્ષ્મ છે, કર્મ વર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) દ્વિઅણુક-સ્કંધ સુધીના (સ્કંધો) કે જે અત્યંત સૂક્ષ્મ છે તે “સૂક્ષ્મ સૂક્ષ્મ’ છે. સાંપરામિક આસ્રવ :કર્મના ઉદયમાં મન,વચન, કાયાની જે રાગ સહિત પ્રવૃત્તિ થાય છે તે નવીન કર્મોને ખેંચે છે. તે સાપરામિક આસ્રવ કહે છે. યાત્ કથંચિત્ કોઇ પ્રકારે; કોઇ અપેક્ષાએ (દરેક દ્રવ્ય સ્વચતુટયની અપેક્ષાએ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ-અસ્તિ છે. શુધ્ધ જીવનું સ્વચતુષ્ટય આ પ્રમાણે છેઃ શુધ્ધ ગુણપર્યાયોના આધારભૂત શુધ્ધાત્મ દ્રવ્ય તે | ૧૦૦૮ દ્રવ્ય છે, લોકાકોશ પ્રમાણ શુધ્ધ અસંખ્ય પ્રદેશો તે ક્ષેત્ર છે. શુધ્ધ પર્યાયે પરિણત વર્તમાન સમય તે કાળ છે અને શુધ્ધ ચૈતન્ય તે ભાવ છે. (૨) કથંચિત; કોઇ પ્રકારે; કોઈ અપેક્ષાએ. (ચાત શબ્દ સર્વથાપણાને નિષેધ છે અને અનેકાન્તને પ્રકાશે છે-દર્શાવે છે. (૩) કથંચિત; કોઇ અપેક્ષાથી; કોઇ પ્રકારે. સ્યાતપદ જિનદેવની સિધ્ધાંત પધ્ધતિનું જીવન છે. દરેક વસ્તુ નિત્યત્વ, અનિત્યત્વ વગેરે અનંત અંતમય (ધર્મમય) છે. વસ્તુની સર્વથા નિત્યતા તેમજ સર્વથા અનિત્યતા માનવામાં પૂરેપૂરો વિરોધ આવતો હોવા છતાં, કથંચિત (અર્થાત દ્રવ્ય-અપેક્ષાએ) નિત્યતા અને કથંચિત્ (પર્યાય-અપેક્ષાએ) અનિત્યતા માનવામાં જરા પણ વિરોધ આવતો નથી એમ જિનવાણી સ્પષ્ટ સમજાવે છે. આ રીતે જિનભગવાનની વાણી સ્યાદવાદ વડે (અપેક્ષાકથનથી) વસ્તુનું પરમ યર્થાથ નિરૂપણ કરીને, નિત્યત્વ-અનિત્યવાદિ ધમૉમાં (અને તે તે ધર્મ બતાવનારા નયોમાં) અવિરોધ (સુમેળ) અબાધિતપણે સિધ્ધ કરે છે અને એ ધર્મો વિના વસ્તુની નિષ્પતિ જ ન હોઇ શકે એમ નિર્બોધપણે સ્થાપે છે. (૪) કથંચિતુ, કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ(સ્થાત્ શબ્દ સર્વથાપણાને નિષેધે છે અને અનેકાન્તને પ્રકાશે છે.-દર્શાવે છે.) (૫) કથંચિત; કોઈ અપેક્ષાથી કહેવું તે. મ્યાતકાર :સ્થાત્ શબ્દ (સ્થા–કર્થાપ્તિ; કોઇ અપેક્ષાથી) (૨) ચાવાદમાં અનેકાંતને સૂચવતો ચાત્ શબ્દ સમ્યકૂપણે વપરાય છે. તે ચાત્ પદ એકાંતવાદમાં રહેલા સમસ્ત વિરોધરૂપી વિષના ભ્રમને નષ્ટ કરવામાં રામબાણ મંત્ર છે. ખ્યાકાર કેતન સ્યાદવાદ ચિલ; સ્યાદવાદૂ લક્ષણ; ત્રિગુપ્તણું (આગમ જ્ઞાન, તત્વાર્થ શ્રધ્ધાન ને સંયતત્ત્વનું યુગપદપણું) (૨) સ્યાત શબ્દ જેનું ચિહ્ન છે એવું; અનેકાન્તમય યાતકારરૂપી અમોધ મંત્રષદ સ્યાદવાદમાં અનેકાંતને સૂચવતો સ્નાત શબ્દ સમ્યપણે વપરાય છે. તે સ્યાત પદ એકાંતવાદમાં રહેલા સમસ્ત વિરોધ પી વિષના ભ્રમને નષ્ટ કરવામાં રામબાણ મંત્ર છે. સાતારણઃસ્યાતકાર જેનું લક્ષણ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy