SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1009
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતકારશ્રી સ્યાતકાર રૂપી લક્ષ્મી સ્યાદવાદ :આત્મા વિકારી ભાવના કથંચિત કર્તા છે. કથંચિત કર્તા છે એટલે શું ? કે જયાં સુધી અજ્ઞાનદષ્ટિ છે, ત્યાં સુધી પુણ્ય-પાપ આદિ વિકારી ભાવના, જીવ કર્તા છે, સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે, આત્મજ્ઞાન થતાં તે રાગનો અર્ધા છે. આ સ્યાદ્વાદ છે. સમ્યગ્દષ્ટિ રાગનો અર્તા થઈ, જ્ઞાતા જ છે. સ્માતષદ સ્યાદવાદ એટલે સ્વાત કથંચિત પ્રકારથી અને વાદ કથન અર્થાત્ દ્રવ્યના એક ધર્મને મુખ્ય અને બીજા ધર્મને ગૌણ કરીને કહેવું, તે સ્યાદવાદ. જેમકે વસ્તુ નિત્ય છે એમ કહેતાં, વસ્તુ સ્વભાવે નિત્ય (અવિનાશી) છે. એમ સમજવું. વસ્તુ અનિત્ય છે એમ કહેતાં ક્ષણે ક્ષણે બદલતી અવસ્થાની અપેક્ષાએ અનિત્ય છે, એમ સમજવું, વસ્તુનો એક ધર્મ મુખ્યપણે કહેતાં, તેમાં બીજા અનંત ધર્મો છે, એ ખ્યાલ બહાર નથી હોતું. સાત-૧દની દ્ધા સ્માત એટલે કથંચિત એટલે કે કોઇ અપેક્ષાથી કહેવું તે. ભગવાનની વાણી અનેકાન વસ્તુનું કોઇ અપેક્ષાથી કથન કરે છે, તેને સ્વાત પદની મુદ્રા કહેવાય છે. ચાતું કથંચિત, કોઈ અપેક્ષાથી, કોઈ પ્રકારે. દરેક વસ્તુ નિત્યત્વ, અનિત્ય વગેરે અનેક અંતમય (ધર્મમય) છે. વસ્તુની સર્વથા નિત્યતા તેમ જ સર્વથા અનિત્યતા માનવામાં પૂરેપૂરો વિરોધ આવતો હોવા છતાં, કથંચિત્ (અર્થાત્ પર્યાય-અપેક્ષાએ અનિત્યતા માનવામાં જરા પણ વિરોધ આવતો નથી એમ જિનવાણી સ્પષ્ટ સમજાવે છે. આ રીતે જિનભગવાનની વાણી સ્યાદ્વાદ વડે (અપેક્ષા કથનથી) વસ્તુનું પરમ યથાર્થ નિરૂપણ કરીને, નિત્યત્વઅનિત્યસ્વાદિ ધર્મોમાં (અને તે તે ધર્મ બતાવનારા નયોમાં) અવિરોધ(સુમેળ) અબાધિતપણે સિદ્ધ કરે છે અને એ ધર્મો વિના વસ્તુની નિષ્પત્તિ જ ન હોઈ શકે એમ નિર્બોધપણે સ્થાપે છે. સ્યાદ્વાદ અનેકાન્તને સમજાવવાની રીતને સ્યાદ્વાદ કહેવામાં આવે છે. (૨) નય વિવેક્ષાથી વસ્તુમાં અનેક સ્વભાવ છે. વળી, તેમાં પરસ્પર વિરોધ છે. જેમ કે અસ્તિ અને નાસ્તિનું પ્રતિપક્ષપણું છે, પરંતુ જ્યારે સ્યાદ્વાદી સ્થાપન કરીએ ત્યારે સર્વ વિરોધ દૂર થાય છે. કેવી રીતે એક જ પદાર્થ કથંચિત્ સ્વચતુષ્ટયની ૧૦૦૯ અપેક્ષાએ આસ્તિરૂપ છે, કથંચિત્ પરચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. કથંચિત્ સમુદાયની અપેક્ષાએ એકરૂપ છે, કથંચિત્ ગુણપર્યાયની અપેક્ષાએ અનેકરૂપ છે. કથંચિત્ સંજ્ઞા, સંખ્યા, લક્ષણની અપેક્ષાએ ગુણ-પર્યાયાદિ અનેક ભેદરૂપ છે. કથંચિત્ સતુની અપેક્ષાએ અભેદરૂપ છે. કથંચિત દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, કથંચિત પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આ રીતે સ્યાદ્વાદ સર્વ વિરોધને દૂર કરે છે. સ્થાત્ એટલે કથંચિત્ નય અપેક્ષાએ, વાદ એટલે વસ્તુસ્વભાવનું કથન તેને યાદ્વાદ કહે છે. સ્વાદપણું :નિરાગ્રહપણું. સ્યાદવાદ જિનવચન એટલે વીતરાગદેવની વાણી સ્યાદવાદરૂપ છે. સ્વાત કહેતાં કોઇ એક અપેક્ષાએ, વાદ કહેતાં કથન. જિનવચન અપેક્ષાએ હોય તે અપેક્ષા બરાબર સમજવી જોઇએ. હવે બે નયોમાં પરસ્પર વિષયનો વિરોધ છે. નિશ્ચયથી વ્યવહારને વિરોધ છે અને યવહારથી નિશ્ચયને. તેથી બન્ને નય આદરણીય કેમ થઇ શક ? જેમ કે દ્રવ્ય સત એ અસતરૂપ ન હોય એમ લોકોને લાગે છે, પણ એમ નથી. સ્યાદવાદ તેનું સમાધાન કરી નાખે છે કે જે સ્વથી સત છે તે પરથી અસત છે. દ્રવ્યથી સત છે, પર્યાયથી અસત છે. વળી એક હોય ત. અનેક કેમ હોય? તો કહે છે હોય. વસ્તુ તરીકે એક છે, પર્યાય તરીકે, ગુણભેદ તરીકે અનંત છે. નિત્ય હોય તે અનિત્ય કેમ હોય? તો કહે છે વસ્તુ કાયમ ટકનારી છે તે અપેક્ષાએ નિત્ય છે, અને બદલતી પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેમ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ અભેદ છે અને પર્યાય અને રાગની અપેક્ષાએ ભેદ છે. તથા શુધ્ધ હોય તે અશુદ્ધ કેમ હોય ? તો ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ શુધ્ધ છે, પર્યાયની અપેક્ષાએ અશુધ્ધ છે. આ સત્યાવાદ છે. અહીં પ્રશ્ન થા કે દ્રવ્ય શુધ્ધ છે તો પર્યાયમાં અશુધ્ધતા આવી (૨) જિનવાણી સ્યાદવાદ રૂપ છે. જયાં બે નયોને વિષયનો વિરોધ છે.-જેમ કે જે સતરૂપ હોય તે અસતરૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુધ્ધ હોય તે અશુધ્ધ ન હોય, ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે-ત્યાં જિનવચન કથંચિત વિવક્ષાથી સત-અસતરૂપ, એક-અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂ૫,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy